સપા-બસપાના ગઠબંધનથી છંછેડાયેલ કોંગ્રેસના ફુંફાડા, UPમાં એકલા હાથે લડશે ચૂંટણી
કોંગ્રેસ ઉત્તરપ્રદેશ પ્રભારી ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં તમામ 80 સીટો પર ચૂંડણી લડીશું
Trending Photos
લખનઉ : સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનમાં જોડાયા બાદ એકલી પડેલી કોંગ્રેસ હવે ફુંફાડા મારી રહ્યું છે. પોતાની રણનીતિ બનાવવાની શરૂઆત કરી દીધી છે. રવિવારે પાર્ટી પ્રદેશ મુખ્યમથક પર પ્રભારી ગુલામ નબી આઝાદ, પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર સહિત પ્રદેશનાં ટોપનાં નેતાઓએ બેઠક યોજી. આ દરમિયાન આઝાદે કહ્યું કે, અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંપુર્ણ શક્તિ સાથે અમારી વિચારધારાનું પાલન કરતા ચૂંટણી લોકસભામાંથી જ લડીશું અને ભારતીય જનતા પાર્ટીને પરાજીત કરીશું. અમે ઉત્તરપ્રદેશની તમામ 80 સીટો પર ચૂંટણી લડીશું. અમારી સંપુર્ણ તૈયારી છે. પરિણામો ચોંકાવનારા હશે.
સમગ્ર વિશ્વ જાણે છે કે સંસદની લડાઇ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. અમે તે દળોનું સમર્થન લઇશું જે અમારી મદદ કરશે. આ લડાઇમાં અમે તે તમામ દળોનું સન્માન કરીએ છીએ જે આ લડાઇમાં આગળ વધ્યા. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સિદ્ધાંતોની લડાઇ છે. આ કોઇ વ્યક્તિગત્ત લડાઇ નથી આ ભારતને એક રાખવા માટેની લડાઇ છે. દેશ મજબુત ત્યારે બનશે જ્યારે સરકાર પર તમામ સમુદાય, તમામ વર્ગોનો વિશ્વાસ અને ભરોસો હોય. પાર્ટી તે હોય છે જે પોતાની પાર્ટીનું નુકસાન સહન કરી લે, પરંતુ રાષ્ટ્રનું નુકસાન ન સહે.
ગુલામ નબી આઝાદે કોંગ્રેસના ઇતિહાસને જણાવતા કહ્યું કે, લોકો કુર્બાનીઓ આપીને ભારતને સ્વતંત્ર કરાવ્યો છે. આઝાદી બાદ પહેલી કોંગ્રેસ સરકારે સૌથી પહેલુ કામ સેંકડો ટુકડાઓમાં વહેંચાયેલા દેશને એકત્ર કરીને ભારત બનાવવાનું કર્યું. પંડિત નેહરૂની સરકારે સંવિધાન બનાવ્યો અને તમામ ધર્મોને સમાન અધિકાર આપ્યો. તેમમે કહ્યું કે, અમે આઝાદી પહેલા પણ, ગરીબો, મહિલાઓ અને દલિતો માટે કામ કર્યું અને આઝાદી પચી પણ માળખાગત્ત સુવિધાઓ સાથે સામાજિક અધિકાર આપ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે