કોંગ્રેસના સિદ્ધારમૈયા અને બીજેપીના યેદિયુરપ્પાએ ધારાસભ્ય તરીકે લીધા શપથ

કર્ણાટકના નવા મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ રાજ્ય વિધાનસભામાં આજે સાંજે ચાર વાગ્યે બહુમત સાબિત કરવો પડે એમ છે

કોંગ્રેસના સિદ્ધારમૈયા અને  બીજેપીના યેદિયુરપ્પાએ ધારાસભ્ય તરીકે લીધા શપથ

બેંગ્લુરુ : કર્ણાટકના નવા મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ રાજ્ય વિધાનસભામાં આજે સાંજે ચાર વાગ્યે બહુમત સાબિત કરવો પડે એમ છે. સુપ્રીમ કોર્ટે 18 મેના દિવસે આપેલા આદેશમાં આ બહુમતી સાબિત કરવા માટે રાજ્યપાલે આપેલા 15 દિવસનો સમયગાળો રદ કરી દીધો છે. વિપક્ષ દ્વારા મોટા પ્રમાણમાં પક્ષપલટો કે ગેરહાજર રહેવા જેવી ચોંકાવનારી ઘટનાઓ ન બને તો બીજેપી માટે બહુમત સાબિત કરવો લગભગ અશક્ય છે. 

હાલમાં કર્ણાટકમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી બીજેપી પાસે 104 સીટ, કોંગ્રેસ પાસે 78 અને જેડીએસ પાસે 37 સીટ છે. આ સિવાય 3 સીટ અપક્ષના ફાળે ગઈ છે. 222 સીટ પર યોજાયેલી આ ચૂંટણીમાં બહુમત સાબિત કરવા માટે 113 સીટનો જાદૂઈ આંકડો હોવો જરૂરી છે. આ સંજોગોમાં આજે સાંજે ચાર વાગ્યે કર્ણાટક સરકારનો ફ્લોર ટેસ્ટ છે. આ ટેસ્ટ પહેલાં યેદિયુરપ્પાએ બેંગ્લુરુમાં ધારાસભ્યો સાથે બેઠક કરી અને પછી મીડિયાને કહ્યું કે અમને વિશ્વાસ છે કે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનો ભરોસો છે. હવે સાંજે 5 વાગ્યા પછી પાર્ટી થશે. 

કોંગ્રેસના સિદ્ધારમૈયા અને  બીજેપીના યેદિયુરપ્પાએ ધારાસભ્ય તરીકે લીધા શપથ

— ANI (@ANI) May 19, 2018

કર્ણાટકના ટોચના નેતાઓ પહોંચ્યા વિધાનસભા

— ANI (@ANI) May 19, 2018

— ANI (@ANI) May 19, 2018

વિધાનસભા છે શક્તિ પ્રદર્શન માટે તૈયાર

— ANI (@ANI) May 19, 2018

વિધાનસભામાં તૈનાત કરાયા 200થી વધારે માર્શલ, કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાર પહોંચ્યા વિધાનસભા

— ANI (@ANI) May 19, 2018

પ્રોટેમ સ્પિકર કે.જી બાપૈયાએ કર્યું શક્તિ પરિક્ષણની તૈયારીનું નિરીક્ષણ

— ANI (@ANI) May 19, 2018

કોંગ્રેસ ધારાસભ્યોને મળવા ગુલામ નબી આઝાદ અને મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યા હિલ્ટન હોટેલ
 

વિધાનસભા બહાર વધારાઈ સુરક્ષા

— ANI (@ANI) May 19, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news