Farmers Protest Live: શંભુ બોર્ડર પર ભારે હોબાળો, પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ફ્લાઈઓવરના સેફ્ટી બેરિયર તોડ્યા

ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શનને જોતા દિલ્હી બોર્ડરને સીલ કરવામાં આવી છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીઓની તૈનાતી કરાઈ છે. ખેડૂતો જ્યાંથી આવી શકે તે તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત સુરક્ષા કરાઈ છે. 

Farmers Protest Live: શંભુ બોર્ડર પર ભારે હોબાળો, પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ફ્લાઈઓવરના સેફ્ટી બેરિયર તોડ્યા
LIVE Blog

ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શનને જોતા દિલ્હી બોર્ડરને સીલ કરવામાં આવી છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીઓની તૈનાતી કરાઈ છે. ખેડૂતો જ્યાંથી આવી શકે તે તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત સુરક્ષા કરાઈ છે. સિંધુ બોર્ડર, ગાઝીપુર, ટિકરી, ચિલ્લા બોર્ડર, કાલિંદી કૂંજ-ડીએનડી-નોઈડા બોર્ડર પર ભીડ ભેગી થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિલ્હી, યુપી અને હરિયાણાની પોલીસે સુરક્ષા વધારી દીધી છે. આ એન્ટ્રી પોઈન્ટ પર રોડ રોલર, ક્રેન, જેસીબી, અને કાંટાળા તાર મૂકાયા છે. ખેડૂતોની એન્ટ્રી રોકવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે ભારે સંખ્યામાં અર્ધસૈનિક દળોની તૈનાતી કરાઈ છે. પોલીસે નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને ટ્રેક્ટર બસ અને બીજા વાહનોથી દિલ્હીમાં ઘૂસવા દેવામાં નહીં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

13 February 2024
15:34 PM

સેફ્ટી બેરિયર તોડી
માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ શંભુ બોર્ડર પર ફ્લાઈઓવરના સેફ્ટી બેરિયર તોડ્યા. પોલીસે ભીડને વેરવિખેર કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા. 

15:34 PM

વોટર કેનનથી પાણીનો મારો
હરિયાણા-પંજાબ શંભુ બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતોને વેરવિખેર કરવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો. 

15:23 PM

રાકેશ ટિકૈતની ચેતવણી
ખેડૂતોના આંદોલનને લઈને રાકેશ ટિકૈતે ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો લાઠીચાર્જ થયો તો આંદોલન ઉગ્ર થશે. તેમણે કહ્યું કે આ દેશ આંદોલનથી બચશે. દેશ આઝાદ થયો હતો તો 90 વર્ષ લાગ્યા હતા. આ જશે. જો આ આંદોલન સાથે છેડછાડ  કરી, લાઠીચાર્જ કર્યો તો ન તો ખેડૂતો અમારાથી દૂર છે કે ન તો અમે ખેડૂતોથી દૂર છીએ. 

14:35 PM

ખેડૂતોની અટકાયત
વિવિધ માંગણીઓને લઈને દિલ્હી ચલો વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલન દરમિયાન અરાજકતા ફેલાવવાના કારણે હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર દેખાવકારોને અટકાયતમાં લીધા.

13:15 PM

નોઇડાથી દિલ્હી તરફ ભારે વાહનોનો ટ્રાફિક અને ખેડૂતોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે દિલ્હીની સરહદો પર પોલીસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવતાં ભારે ટ્રાફિકજામ થયો છે.

 

13:14 PM

પંજાબના ખેડૂતો દિલ્હી જઈ રહ્યા હોવાથી હરિયાણાના કુરુક્ષેત્રમાં કોંક્રિટ સ્લેબ, લોખંડની ખીલીઓ, બેરિકેડ, કાંટાળા વાયરો, પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત છે.

