Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી કોણ જીતશે? પોપટે કરી 'ભવિષ્યવાણી' તો માલિક મોટી મુશ્કેલીમાં

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આવામાં તમામ રાજકીય પક્ષો જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે તમિલનાડુની કુડ્ડાલોર લોકસભા સીટ માટે ભવિષ્યવાણી કરનારા એક પોપટના માલિકની પોલીસે ધરપકડ કરી લીધી છે.

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી કોણ જીતશે? પોપટે કરી 'ભવિષ્યવાણી' તો માલિક મોટી મુશ્કેલીમાં

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આવામાં તમામ રાજકીય પક્ષો જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે તમિલનાડુની કુડ્ડાલોર લોકસભા સીટ માટે ભવિષ્યવાણી કરનારા એક પોપટના માલિકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ પોપટ લોકોને ભવિષ્ય બતાવતો હોવાનો દાવો કરાતો હતો. વાત જાણે એમ છે કે પોપટે કુડ્ડાલોર લોકસભા સીટથી કોણ જીતશે એ અંગે ભવિષ્યવાણી કરી હતી. ત્યારબાદ પોપટને કેદમાં રાખવાના આરોપ સર તેના માલિક સેલ્વરાજની ધરપકડ થઈ છે. 

શું છે આરોપ?
આ ચોંકાવનારા કિસ્સામાં પોપટના માલિક પર તેને કેદમાં રાખવાનો આરોપ લાગ્યો છે. વન રેન્જર જે રમેશે દાવો કર્યો છે કે પોપટને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ 'અનુસૂચિત II પ્રજાતિ'માં વર્ગીકૃત કરાયેલો છે અને તેને કેદમાં રાખવો એક ગુનો છે. વન અધિકારીઓએ કહ્યું કે સેલ્વરાજને ચેતવણી અને દંડ બાદ છોડી મૂકવામાં આવશે. 10 હજાર રૂપિયા સુધી દંડ થઈ શકે છે. જ્યોતિષ સેલ્વરાજને એ વાતનો અંદાજો પણ નહતો કે રવિવારે જ્યારે તે અને તેનો સાથી (પોપટ) જીતની ભવિષ્યવાણી કરીને ચર્ચામાં આવ્યા તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. એવું પણ કહેવાય છે કે આ પોપટે INDIA ગઠબંધનના હરિફ PMK ઉમેદવારના જીતવાની વાત કરી હતી. 

19 એપ્રિલે મતદાન
તમિલનાડુની કુડ્ડાલોર લોકસભા બેઠક પર 19 એપ્રિલના રોજ મતદાન થશે. કુડ્ડાલોર લોકસભા બેઠક પર નામાંકન પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. હવે મતદાનની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં સૌથી પહેલા તમામ રાજકીય પક્ષો ગ્રાઉન્ડ સ્તરે પોતાને મજબૂત કરવામાં લાગ્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠકથી ડીએમકેના ટીઆરવીએસ રમેશે પીએમકેના ડોક્ટર આર  ગોવિંદસ્વામીને લગભગ દોઢ લાખ મતના અંતરથી હરાવ્યા હતા. આ વખતે ચૂંટણીમાં ભાજપ અને પીએમકે વચ્ચે ગઠબંધન છે અને પીએમકેએ થંકર બચનને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ-ડીએમકે વચ્ચે થયેલી ડીલ હેઠળ આ સીટ કોંગ્રેસને ફાળે આવી છે અને પાર્ટીએ એમ કે વિષ્ણુપ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news