Phalodi Satta Market Prediction: ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, ભાજપનો 'ગઢ' એવા આ રાજ્યમાં કોંગ્રેસ ચોંકાવી શકે

લોકસભા ચૂંટણીના મતદાનના પાંચ તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. હવે માત્ર બે તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે જાત જાતની આગાહીઓ અને દાવાઓ સામે આવી રહ્યા છે. જેમાંથી એક છે ફલૌદી સટ્ટા બજારની આગાહીઓ. જેમ જેમ મતદાનનો તબક્કો પસાર થાય તેમ આગાહીઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.
Phalodi Satta Market Prediction: ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી, ભાજપનો 'ગઢ' એવા આ રાજ્યમાં કોંગ્રેસ ચોંકાવી શકે

Phalodi Satta Bazar : લોકસભા ચૂંટણીના મતદાનના પાંચ તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. હવે માત્ર બે તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે જાત જાતની આગાહીઓ અને દાવાઓ સામે આવી રહ્યા છે. જેમાંથી એક છે ફલૌદી સટ્ટા બજારની આગાહીઓ. જેમ જેમ મતદાનનો તબક્કો પસાર થાય તેમ આગાહીઓમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.

આ વખતે ફલૌદી સટ્ટા બજારની ભાજપની જ્યાં સત્તા છે તે મધ્ય પ્રદેશની તમામ 29 બેઠકો માટે લેટેસ્ટ આગાહી સામે આવી છે અને તે પણ ખુબ ચોંકાવનારી છે. મધ્ય પ્રદેશની તમામ બેઠકો પર મતદાન થઈ ગયું છે અને હવે 4 જૂને પરિણામ ખબર પડશે કે રાજ્યની પ્રજાએ કોના પર પસંદગી ઉતારી છે. આ બધા વચ્ચે ફલૌદી સટ્ટા બજારનો જે લેટેસ્ટ દાવો સામે આવ્યો છે તે પણ જાણી લઈએ. 

ફલૌદી સટ્ટા બજારની નવી આગાહી
ફલૌદી સટ્ટા બજારની લેટેસ્ટ આગાહી મુજબ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટમાં સટ્ટા બજારના સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે મધ્ય પ્રદેશની 7 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. આ સીટોમાં છિંદવાડા, રાજગઢ, ઝાબુઆ, મંડલા, સતના, ગ્વાલિયર, અને મુરૈના હોવાનું કહેવાય છે.

જો કે આમ છતાં ફલૌદી સટ્ટા બજારના બુકીઓ ભાજપને 29માંથી 27 બેઠકો આપી રહ્યા છે. જ્યારે કોંગ્રેસને 2 સીટ. અત્રે જણાવવાનું કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રદેશની 28 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસને ફક્ત એક બેઠક મળી હતી છિંદવાડા. 

વિધાનસભા ચૂંટણીની કરી હતી ભવિષ્યવાણી
ફલૌદી સટ્ટા બજારના દાવાઓની વાત કરીએ તો ગત વર્ષે થયેલી મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ફલૌદી સટ્ટા બજારનો દાવો સામે આવ્યો હતો જે ખુબ સટીક બેઠો હતો. ત્યારે સટ્ટા બજારે પહેલેથી જ દાવો કર્યો હતો કે ભાજપની પાંચમી વખત મધ્ય પ્રદેશમાં સરકાર બની રહી છે અને પૂર્ણ બહુમત સાથે સરકાર બની રહી છે. બન્યું હતું પણ બરાબર એમ. 

શું છે ફલૌદી સટ્ટા બજાર
ફલૌદી રાજસ્થાનનો એક જિલ્લો છે જ્યાં દેશભરના રાજ્યોમાં થનારી ચૂંટણીઓ અંગે સટ્ટો લાગે છે. એવું પણ કહેવાય છે કે અહીંનું આકલન બિલકુલ સટીક હોય છે. આ કારણે ફલૌદી સટ્ટા બજાર દેશ અને દુનિયામાં હંમેશા ચર્ચામાં રહે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. તેમજ સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો કોઈ જ હેતુ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news