 

13:12 PM

કેજરીવાલ સરકારે કેન્દ્રનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, કહ્યું- ખેડૂતોની માંગ વાજબી છે

બવાના સ્ટેડિયમને જેલમાં બદલવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને કેજરીવાલ સરકારે ફગાવી દીધો છે. દિલ્હી સરકારે કહ્યું છે કે ખેડૂતોની માંગ વાજબી છે. દરેક નાગરિકને બંધારણ હેઠળ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે. ખેડૂતો આ દેશના અન્નદાતા છે. અન્નદાતાને જેલમાં ધકેલી દેવાની વાત ખોટી છે. બવાના સ્ટેડિયમને જેલમાં પરિવર્તિત કરવાની પરવાનગી આપી શકાય નહીં. પંજાબ અને હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતો એમએસપી સહિતની અનેક માંગણીઓને લઈને આજે દિલ્હી સુધી કૂચ કરવાના છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરહદો પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. જેના કારણે દિલ્હીની સરહદો પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે અને લોકો કેટલાય કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા છે. ડીએનડી અને ચિલ્લા બોર્ડર પર ઘણા કિલોમીટર લાંબો જામ છે.  ગુરુગ્રામમાં પણ લોકો ટ્રાફિક જામમાં અટવાયા છે.

13:10 PM

જો તમે જામમાં ફસાઓ તો અમને જણાવોઃ CJI

CJIએ ખેડૂતોના આંદોલન પર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પત્રની નોંધ લીધી છે અને કહ્યું છે કે જો તમે જામમાં ફસાયેલા હોવ તો કૃપા કરીને અમને જણાવો. CJIએ કહ્યું કે જો કોઈ વકીલને કોર્ટમાં આવવામાં કોઈ સમસ્યા હોય તો અમને જણાવો. અમે તે મુજબ ગોઠવણ કરીશું. તમને જણાવી દઈએ કે બાર એસોસિએશને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને ખેડૂતોના આંદોલનમાં ખોટું કરનાર ખેડૂતો વિરુદ્ધ સુઓમોટો સંજ્ઞાન લેવા અને કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી.

13:02 PM

શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ, ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા

MSP સહિતની અનેક માંગણીઓ સાથે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આ દરમિયાન શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે ખેડૂતોને કાબૂમાં લેવા અને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છે. ભીડ એકઠી થતી અટકાવવા અને ભીડને કાબૂમાં રાખવા માટે RAF તૈનાત કરવામાં આવી છે.

13:08 PM

લાલ કિલ્લો બંધ કરાયો
હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે મક્કમ છે. ખેડૂતોની જીદ જોતા દિલ્હી પોલીસે સુરક્ષા કારણોસર લાલ કિલ્લો બંધ કરવાનો નિર્ણય લીધો છે. લાલ કિલ્લાના મેઈન ગેટ પર અનેક લેયરની બેરિકેડિંગ કરાઈ છે. ગેટ પર બસ, ટ્રક ઊભી રાખવામાં આવ્યા છે. જેના કારણે કોઈ ગાડી અંદર દાખલ થઈ શકે નહીં. 

13:01 PM

સરકાર ગોળીબાર કરશે, છતાં આંદોલન શાંતિપૂર્ણ રહેશેઃ ખેડૂત આગેવાન

ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરે તે પહેલા ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, 'અમે સરકાર પર વિશ્વાસ કર્યો અને 5 કલાક સુધી બેઠકમાં હાજર રહ્યા. ભારતના બે રાજ્યો પંજાબ અને હરિયાણા આંતરરાષ્ટ્રીય સરહદો બની ગઈ છે. ખેડૂતોને તેમના પાસપોર્ટ રદ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. મીટિંગમાં બેઠા હતા ત્યારે અમારા ટ્વિટર હેન્ડલ બંધ થઈ ગયા હતા. સરકાર અમને ફસાવી રાખવા માંગે છે. સરકારે અમારા માટે ખીલા લગાવ્યા છે. અમે અનાજ ઉગાડીએ છીએ. અમારું આંદોલન શાંતિપૂર્ણ છે. સરકાર ગોળી ચલાવશે, છતાં અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમારી માંગણીઓ MSP છે, ખેડૂતોની લોન માફ કરવામાં આવી નથી. મીડિયા અમારા વિશે ખોટી વાતો ફેલાવી રહ્યું છે. અમે કોંગ્રેસના સમર્થક નથી, અમે કોંગ્રેસને ભાજપની જેમ દોષિત માનીએ છીએ. નીતિઓ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવી હતી અમે ડાબેરી સમર્થકો પણ નથી. અમે ખેડૂત મજૂરોનો અવાજ ઉઠાવી રહ્યા છીએ.

