આ ઉમેદવાર છે સૌથી ગરીબ, માત્ર 2 રૂપિયા છે સંપત્તિ, જાણો કોણ છે સૌથી ધનિક..છઠ્ઠા તબક્કાના મતદાનના ઉમેદવારોને જાણો

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં ચૂંટણી લડી રહેલા લગભગ 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે. ઉમેદવારોની વિગતો વિશે ખાસ જાણો.

આ ઉમેદવાર છે સૌથી ગરીબ, માત્ર 2 રૂપિયા છે સંપત્તિ, જાણો કોણ છે સૌથી ધનિક..છઠ્ઠા તબક્કાના મતદાનના ઉમેદવારોને જાણો

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં ચૂંટણી લડી રહેલા લગભગ 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે. ઉમેદવારોની વિગતો વિશે ખાસ જાણો. કોણ છે સૌથી કરોડપતિ ઉમેદવાર અને કોણ છે સૌથી ગરીબ ઉમેદવાર...

આ છે સૌથી કરોડપતિ ઉમેદવાર
ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના વિશ્લેષણમાં કહેવાયું છે કે 25મી મેના રોજ છઠ્ઠા તબક્કાના મતદાનમાં જે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે તેમાં સૌથી વધુ સંપત્તિ કુરુક્ષેત્રથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર નવીન જિંદાલની છે. જેમણે 1241 કરોડની સંપત્તિ જાહેર કરી છે અને ત્યારબાદ સંતૃપ્ત મિશ્રાની 482 કરોડ રૂપિયાની તથા સુશીલ ગુપ્તાની 169 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 

લોકસભા ચૂંટણી લડી રહેલા 866 ઉમેદવારોમાંથી 338 (39 ટકા) કરોડપતિ છે અને લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પ્રતિ ઉમેદવાર સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયાની છે. છઠ્ઠા  તબક્કામાં બીજુ જનતા દળ (બીજેડી)ના તમામ 6 ઉમેદવારો, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને જેડીયુના તમામ ચાર-ચાર ઉમેદવાર, ભાજપના 51માંથી 48 (94 ટકા), આમ આદમી પાર્ટીના પાંચમાંથી ચાર (80 ટકા) ઉમેદવારોએ એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરેલી છે. 

આ છે સૌથી ગરીબ ઉમેદવાર

- સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં રોહતકથી અપક્ષ ઉમેદવાર માસ્ટર રણધીર સિંહ સામેલ છે. જેમણે 2 રૂપિયા સંપત્તિ જાહેર કરી છે. 
- ત્યારબાદ પ્રતાપગઢથી એસયુસીઆઈ(સી)ના ઉમેદવાર  રામ કુમારે યાદવે 1686 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. 
- લગભગ 411 (47 ટકા) ઉમેદવારોએ પોતાના સોગંદનામામાં દેવાની જાહેરાત કરી છે. 
- એડીઆરના રિપોર્ટ મુજબ 866 ઉમેદવારમાંથી લગભગ 180 (21 ટકા) ઉમેદવારોએ પોતાના વિરુદ્ધ ક્રિમિનલ કેસોની વિગતો જાહેર કરેલી છે અને 866માંથી 141 (16 ટકા)એ પોતાના વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસોની વિગતો આપેલી છે. 

12 ઉમેદવારો રહી ચૂક્યા છે દોષિત

- રિપોર્ટ મુજબ ઓછામાં ઓછા 12 ઉમેદવારોએ એવા કેસોની જાહેરાત કરી છે જેમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને 6 ઉમેદવારોએ પોતાના વિરુદ્ધ હત્યા (આઈપીસીની કલમ 302) સંબંધિત કેસ જાહેર કર્યા છે. 
- એડીએઆરએ કહ્યું કે 21 ઉમેદવારોએ પોતાના વિરુદ્ધ હત્યાની કોશિશ (આઈપીસીની કલમ 307) સંબંધિત કેસ જાહેર કર્યા છે અને 24 ઉમેદવારોએ મહિલાઓ વિરુદ્ધ ગુના સંબંધિત કેસ જાહેર કર્યા છે. 
- રિપોર્ટ મુજબ 16 ઉમેદવારોએ નફરત ફેલાવનારા ભાષણ સંબંધિત કેસની વિગતો જાહેર કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news