લોકસભા: 'નહેરુએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો આ બખેડો ન થાત અને બિલ પણ ન લાવવું પડત'

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને ખતમ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં પાસ થઈ ગયા બાદ આજે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019ને લોકસભામાં રજુ કરવામાં આવ્યું.

લોકસભા: 'નહેરુએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો આ બખેડો ન થાત અને બિલ પણ ન લાવવું પડત'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને ખતમ કરવાનો સંકલ્પ રાજ્યસભામાં પાસ થઈ ગયા બાદ આજે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019ને લોકસભામાં રજુ કરવામાં આવ્યું. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ. જેના પર ચર્ચા શરૂ થઈ ગઈ. 

ફારુક અબ્દુલ્લાની નથી કરાઈ અટકાયત: અમિત શાહ
એનસીપી સાંસદ સુપ્રિયા મુલેએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે મારી બાજુમાં ફારુક અબ્દુલ્લાજી બેસે છે અને તેમનો અવાજ સંભળાતો નથી. આ ચર્ચા તેમના વગર અધૂરી રહેશે. જેનો જવાબ આપતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે ફારુક અબ્દુલ્લાની અટકાયત કે ધરપકડ કરાઈ નથી. તેઓ પોતાની મરજીથી તેમના ઘરે છે. સૂલેએ કહ્યું કે તેમની તબિયત ઠીક નથી તો અમિત શાહે કહ્યું કે હું ડોક્ટર નથી અને તબિયત હું ઠીક કરી શકું નહીં. 

જેડીયુ વિરોધમાં , YSRCP એ આપ્યું સમર્થન
લોકસભામાં YSRCP સાંસદ આર આર રાજુ કાનુમુરુએ પ્રસ્તાવનું સમર્થન આપતા કહ્યું કે આજે ઐતિહાસિક દિન છે. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશ વિધાનસભાએ રાજ્યના ભાગલાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને દિલ્હી મોકલ્યો હતો. કલમ 3નો ભંગ થયો અને રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું. અમારા મુખ્યમંત્રીએ ત્યારબાદ રાજીનામું આપી દીધુ. ત્યારબાદ તેના વિરુદધ એક કેસ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. દેશમાં એક બંધારણ અને એક ઝંડો હોવો જોઈએ જે ફક્ત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શક્ય છે. 

— ANI (@ANI) August 6, 2019

આ બાજુ જેડીયુએ કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. જેડીયુએ આ દરમિાયન લોકસભામાં વોકઆઉટ કર્યું. લલન સિંહે કહ્યું કે અમે એક બીજાની વિચારધારાને જાણીએ છીએ પરંતુ કલમ 370 પર સરકારના નિર્ણયનો વિરોધ કરીએ છીએ. એનડીએની જ્યારે વાત થઈ તો તેના પર ચર્ચા દરમિયાન કલમ 370 હટાવવાની વાત થઈ નહતી. 

કોંગ્રેસ અને પાકિસ્તાનના સૂર એક સમાન-પ્રહલાદ જોશી
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે કોંગ્રેસના વ્હિપે જ પાર્ટીનો પક્ષ માનવાનો ઈન્કાર કરી દીધો. આજે કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનના સૂરમાં બોલી રહી છે અને તેનું અમને દુખ છે. પાકિસ્તાન પણ કહી રહ્યું છે કે આ લોકતંત્રનો કાળો દિવસ છે અને આ જ વાત કોંગ્રેસના નેતાઓ કરી રહ્યાં છે.

— ANI (@ANI) August 6, 2019

બીજેડીએ આપ્યું સમર્થન
બીજેડી સાંસદ પિનાકી મિશ્રાએ બિલ પર ચર્ચા દરમિયાન કહ્યું કે કલમ 370 ફક્તે એક અસ્થાયી જોગવાઈ હતી જે હેઠળ જમ્મુ કાસ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યો હતો. નહેરુનો કાશ્મીર તરફ ઝૂકાવ હતો જેના કારણે કલમ 370ની આ સમસ્યા શરૂ થઈ. એકમતથી આ કલમ હટવી જોઈએ અને અમારી પાર્ટી આ બિલનું સમર્થન કરે છે. 