12:59 PM

ખેડૂતોના 2.0 આંદોલન વિશે 10 મોટી બાબતો

1. ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની વાતચીત નિષ્ફળ
2. MSP ગેરંટી કાયદા પર કોઈ સર્વસંમતિ સાધી શકાઈ નથી
3. MSP પર સરકારની સમિતિની દરખાસ્ત
4. ખેડૂતોની દિલ્હી કૂચ કરવાની જાહેરાત
5. 2500 ટ્રેક્ટર લઈને દિલ્હી આવી રહ્યા છે ખેડૂતો
6. પંજાબ-હરિયાણા અને દિલ્હીની બોર્ડર સીલ
7. દિલ્હીની સરહદો પર ભારે પોલીસ દળ તૈનાત
8. બેરિકેડીંગ, ફેન્સીંગ અને ખીલા નાખ્યા
9. ટ્રાફિક પોલીસે ઘણી જગ્યાએ રૂટ ડાયવર્ટ કર્યા
10. દિલ્હીમાં કલમ 144 પહેલેથી જ લાગુ છે

12:58 PM

સામાન્ય લોકોને પરેશાન કરવા માંગતા નથી: ખેડૂત નેતા

ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરે તે પહેલા પંજાબના ફતેહગઢ સાહિબમાં ખેડૂત નેતા લખવિંદર સિંહે કહ્યું, 'લોકો તૈયાર છે અને મીટિંગ પણ થઈ રહી છે. અમે સામાન્ય માણસને અસુવિધા પહોંચાડવા માંગતા નથી. મીટિંગ બાદ સૂચના મળતાં જ અમે આગળ વધીશું.

 

12:57 PM

ખેડૂતોની 'દિલ્હી ચલો' માર્ચ પહેલા દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વધારાઈ.....

 

12:55 PM

ખેડૂતોને રોકવા માટે દિલ્હી પોલીસે કરી છે આવી તૈયારીઓ

 

12:55 PM

ખેડૂતોના આંદોલનના પગલે દિલ્લીની સરહદો સીલ : શુંભુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા..

 

12:54 PM

ખેડૂતોની દિલ્હી કૂચ: શંભુ બોર્ડર પર ખેડૂતો પર પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ...!

 

12:53 PM

ખેડૂતોને રોકવા પોલીસે રસ્તા પર કોંક્રિટ સ્લેબ મૂકાતા ટ્રાફિક જામની સ્થિતી....

 

12:52 PM

પંજાબના ફતેહગઢ સાહિબથી ખેડૂતોએ 'દિલ્હી ચલો' કૂચ શરૂ કરી.....

 

12:51 PM

ગાઝીપુર બોર્ડર પર ચુસ્ત સુરક્ષા, પોલીસે રસ્તા પર લગાવ્યા ખિલ્લા....!

 

 

12:50 PM

પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ માંગણીઓ સાથે દિલ્હી તરફ આગળ વધ્યા....

 

12:48 PM

પંજાબ પોલીસે ખેડૂતોને દિલ્હી તરફ જવા રાજપુરા બાયપાસ પાર કરવાની આપી મંજૂરી.....!

 

12:46 PM

ડ્રોનની મદદથી છોડવામાં આવી રહ્યા છે ટીયર ગેસ સેલ
હરિયાણા પંજાબ શંભુ બોર્ડર પર ડ્રોનની મદદથી ખેડૂતોને વેર વિખેર કરવા માટે પોલીસ ટીયર ગેસના સેલ છોડી રહી છે. 

12:45 PM

પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
એમએસપી સહિત અનેક માંગણીઓને લઈને ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આ બધા વચ્ચે શંભુ  બોર્ડર પર પોલીસ અને ખેડૂતોની વચ્ચે ઘર્ષણ થયો છે. ખેડૂતોને કાબૂ કરવા અને વેરવિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે. ભીડ ભેગી  થતી રોકવા ને ભીડને કાબૂમાં લેવા માટે આરએએફ લગાવવામાં આવ્યા છે. 

Trending news