લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, કોંગ્રેસ, JDU અને તૃણમુલનો વોકઆઉટ

ત્રિપલ તલાક સંશોધન બિલ (Triple Talaq bill) ગુરુવારે લોકસભામાં રજુ કરવામાં આવ્યું. ચર્ચા દરમિયાન લોકસભામાં ટ્રિપલ તલાક અંગે વોટિંગ થયું. સદનમાં બેલેટ પેપરથી મતદાન થયું. ત્યાર બાદ ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થઇ ગયું. બિલનાં પક્ષમાં 303 મત બન્યા. બિલની વિરુદ્ધ 82 મત પડ્યાં. કોંગ્રેસ સહિત યુપીએનાં બીજા દળો બિલનો વિરોધ કર્યો.

લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, કોંગ્રેસ, JDU અને તૃણમુલનો વોકઆઉટ

નવી દિલ્હી : ત્રિપલ તલાક સંશોધન બિલ (Triple Talaq bill) ગુરુવારે લોકસભામાં રજુ કરવામાં આવ્યું. ચર્ચા દરમિયાન લોકસભામાં ટ્રિપલ તલાક અંગે વોટિંગ થયું. સદનમાં બેલેટ પેપરથી મતદાન થયું. ત્યાર બાદ ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થઇ ગયું. બિલનાં પક્ષમાં 303 મત બન્યા. બિલની વિરુદ્ધ 82 મત પડ્યાં. કોંગ્રેસ સહિત યુપીએનાં બીજા દળો બિલનો વિરોધ કર્યો.

કર્ણાટકનું રાજનીતિક કોકડુ વધારે ગુંચવાયુ, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાના સંકેત
ત્રિપલ તલાકનાં વિરોધમાં કોંગ્રેસ ઉપરાંત તૃણમુલ કોંગ્રેસ અને એનડીએની સહયોગી જનતા દળ યૂનાઇટેડનાં સદનથી વોકઆઉટ કરી દીધું. ત્રિપલ તલાક અંગે ઓવૈસી સંશોધન ફગાવી દીધું હતું. હવે આ બિલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. અહીં સરકારની રાહ સરળ નહી થાય, કારણ કે રાજ્યસભામાં હજી પણ એનડીએની પાસે પુર્ણ બહુમતી નથી. 

રાહુલ બોઝનાં 442નાં 2 કેળાની થશે તપાસ, ડેપ્યુટી કમિશ્નરે આપ્યા આદેશ
રાજ્યસભામાં તેને જદયુનો પણ સાથ મળશે. એવામાં તેને બીાજ દળો પર નિર્ભર રહેવું પડશે. હવે જોવું પડશે કે રાજ્યસભામાં સરકાર આ બિલને કઇ રીતે પાસ કરાવે છે. ત્રિપલ તલાક બિલ ગત્ત સરકારમાં પણ રાજ્યસભામાં જ અટકી ગયું હતું. 
જો કે કોંગ્રેસ સહિત યુપીએનાં બીજા દળોએ પહેલા જ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, તેઓ ટ્રિપલ તલાક બિલનું લોકસભામાં વિરોધ કરશે. યુપીએમાં આશરે 14 રાજનીતિક દળનો સમાવેશ થાય છે અને લોકસભામાં 100થી વધારે સાંસદ છે. એવામાં સરકાર માટે લોકસભામાં યુપીએનાં વિરોધની કોઇ ખાસ અસર નહી થાય. 

તમારા સ્નેહી ચાર ધામ જાત્રા પર નથી ને? ભારે વરસાદની આગાહી 7 સ્થળો પર ઓરેન્જ એલર્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે કોંગ્રેસનું કહેવું છે કે આ અંગે કાયદો બનાવતા પહેલા સંબંદ્ધ સમુદાયથી વિચાર કરવો જોઇએ. આ તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સુત્રોએ કહ્યું કે, પાર્ટીએ પોતાના સાંસદોને સદનમાં વિધેયક રજુ કરતા સમયે ઉપસ્થિત રહેવા માટે વ્હિપ ઇશ્યું કરી દીધું છે. ત્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવવાનાં વિધેયક લાવવામાં સરકારનાં નિર્ણય બાદ કોંગ્રેસનું તેમ કહેતા વિરોધ કર્યો કે તેના માટે સૌથી પહેલા મુસ્લિમ સમુદાય સાથે ચર્ચા કરવી જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news