અમારા માટે કાશ્મીરી પંડિત પણ સ્ટેક હોલ્ડર-જિતેન્દ્ર સિંહ
ભાજપના સાંસદ જિતેન્દ્ર સિંહે કહ્યું કે નરસિમ્હા રાવની સરકાર એક પ્રસ્તાવ લઈને આવી જેમાં પીઓકે અને જમ્મુ અને કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ ગણવામાં આવ્યું અને અમે તેનું સમર્થન કર્યું. હવે વાત થવી જોઈએ જ નહીં. તેમણે કહ્યું કે બંધારણની દ્રષ્ટિએ આ પ્રસ્તાવ કઈ પણ  ખોટો નથી. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં શેખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે કલમ 370ને હટાવી શકાય છે. અને 70ના દાયકા સુધીમાં મત બની ગયો હતો કે 370 કલમ જવી જોઈએ. કોંગ્રેસ જણાવે કે કલમ 35એ અને 370 પર તેમની પ્રતિબદ્ધતા શું છે. કાશ્મીરના સ્ટેક હોલ્ડર્સ ફક્ત એ 3 નેતાઓ નથી પરંતુ ભારતની જનતા છે. અમારા માટે કાશ્મીરી પંડિત અને પશ્ચિમી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ પણ સ્ટેક હોલ્ડર છે.

તેમણે એમ પણ કહ્યું કે કલમ 370 આઝાદી બાદથી સૌથી મોટી ભૂલ હતી અને આજે પ્રાયશ્ચિતની ઘડી આવી છે. તેમણે કહ્યું કે વિધાતાને આ જ મંજૂર હતું જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને અમિત શાહ ગૃહ મંત્રી બને ત્યારે તેને હટાવવામાં આવે. જો નહેરુએ અલગ ભૂમિકા ભજવી હોત તો આજે ઈતિહાસ કઈંક ઓર હોત. તેમણે ગૃહ મંત્રી સરદાર પટેલને જમ્મુ અને કાશ્મીરના કેસમાં દખલ કરવા દીધી હોત તો પરિણામ કઈંક ઓર હોત. પટેલે જ જૂનાગઢ અને હૈદરાબાદને ડીલ કર્યા હતાં. પરંતુ નહેરુ માનતા હતાં કે તેઓ જમ્મુ કાશ્મીરને સરદારથી વધુ સમજે છે આથી તેમને દૂર રખાયા. નહેરુએ સામૂહિત જવાબદારી ન નિભાવી અને સરદાર પટેલ ગૃહ મંત્રી હોવા છતાં જમ્મુ કાશ્મીર મામલે તેમને અલગ કર્યાં. નહેરુ જો જમ્મુ કાશ્મીરના વિષયમાં દખલ ન કરત તો આ બખેડો ન થાત અને આ બિલ ન લાવવું પડ્યું હોત. ભારતની સેનાઓ મીરપુર સુધી પહોંચી ગઈ હતી તો મંત્રીમંડળને જણાવ્યાં વગર તેમણે સીઝફાયરની જાહેરાત કરી દીધી, નહીં તો પીઓકે પણ ભારતનો ભાગ હોત. 

