Farmers Protest Live Update: ખેડૂત આંદોલનમાં એક કિસાનનું મોત, હાર્ટ એટેકના કારણે ગયો જીવ

Farmers Protest Bharat Bandh Live Update: ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ટ્રક અને ટ્રેડ યુનિયનો પણ ખેડૂતોના સમર્થનમાં છે. ખેડૂતોના સમર્થનમાં પંજાબના ખાનગી બસ ઉદ્યોગે પણ ખાનગી બસો બંધ રાખવાની જાહેરાત કરી છે. આ બંધમાંથી ફક્ત ઈમરજન્સી વ્હીકલ્સને જ છૂટ મળશે. પંજાબથી લઈને હરિયાણા અને દિલ્હીથી લઈને યુપી સુધી હાઈએલર્ટ  જાહેર કરાયો છે. 

Farmers Protest Live Update: ખેડૂત આંદોલનમાં એક કિસાનનું મોત, હાર્ટ એટેકના કારણે ગયો જીવ
LIVE Blog

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

16 February 2024
12:35 PM

ખેડૂતનું મોત
કિસાન આંદોલન દરમિયાન એક ખેડૂતનું મોત થયું છે. 63 વર્ષના જ્ઞાન સિંહનું હાર્ટ એટેકથી મોતના સમાચાર છે. ગુરુવાર સાંજે તબિયત બગડતા તેમને રાજિન્દરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્ઞાન સિંહનો પાર્થિવ દેહ શંભુ બોર્ડર પર લાવવામાં આવ્યો છે. 
 

10:31 AM

ચિલ્લા બોર્ડર ઉપર પણ ટ્રાફિકની સ્થિતિ વકરી
ચિલ્લા બોર્ડર ઉપર પણ ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. 
 

10:29 AM

ગાઝીપુર બોર્ડર પર ટ્રાફિક જામ
ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપેલું છે. ગાઝીપુર બોર્ડર પર હાલ ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. 

09:50 AM

ખેડૂતોની માંગણીને કોંગ્રેસનું સમર્થન
ખેડૂતો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધના આહ્વાન પર  કોંગ્રેસ મહાસચિવ (સંચાર) જયરામ રમેશે કહ્યું કે અમે તેનું સમર્થન કર્યું છે. માત્ર ખેડૂતો નહીં, પરંતુ શ્રમિકોની માંગણીઓનું પણ અમે સમર્થન કરીએ છીએ. મોદી સરકાર ખેડૂતોની સાથે જે પ્રકારે વ્યવહાર કરી રહી છે તે અફસોસજનક છે. મોદી સરકારની વિશેષતા એ છે કે તેઓ ફાળો આપનારાઓનું સન્માન અને અન્નદાતાઓનું અપમાન કરે છે. 

09:49 AM

મક્કમ છે ખેડૂતો
આ વાતચીતમાં કિસાન નેતા MSP થી નીચે માનવા તૈયાર થયા નહીં. જેના કારણે બેઠકમાં કોઈ સહમતિ બની નહી. કિસાન નેતાઓએ વાર્તા દરમિયાન મંત્રીઓને કહ્યું કે દેખાવકારો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. દિલ્હી બોર્ડર પર અમારું ઈન્ટરનેટ બંધ કરી દેવાયું. ખેડૂતોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવાયા. ખેડૂતોએ મીટિંગમાં પરાલીથી થતા પ્રદૂષણનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ખેડૂતોની જમીન પર  પરાલી બાળવાના કારણે રેડ એન્ટ્રીમાં ન નાખવામાં આવે. મંત્રી પીયુષ ગોયલ, અર્જૂન મુંડા અને નિત્યાનંદ રાયે તેમની વાતો ધ્યાનથી સાંભળી અને આંદોલન ખતમ કરવાની અપીલ કરી. પરંતુ ખેડૂત નેતાઓએ એમએસપી પર લેખિત ગેરંટી ન મળવા સુધી પાછળ હટવાનો ઈન્કા કરી દીધો. જો કે કેન્દ્ર સરકાર અને ખેડૂત યુનિયનો વચ્ચે બેઠક પૂરી થયા બાદ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે. અમે કોઈ છેડછાડ કરીશું નહીં. અમારા તરફથી કશું કરવામાં આવશે નહીં. આ અમે ખેડૂતોને પણ અપીલ કરીશું.

09:48 AM

સરકાર સાથે વાતચીત
ખેડૂતોની સરકાર સાથે બેઠક 15 ફેબ્રુઆરીના રોજ રાતે 8.30 વાગે શરૂ થઈ અને પાંચ કલાક બાદ લગભગ 1.30 વાગે પૂરી થઈ. કેન્દ્રીય મંત્રી અર્જૂન મુંડાએ કહ્યું કે સરકાર અને ખેડૂત સંગઠનો સાથે વાતચીત ખુબ સારા માહોલમાં સકારાત્મક ચર્ચા થઈ છે. ખેડૂતો સંગઠનોએ જે વિષયો પર કહ્યું છે તેને ગંભીરતાથી લેતા વિસ્તારપૂર્વક ચર્ચા થઈ. આગામી બેઠક રવિવારે થશે અને આગળની ચર્ચા ચાલુ રખાશે.

09:47 AM

સવારે 6 વાગ્યાથી બંધ ચાલુ
ટેકાના ભાવ (MSP)ની ગેરંટી અંગે કાયદાની માંગણી કરી રહેલા ખેડૂત સંગઠનોએ મજૂર યુનિયનો સાથે મળીને આજે ભારત બંધ (ગ્રામીણ)નું આહ્વાન કરેલું છે. આ બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4 વાગ્યા સુધી રહેશે.

Trending news