Breaking: કોરોનાના કારણે નહી થાય ફ્લોર ટેસ્ટ, MP ધારાસભ્યની કાર્યવાહી 10 દિવસ માટે સ્થગિત

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર લઘુમતીમાં છે અને ભારતીય જનતા પાર્ટી ફ્લોર ટેસ્ટની માગ કરી રહી છે. ત્યારે કમલનાથ સરકાર ફ્લોર ટેસ્ટ રોકવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ વચ્ચે મધ્ય પ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલ લાલાજી ટંડનના સંબોધન બાદ બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી હતી.

Breaking: કોરોનાના કારણે નહી થાય ફ્લોર ટેસ્ટ, MP ધારાસભ્યની કાર્યવાહી 10 દિવસ માટે સ્થગિત

ભોપાલ: મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર લઘુમતીમાં છે અને ભારતીય જનતા પાર્ટી ફ્લોર ટેસ્ટની માગ કરી રહી છે. ત્યારે કમલનાથ સરકાર ફ્લોર ટેસ્ટ રોકવા માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ વચ્ચે મધ્ય પ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલ લાલાજી ટંડનના સંબોધન બાદ બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી હતી. સાંસદોના હંગામા બાદ વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.

Live Updates:

11:41 AM: કોરોના વાયરસને કારણે મધ્ય પ્રદેશ વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.

11:20 AM: રાજ્યપાલ લાલજી ટંડનનું સંબોધન પૂર્ણ થતા જ સાંસદોએ ભારે હંગામો શરૂ કર્યો હતો. રાજ્યપાલે તેમને શાંતિ બનાવી રાખવા જણાવ્યું હતું.

11:18 AM: રાજ્યપાલ લાલજી ટંડનનું સંબધોન પૂર્ણ.

— ANI (@ANI) March 16, 2020

11:17 AM: રાજ્યપાલ લાલજી ટંનડે વિધાનસભા અધ્યક્ષને સંબોધન કરતા તમામ માનનીય સભ્યોને શુભકામનાઓ આપતા કહ્યું કે તમામ સભ્યો બધારણ અનુસાર પરંપરાને ધ્યાનમાં રાખી તેમના કાર્યનું પાલન કરે. તેમણે કહ્યું કે, આ હું તમને બધાને સલાહ આપી રહ્યો છું.

11:16 AM: રાજ્યપાલ લાલાજી ટંડનનું સંબોધન પ્રારંભ.

11:15 AM: વિધાનસભાની કાર્યવાહી શરૂ.

11:11 AM: મધ્ય પ્રદેશની રાજકિય પરિસ્થિતિ પર દિલ્હીમાં વડાપ્રધાન નેરેન્દ્ર મોદીએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી હાજર રહ્યા હતા.

11:05 AM: રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભામાં પહોંચ્યા છે. મુખ્યમંત્રી કમલનાથ, સ્પીકર એનપી પ્રજાપતિ, નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવ અને સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહએ તેમની આગેવાની કરી હતી.

11:02 AM: સ્પિકર એનપી પ્રજાપતિ અને મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનની આગેવાની કરી અને તેમને મંચ સુધી લઇ ગયા. આ સાથે નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવ અને સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહ એક સાથે જોવા મળ્યા હતા.

11:00 AM: મધ્ય પ્રદેશ વિધાનસભામાં રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ’ની સાથે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યપાલ લાલાજી ટંડન બજેટ સંબોધન શરૂ કરશે.

— ANI (@ANI) March 16, 2020

10:58 PM: વિધાનસભાની અંદર પહોંચ્યા મુખ્યમંત્રી કમલનાથ અને શિવરાજ સિંહ ચૌહાણ. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્ય પણ વિધાનસભાની અંદર પહોંચ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણે તમામ ધારાસભ્યો પાસે જઇને તેમનું અભિવાદન કર્યું.

10:55 AM: મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ લાલજી ટંડનને લખેલા પત્રમાં આજે ફ્લોર ટેસ્ટ ન કરવાના સંકેત આપ્યા છે. સ્પીકર અને રાજ્યપાલની શક્તિઓનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.

10:51 AM: કમલનાથે રાજ્યપાલને પત્રમાં લખ્યું, અમારા ધારાસભ્યોને જબરજદસ્તી બેંગલુરૂમાં રોકવામાં આવ્યા છે. તેમને પૈસાની લાલચ આપવામાં આવી છે. નિરાશા છે કે, રાજ્યપાલજી તમે મને લખેલા પત્રમાં તેનો ઉલ્લેખ પણ કર્યો નથી.

10:51 AM: મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ લાલાજી ટંડનને પત્ર લખ્યો. આવી પરિસ્થિતિમાં બહુમતી પરીક્ષણ કરવી ગેરબંધારણીય જણાવી હતી. બધારણીય આર્ટિકલ 163 (1) અને આર્ટિકલ 175નો સંદર્ભ આપ્યો હતો.

10:43 AM: મુખ્યમંત્રી કમલનાથે સંપૂર્ણ ઓપરેશનની જવાબદારી તેમના હાથમાં લીધી છે. મેરિયટમાં રોકાયેલા કોંગ્રેસી ધારાસભ્ય અને વરિષ્ઠ નેતાઓથી કમલનાથે મુલાકાત કરી હતી.

10:39 AM: મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય પહોંચી ગયા છે. રાજ્યપાલના બજેટ સંબોધન થશે ત્યારબાદ ભાજપ ફ્લોર ટેસ્ટની માગ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news