મધ્યપ્રદેશઃ અધ્યક્ષે 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં સ્વીકાર્યા, કમલનાથ આપી શકે છે રાજીનામું


મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ શુક્રવારે બપોરે 12 કલાકે પત્રકાર પરિષદ યોજીને પોતાના રાજીનામાંની જાહેરાત કરી શકે છે. 
 

મધ્યપ્રદેશઃ અધ્યક્ષે 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાં સ્વીકાર્યા, કમલનાથ આપી શકે છે રાજીનામું

ભોપાલઃ મધ્યપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યાં છે. મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે બેંગલુરૂમાં રહેલા બળવાખોર 16 ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારી લીધા છે. આ સાથે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 92 પર આવી ગઈ છે. તો આ સાથે માહિતી મળી રહી છે કે મુખ્યપ્રધાન કમલનાથ કાલે બપોરે 12 કલાકે પત્રકાર પરિષદ યોજીને રાજીનામું આપી શકે છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય નાટક પર સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને શુક્રવારે સાંજે 5 કલાક સુધી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. 

શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના સીએમ કમલનાથને ઝટકો આપતા શુક્રવારે બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. આ મામલામાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમપી વિધાનસભાના સ્પીકર એનપી પ્રજાપતિને આદેશ આપ્યો કે તે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે અને ફ્લોર ટેસ્ટ કરાવે. કોર્ટે 20 માર્ચે સાંજે 5 કલાક સુધી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂરી કરવાનું કહ્યું હતું. 

— ANI (@ANI) March 19, 2020

તો સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડે સંપૂર્ણ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે તે પણ કહ્યું હતું કે જે 16 ધારાસભ્યોએ રાજીનામાં આવ્યા છે, તેના પર વિધાનસભામાં આવવાનો દબાવ નથી. પરંતુ જો ધારાસભ્યો ઈચ્છે તો ગૃહમાં આવી શકે છે તો કર્ણાટક અને મધ્યપ્રદેશ પોલીસ તેને સુરક્ષા આપશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news