Lok Sabha Election 2024: આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયા

લોકસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. એટલે કે આજે 26 એપ્રિલના રોજ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 88 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં રાહુલ ગાંધી અને હેમા માલિની સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.

Lok Sabha Election 2024: આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયા

લોકસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. એટલે કે આજે 26 એપ્રિલના રોજ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 88 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં રાહુલ ગાંધી અને હેમા માલિની સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. આજના ઉમેદવારોની વાત કરીએ તો સૌથી અમીર ઉમેદવાર કર્ણાટક કોંગ્રેસના નેતા વેંકટરમણ ગૌડા છે. તેમની પાસે 622 કરોડની સંપત્તિ છે. જ્યારે સૌથી ગરીબ ઉમેદવાર પાસે ફક્ત 500 રૂપિયા છે.

આ બેઠકો માટે મતદાન
સવારે 7 વાગ્યાના ટકોરે 88 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું. આજે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 88 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં કેરણની વાયનાડ લોકસભા બેઠક પણ સામેલ છે જ્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 28માંથી 14 બેઠકો, રાજસ્થાનની 13 બેઠક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 8-8 બેઠકો, મધ્ય પ્રદેશની 6 સીટ, અસમ અને બિહારની 5-5 સીટ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની 3-3 સીટ પર મત પડશે. આ ઉપરાંત મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં એક-એક બેઠક પર મતદાન થશે. બીજા તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું હતું પરંતુ મધય્ પ્રદેશની બૈતૂલ બેઠક પર બસપાના એક ઉમેદવારનું નિધન થવાથી હવે ત્યાં ત્રીજા તબક્કામાં મતદાન  થશે. બીજા તબક્કામાં 1202 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. 

ગઈ ચૂંટણીમાં કોણ હતું હાવિ
2019ની લોકસભા ચૂંટણીમાં આમાંથી 56 સીટો ભાજપના નેતૃત્વવાળા એનડીએને ફાળે ગઈ હતી. જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોને 24 બેઠકો મળી હતી. આજે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, ભાજપના તેજસ્વી સૂર્યા, હેમા માલિની, અરુણ ગોવિલની સાથે સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને શશિ થરૂરની લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 

આજના 5 અમીર ઉમેદવારો
- કર્ણાટકના કોંગ્રેસના નેતા વેંકટરમણ ગૌડાને લોકો સ્ટાર ચંદ્રુ પણ કહે છે. બીજા તબક્કાના મતદાનમાં તેઓ સૌથી અમીર ઉમેદવાર છે. તેમના સોંગદનામા મુજબ ગૌડા પાસે 622 કરોડની સંપત્તિ છે. તેઓ એચડી કુમારસ્વામી સામી ચૂંટણી લડી રહ્યા છે. 

- બીજા સૌથી અમીર ઉમેદવાર કર્ણાટકના કોંગ્રેસ સાંસદ ડી કે સુરેશ છે. તેમની પાસે 593 કરોડની સંપત્તિ છે. સુરેશ કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી કે શિવકકુમારના નાના ભાઈ છે. તેઓ ત્રણવાર સાંસદ રહ્યા છે અને એકવાર ફરીથી બેંગલુરુ ગ્રામીણથી ચૂંટણી લડી રહ્યા છે. 

- ભાજપના સાંસદ હેમા માલિની એકવાર ફરીથી મથુરાથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાસે 278 કરોડની સંપત્તિ છે. 

- લિસ્ટમાં ચોથું નામ મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા સંજય શર્માનું છે. તેમની પાસે 232 કરોડની સંપત્તિ છે. 

- કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી પાંચમા નંબરે છે તેમણે પોતાની 217 કરોડની સંપત્તિ જાહેર કરી ચે. 

5 સૌથી ગરીબ ઉમેદવાર

- મહારાષ્ટ્રની નાંદેડ બેઠકથી અપક્ષ ચૂંટણી લડી રહેલા લક્ષ્મણ પાટિલ પાસે ફક્ત 500 રૂપિયા છે. 

- કેરળની કાસરગોડ સીટથી રાજેશ્વરી કે આર પણ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સંપત્તિ ફક્ત 1000 રૂપિયા છે. 

- ત્રીજા નંબર પર પી એમ દીપાંશ છે જેઓ અમરાવતીથી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ફક્ત 1400 રૂપિયા સંપત્તિ જાહેર કરી છે. 

- ચોથા નંબરે દલિત ક્રાંતિ દળના નેતા શહનાઝ બાનો રાજસ્થાનની જોધપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમણે 2000 રૂપિયા સંપત્તિ જાહેર કરી છે. 

- કેરળની કોટ્ટયમ સીટથી લેફ્ટ પાર્ટીના નેતા વી પી કોચુમન પાંચમા નંબરે છે જેમણે 2230 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news