હંસરાજ હંસ મુદ્દો: કેજરીવાલે ECને કહ્યું આચાર સંહિતાનું કોઇ જ ઉલ્લંઘન નહી

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, તેમના કાર્યાલયને કારણ દર્શક નોટિસનો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી જવાબ મળી ચુક્યો છે

હંસરાજ હંસ મુદ્દો: કેજરીવાલે ECને કહ્યું આચાર સંહિતાનું કોઇ જ ઉલ્લંઘન નહી

નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઇઓ)એ સોમવારે કહ્યું કે, તેમના કાર્યાલયને કારણદર્શક નોટિસ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જવાબ મળી ચુક્યો છે. આ નોટિસ ભાજપ નેતા વિજેન્દર ગુપ્તા અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર હંસરાજ હંસની ફરિયાદને ધ્યાને રાખીને હાલમાં જ ઇશ્યું કરવામાં આવી હતી. 

હંસરાજ હિંસના મુદ્દે કેજરીવાલ ઉપરાંત સીઇઓ કાર્યાલયની તરફથી નોટિસ આપ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ અને આપ ઉમેદવાર ગુગન સિંહને પણ મોકલવામાં આવી હતી. આ તમામને પોતાનાં જવાબ શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આપવાનાં હતા. દિલ્હીનાં સીઇઓ રણબીર સિંહે પત્રકારોને જણાવ્યું કે, હંસરાજ હંસના મુદ્દે અમે કેજરીવાલની તરફથી જવાબ મળી ગયો અને તેમણે પોતાનાં જવાબમાં કહ્યું કે, આચાર સંહિતાનું કોઇ ઉલ્લંઘન નથી થયું. તેમણે કહ્યું કે, અમે જવાબ ચૂંટણી પંચને મોકલી આપ્યો છે. 

રાહુલ ચોર કહે તો યોગ્ય પરંતુ PM મોદી ચોર કહે તો આચાર સંહિતાનું ઉલ્લંઘન: જેટલી
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેજરીવાલ અને અન્ય પાસે જવાબ માંગ્યો હતો. પંચે જવાબ તે લોકો પાસે માંગ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2014માં તેમણે ઇસ્લામ અંગીકાર કરી લીધો હતો. આ લોકો પાસે જવાબ તે દાવો કરવા માટે પણ માંગવામાં આવ્યા હતા કે હંસરાજ હંસ આ ચૂંટણી નથી લડી શકતા કારણ કે આ સીટ અનુસૂચિત જાતી માટે અનામત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news