પ્રિયંકા ગાંધીને હેલ્મેટ વગર સ્કૂટીની સવારી કરાવવી પડી મોંઘી, પોલીસે કોંગ્રેસ નેતાને ફટકાર્યો 6300 રૂપિયાનો મેમો

રાજધાની લખનઉમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને શનિવારે સ્ટૂકર પર લઈ જનાર કોંગ્રેસ નેતાને 6300 રૂપિયાનો મેમો મળ્યો છે. 

 પ્રિયંકા ગાંધીને હેલ્મેટ વગર સ્કૂટીની સવારી કરાવવી પડી મોંઘી, પોલીસે કોંગ્રેસ નેતાને ફટકાર્યો 6300 રૂપિયાનો મેમો

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં (Lucknow) કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (priyanka gandhi vadra)ને શનિવારે સ્કૂટર પર લઈ જનાર કોંગ્રેસના નેતાનો મેમો ફાટ્યો છે. લખનઉ પોલીસે હેલ્મેટ ન પહેરવાને કારણે 6300 રૂપિયાનો મેમો ફટકાર્યો છે. હકીકતમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન મામલામાં ધકપકડ કરાયેલા સેવાનિવૃત આઈપીએસ ઓફિસર એસ.આર. દારાપુરીના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે શનિવારે પ્રિયંકા ગાંધી પાર્ટી ઓફિસથી નિકળ્યા હતા. પરંતુ લોહિયા ચાર રસ્તા પર તેમનો રોકવામાં આવ્યા હતા. 

ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આ દરમિયાન તેઓ ગાડીમાંથી ઉતરીને ચાલવા લાગ્યા, તો તેમને ઘેરવામાં આવ્યા અને એક મહિલા પોલીસકર્મીએ તેમનું ગળું દબાવ્યું હતું. સાથે ધક્કો પણ માર્યો અને તે પડી ગયા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી એક પાર્ટી નેતાના ટૂ-વ્હિલર પર નિકળ્યા હતા. આ દરમિયાન ન તો કોંગ્રેસ કાર્યકર્તા અને ન તો પ્રિયંકા ગાંધીએ હેલ્મેટ પહેર્યું હતું. ત્યારબાદ લખનઉ પોલીસે 6300 રૂપિયાનો મેમો ફાડ્યો છે. 

પ્રિયંકા ગાંધીએ હેલ્મેટ ન પહેરવા પર સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યાં હતા. ત્યારબાદ લખનઉ ટ્રાફિક પોલીસે તે સ્કૂટીનો 6300 રૂપિયાનો મેમો ફાડ્યો છે. આ મેમો હેલ્મેટ ન પહેરવાનો લઈને ફાડવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news