અરૂણ જેટલીને મળ્યા બાદ માની ગયા રામવિલાસ પાસવાન, હવે નીતીશ કુમાર સાથે થશે બેઠક

જાણવા મળી રહ્યું છે કે, અરૂણ જેટલી સાથે થયેલી બેઠકમાં રામવિલાસ પાસવાન માની ગયા છે. આ સાથે નીતીશ કુમાર પણ દિલ્હી પહોંચી ગયા છે. 
 

 અરૂણ જેટલીને મળ્યા બાદ માની ગયા રામવિલાસ પાસવાન, હવે નીતીશ કુમાર સાથે થશે બેઠક

નવી દિલ્હીઃ એનડીએમાં સીટ વહેંચણીને લઈને ઝડપથી નિર્ણય ન લેવા પર સહયોગી પાર્ટી એલજેપીએ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે અરૂણ જેટલી બંન્ને રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાનને મનાવવામાં લાગી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, રામવિલાસ પાસવાન સાથે અત્યાર સુધી બે બેઠક થઈ ગઈ છે. તો બીજીતરફ માહિતી મળી રહી છે કે, અરૂણ જેટલી સાથે યોજાયેલી બેઠક બાદ રામવિલાસ પાસવાન માની ગયા છે. હવે નીતીશ કુમાર પણ દિલ્હી પહોંચી ગયા છે તો માનવામાં આવી રહ્યું છે કે, આવતીકાલે એનડીએના સહયોગી પાર્ટી જેડીયૂ, ભાજપ અને એલજેપી બેઠક કરશે. 

રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાનની સાથે અમિત શાહ અને અરૂણ જેટલીની બેઠકો ગુરૂવારે સાંજે થઈ હતી. પરંતુ બેઠક બાદ કંઇ સ્પષ્ટ થઈ શક્યું ન હતું. રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાને મીડિયાના કોઈપણ સવાલોનો જવાબ ન આપ્યો અને તેના ચહેરા પર ખુશી જોવા ન મળી હતી. 

તો શુક્રવારે અરૂણ જેટલી સાથે રામવિલાસ પાસવાન અને ચિરાગ પાસવાનની બીજી બેઠક યોજાઇ હતી. ત્યારબાદ જાણવા મળી રહ્યું છે કે, રામવિલાસ પાસવાન માની ગયા છે. લગભગ જેટલી તેમને મનાવવામાં સફળ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટ પણ સામે આવ્યું નથી કે, એલજેપીનો માર્ગ ક્યો હશે. 

રામવિલાસ પાસવાનના ભાઈ રામચંદ્ર પાસવાને કહ્યું કે, કોર કમિટીની બેઠકમં હું જાહર હતો. તેમણે કહ્યું કે, અમારી જે ચિંતાઓ હતી તે દૂર કરવાનો ભાજપે પ્રયત્ન કર્યો છે અને અમને સન્માન આપ્યું છે. હું પોતે પાર્લામેન્ટની તે બેઠકમાં હાજર હતો અને હું કરી શકું કે બધુ યોગ્ય છે. 

તેમણે કહ્યું કે, એલજેપી પાર્લિયામેન્ટ્રી બોર્ડના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે, અમારી જે ચિંતાઓ છો અને ભાજપ તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જે રીતે ગઈકાલે અરૂણ જેટલી અને અમિત શાહે અમારી વાત સાંભળી, અમાપી ચિંતા સાંભળી ત્યારબાદ તે નક્કી છે કે, વાતચીત હજુ ચાલુ છે અને સારો માહોલ છે. 

તો નીતીશ કુમાર પણ દિલ્હી પહોંચી ગયા છે. પરંતુ તેમની બેઠક આજે યોજાશે નહીં. જાણવા મળી રહ્યું છે કે, નીતીશ કુમાર, રામવિલાસ પાસવાન અને અમિત શાહની શનિવારે મુલાકાત થઈ શકે છે. જેનાથી તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. સીટોને લઈને પણ તમામ વાત થઈ જશે, કારણ કે, બિહાર એનડીએના તમામ મુખ્ય નેતા હાજર રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news