ટીએમસીએ કહ્યું-કાશ્મીરના હાલાત બગડી શકે છે, સદનમાંથી વોકઆઉટ
ટીએમસીના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે આ હાલાતના અસર ફક્ત જમ્મુ અને કાશ્મીર પર જ નહીં પરંતુ અન્ય રાજ્યો ઉપર પણ પડશે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને ત્યાંના લોકો માટે અમારા હ્રદયમાં ખાસ સંવેદના છે. સુદીપે કહ્યું કે જ્યારે કલમ 370 લાગુ કરાઈ ત્યારના નેતાઓને તે લાગુ કરવી જરૂરી લાગી હશે. જો ત્યાંના લોકોને પોતાના બંધારણીય અધિકાર અને વિધાનસભા હોય તો તેમને તેના નિર્ણય લેવાના હક મળવા જોઈએ.  સરકારે એક રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ કેમ બનાવ્યો. જો ત્યાં અનિશ્ચિતતા વધશે કારણ કે હજારો જવાનોની તહેનાતી પહેલેથી થઈ ગઈ છે. હાલાત ખરાબ થઈ શકે છે અને દેશભરમાં તેની ખરાબ અસર પડી શકે છે. 

લોકસભા LIVE: કોંગ્રેસના નેતાના નિવેદનથી હોબાળો, કહ્યું-જૂનાગઢ, હૈદરાબાદ નહેરુના કારણે ભારતનો હિસ્સો

(મનિષ તિવારી)

ડીએમકેએ કર્યો વિરોધ
લોકસભામાં ડીએમકે સાંસદ ટીઆર બાલુએ કહ્યું કે કાશ્મીરની પરિસ્થિતિ વિશેષ છે પંરતુ તમે રાજ્ય વિધાનસભામાં આ અંગે કોઈ ચર્ચા કરી નથી. શું આ સરકાર લોકસભાની સાથે જ્યાં વિધાનસભા ચૂંટણી નહતી કરી શકતી પરંતુ તેમની એ ઈચ્છા જ નહતી. તેમણે કહ્યું કે સંસદને સંકલ્પ પાસ કરીને રાષ્ટ્રપતિ પાસે મોકલવાનો અધિકાર છે અને આ જ કારણ રોજ 2-3 બિલો પેદા  થઈ રહ્યાં છે. ચર્ચા વગર અને વાદ વિવાદ વગર કાયદા બનાવવામાં આવી રહ્યાં છે. બાલુએ કહ્યું કે સરકારને આનાથી શું મળવાનું છે આખરે તેમનો હેતુ શું છે. આવા બિલ પર અમે કાં તો વોક આઉટ  કરીશું અથવાતો વિરુદ્ધમાં મતદાન કરીશું. 

નહેરુના કારણે કલમ 370નું કલંક-ભાજપ સાંસદ
બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ જુગલ કિશોર શર્માએ કહ્યું કે નહેરુના કારણે આ કલમ 370નું કલંક આપણા પર લાગ્યું. તેમણે કહ્યું કે સરદાર પટેલ અને શ્યામા પ્રસાદ મુખરજીએ ત્યારે પણ તેનો વિરોધ કર્યો હતો. આ કલમે કાશ્મીરને ફક્ત ભારતથી દૂર કરવાનું કામ કર્યું છે. આ જ કારણે ત્યાં ભ્રષ્ટાચાર વધતો ગયો કારણ કે કેન્દ્રની એજન્સીઓ ત્યાં તપાસ કરી શકતી નથી. મોદી સરકાર તરફથી સામાન્ય વર્ગના ગરીબોને મળતા 10 ટકા અનામતને પણ ત્યાં લાગુ નથી કરી શકાતું. આતંકવાદ પણ કલમ 370ની જ દેણ છે જેના કારણે હજારો લોકો અને જવાનોએ જીવ ગુમાવ્યાં. 

— ANI (@ANI) August 6, 2019

મનિષ તિવારીએ જૂનાગઢ, હૈદરાબાદનો કર્યો ઉલ્લેખ
કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ 1947ના સમયની પરિસ્થિતિની સાથે જૂનાગઢ અને હૈદરાબાદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 1947માં આઝાદી બાદ ત્રણ રાજ્યો જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢના વિલય દરમિયાન સંવેદનશીલ સ્થિતિ ઊભી થઈ. જમ્મુ કાશ્મીરની સ્થિતિ આ બંને કરતા અલગ  હતી. ભારતે જમ્મુ કાશ્મીરના વિલય વખતે કેટલાક વચનો આપ્યા હતાં. તે દરમિયાન જમ્મુ કાશ્મીર માટે વિશેષ બંધારણની રચના થઈ. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરના મહારાજાએ ઘૂંટણિયા ટેક્યા અને પાકિસ્તાન સાથે જવાની જગ્યાએ ધર્મ નિરપેક્ષ ભારતની પસંદગી કરી. તેમણે એમ પણ કહ્યું કે હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર જો આજે ભારતનો ભાગ છે તો તે નહેરુના કારણે. 

જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ-અમિત શાહ
અમિત શાહે કહ્યું કે આ કોઈ પોલિટિકલ ચીજ નથી. આ કાયદાકીય વિષય છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, તેના અંગે કોઈ કાયદાકીય વિવાદ નથી. ભારત અને જમ્મુ કાશ્મીરના બંધારણમાં ખુબ સ્પષ્ટ છે કે તે ભારતનો અવિભાજ્ય અંગ છે. જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 1ના તમામ ખંડ લાગુ છે. આ કલમ મુજબ ભારત એક તમામ રાજ્યોનો સંઘ છે. સીમાઓની વ્યાખ્યા કરતા તેમણે રાજ્યોની લિસ્ટ પણ આપી છે. જેમાં 15માં નંબરે જમ્મુ કાશ્મીર છે. તેનાથી સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવા માટે દેશની સૌથી મોટી પંચાયત સંસદને અધિકાર છે. અમને કોઈ કાયદો બનાવતા અને સંકલ્પ માટે કોઈ રોકી શકતા નથી. આ અધિકાર હેઠળ કેબિનેટની અનુશંસા પર રાષ્ટ્રપતિજીની મંજૂરીથી હું આ બે ચીજો અહીં લાવ્યો છું. 
 

કાશ્મીર માટે જીવ આપી દઈશું-શાહ
જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર પર નિયમો તોડવાનો આરોપ લગાવ્યો જેના પર અમિત શાહે કહ્યું કે તમે બતાવો કયો નિયમ તોડવામાં આવ્યો. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર અંગે કોઈ  કાયદો બનાવતા અમને કોઈ રોકી શકે નહીં. તે દેશની સંસદનો અધિકાર છે. 

કોંગ્રેસ નેતાએ જ્યારે કહ્યું કે કાશ્મીરને રાતો રાત વહેંચી દેવાયું અમને તેમના અંગે કોઈ જાણકારી મળતી નથી તો જવાબમાં અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના અંગે કોઈ કાનૂની વિવાદ નથી. હું જ્યારે જમ્મુ અને કાશ્મીરની વાત કરું છું તો પીઓકે પણ તેમાં આવે છે. તેમણે વિપક્ષના હોબાળા પર કહ્યું કે હું એટલા માટે ગુસ્સામાં છું કે તમે પીઓકેને ભારતનો હિસ્સો નથી માનતા કે શું? અમે પીઓકે માટે જીવ આપી દઈશું. પીઓકે અને અક્સાઈ ચીન ભારતનો ભાગ છે. 

શાહ અને કોંગ્રેસ નેતા અધીર રંજન વચ્ચે ઉગ્ર બોલાચાલી
કોંગ્રેસ તરફથી સાંસદ અધીર રંજન ચૌધરીએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે કાશ્મીરને રાતોરાત વહેંચી દીધુ. જમ્મુ અને કાશ્મીરને સરકારે કૈદખાનું બનાવી દીધુ. જમ્મુ કાશ્મીરના હાલાત અંગે યોગ્ય જાણકારી મળતી નથી. 

જેના જવાબમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ અંગે કોઈ કાયદાકીય કે બંધારણીય વિવાદ નથી. 

જુઓ LIVE TV

ગઈ કાલે સંસદના ઉપલા ગૃહમાં આ બિલ પાસ થયા બાદ આજે તેને સદનમાં રજુ  કરવાનું હતું. આ બિલમાં પ્રદેશને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ હશે જ્યારે લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news