NCPનું ચૂંટણી વચન, સત્તામાં આવ્યા તો પાકિસ્તાન સાથે શરૂ કરશું વાતચીત

પુલવામા હુમલા અને ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બંને દેશોની વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. આ વચ્ચે લોકસભા ચૂંટણી 2019ને લઇને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની તરફથી જાહેર ઘોષણાપત્રમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વાત કરવામાં આવી છે.

NCPનું ચૂંટણી વચન, સત્તામાં આવ્યા તો પાકિસ્તાન સાથે શરૂ કરશું વાતચીત

નવી દિલ્હી: પુલવામા હુમલા અને ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બંને દેશોની વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. આ વચ્ચે લોકસભા ચૂંટણી 2019ને લઇને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની તરફથી જાહેર ઘોષણાપત્રમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વાત કરવામાં આવી છે. ઘોષણા પત્રમાં એએનસીપીએ કહ્યું કે, જો તે સત્તામાં આવે છે તો પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વાત કરી છે.

લોકસભા ચૂંટણી માટે સોમવારે પોતાનું ઘોષણા-પત્ર જાહેર કરી દીધુ અને નાના તથા મધ્યમ આકવવર્ગના ખેડૂતો માટે પૂર્ણ દેવુ માફની સાથે પાકિસ્તાન સાથે વાતચીત ફરી શરૂ કરવાની વાત કરી છે. પાર્ટી કાર્યાલયમાં આ ઘોષણા-પત્ર જાહેર કરતા જ NCP મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા ડી પી ત્રિપાઠીએ કહ્યું કે પાર્ટીનો પ્રયાસ હશે કે કાશ્મીર ઘાટીમાં કટ્ટરપંથીની તરફ આગળ વધતા યુવાઓનો યોગ્ય માર્ગ પર લાવવામાં આવે અને તે લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેઓ આ લોકોના મનમાં નફરત ભરવામાં સામેલ છે.

શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટી મહારાષ્ટ્રમાં 20 બેઠક પર ચૂંટણી લડવાની સાથે જ લક્ષદ્વીપ, બિહાર, ઓડિશા, મેઘાલય અને મણિપૂરમાં એક-એક બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.

ત્રિપાઠીએ કહ્યું, ગ્રામીણ વિસ્તારમાં કામ કરી રહેલા વિભિન્ન સંગઠનોના આંકડા અનુસાર 90 હજારથી વધારે લોકોએ આપઘાત કર્યો છે જેમાંથી વધારે તો ખેડૂતો હતા. અમે નાના અને મધ્યમ આવકવર્ગના ખેડૂતો માટે સંપૂર્ણ દેવુ માફી કરીશું. પાર્ટીનો ઘોષણા પત્ર મુંબઇમાં જાહેર કરવામાં આવ્યો હતો.

ત્રિપાઠીએ કહ્યું કે, પાકિસ્તાનની સાથે ખાસ રીતે આતંકવાદના મદ્દા પર વાતચીત ફરીથી શરૂ કરવી બંને દેશોના સંબંધોમાં સુધારા માટે જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news