Love Jihad: ગેમિંગ એપ બાદ સ્નેપચેટથી બ્રેઈનવોશ! UP થી મહારાષ્ટ્ર સુધી ધર્માંતરણમાં કેટલાની સંડોવણી?

Love Jihad Case: દેશના અનેક ભાગોથી ધર્માંતરણના સમાચાર સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ ચોંકી ગઈ છે. યુપીથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી ઝારખંડ સુધી લવ જેહાદ અને ફોસલાવીને ધર્માંતરણની ખબરો આવી રહી છે. યુપીના ગાઝિયાબાદમાં ગેમિંગની આડમાં ધર્માંતરણ કરાવનારી ગેંગનો ખુલાસો થયા બાદ હવે સંભલમાં સોશિયલ મીડિયા દ્વારા એક સગીરા પર ધર્માંતરણનું દબાણ કરવાનો કેસ સામે આવ્યો છે.

Love Jihad: ગેમિંગ એપ બાદ સ્નેપચેટથી બ્રેઈનવોશ! UP થી મહારાષ્ટ્ર સુધી ધર્માંતરણમાં કેટલાની સંડોવણી?

Love Jihad Case: દેશના અનેક ભાગોથી ધર્માંતરણના સમાચાર સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ ચોંકી ગઈ છે. યુપીથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી ઝારખંડ સુધી લવ જેહાદ અને ફોસલાવીને ધર્માંતરણની ખબરો આવી રહી છે. યુપીના ગાઝિયાબાદમાં ગેમિંગની આડમાં ધર્માંતરણ કરાવનારી ગેંગનો ખુલાસો થયા બાદ હવે સંભલમાં સોશિયલ મીડિયા દ્વારા એક સગીરા પર ધર્માંતરણનું દબાણ કરવાનો કેસ સામે આવ્યો છે. પોલીસે સગીરા પર ધર્માંતરણનો દબાવ કરનારા આરોપી મુસ્લિમ યુવકની ધરપકડ કરી છે. આ યુવક પર આરોપ છે કે તેણે એક સગીરા સાથે સોશિયલ મીડિયા એપ સ્નેપચેટ દ્વારા મિત્રતા કરી અને ત્યારબાદ તેના પર કથિત રીતે ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કર્યું. મહારાષ્ટ્રનો આ આરોપી ધર્માંતરણ કરાવવાના ષડયંત્ર  હેઠળ જ્યારે સંભળના ચંદૌસી પહોંચ્યો તો પોલીસે તેની ધરપકડ કરી લીધી. યુવક પાસે બુરખો પણ મળી આવ્યો છે. 

ગેમિંગ એપ દ્વારા ધર્માંતરણ
જો કે આરોપી સદામે ધર્માંતરણનું ષડયંજ્ઞ રચવાના આરોપને નકાર્યો છે. તેણે દાવો કર્યો કે તે છોકરીને પ્રેમ કરે છે અને ફક્ત મળવા માટે મહારાષ્ટ્રથી સંભલ આવ્યો હતો. આ બધા વચ્ચે ગાઝિયાબાદમાં ગેમિંગ એપ દ્વારા ધર્માંતરણના કેસમાં પોલીસને માસ્ટરમાઈન્ડ શાહનવાઝ મક્સૂદ ઉર્ફે બદ્દોની માહિતી મળી છે જે થાણાનો રહીશ છે. પોલીસની ટીમ મહારાષ્ટ્ર પણ ગઈ છે પરંતુ બદ્દો શાઝિયા એપાર્ટમેન્ટ સ્થિત પોતાના ઘરેથી ફરાર છે. 

પાકિસ્તાન સાથે જોડાયા ધર્માંતરણના તાર
એવું કહેવાય છે કે ગેમિંગ એપની આડમાં ધર્માંતરણના આ મોડ્યૂલે સેંકડો લોકોનું બ્રેઈન વોશ કર્યું. આરોપ છે કે આ ગેંગે સેંકડો લોકોનું ધર્માંતરણ કરાવ્યું. જેમાંથી પાંચ લોકો અત્યાર સુધી સામે આવ્યા છે. ધર્માંતરણના આ કેસના તાર પાકિસ્તાન સાથે પણ જોડાઈ રહ્યા છે. વિદેશ ફંડિંગની વાત પણ સામે આવી રહી છે. આથી તપાસમાં હવે સ્થાનિક પોલીસની સાથે સાથે આઈબી, એટીએસ, સીઆઈડી અને એનઆઈએ પણ જોડાયા છે. 

હકીકતમાં ગુપ્તચર એજન્સીઓને શક છે કે શાહનવાઝે ધર્માંતરણ માટે મોટો બેઝ તૈયાર કર્યો હતો અને બની શકે કે તે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ ગાઝિયાબાદની જેમ જ બાળકોનું ધર્માંતરણ કરાવતો હોય. આ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓ એ પણ જાણવા માંગે છે કે શાહનવાઝ ક્યાંક આતંકી સંગઠનની રિક્રૂટમેન્ટ સેલનો સભ્ય તો નથી ને. બાળકોના ધર્માંતરણ કરાવવા પાછળ તેમને દેશવિરોધી ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાનું મોટું ષડયંત્ર તો નહતું ને?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news