MP: બડવાનીમાં ગેરકાયદેસર રેતી ખનને 5 મજૂરોનો લીધો ભોગ 

મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના બડદા ગામમાં રેતી ખનન દરમિયાન ખાણ ધસી પડતા પાંચ મજૂરોના મોત થયા છે.

MP: બડવાનીમાં ગેરકાયદેસર રેતી ખનને 5 મજૂરોનો લીધો ભોગ 

નવી દિલ્હી: મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના બડદા ગામમાં રેતી ખનન દરમિયાન ખાણ ધસી પડતા પાંચ મજૂરોના મોત થયા છે. કહેવાય છે કે આ તમામ મજૂરો રેતી ખાણમાં ગેરકાયદેસર રીતે કામ કરતા હતાં. તે દરમિયાન અચાનક ખાણ ધસી પડી અને પાંચ મજૂરો તેમાં ફસાઈ ગયાં. જેમાં તેમના મોત થયાં. ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ મૃતદેહો બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધા છે. મૃતકોની ઓળખ પ્રભુ રામદાસ કોળી, લલ્લુ બાબુ કોળી, પરરામ માયારામ કોળી, લખન ધુરજી માનકર અને રાકેશ રમેશ માનકર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાં મુજબ આ  તમામ મજૂરો એક ગેરકાયદેસર રેતી ખનના કામમાં જોડાયેલા હતાં જેમાં ખાણ ધસતા તેમનું મોત થયું છે. 

આ બાજુ છોટા બડદામાં ગેરકાયદે રેતી ખનના કારણે 5 મજૂરોના મોત થતા અને પરમ દિવસે રાતે ગૃહમંત્રી બાળા બચ્ચન દ્વારા દેખાડવામાં આવેલા કડક તેવર  બાદ પ્રશાસન એકદમ હરકતમાં આવ્યું છે અને આજે નર્મદા કિનારે ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલી બાલુરેતને જપ્ત કરવાની સાથે સાથે ખનીજ નીરિક્ષક શાંતિલાલ નિનામાને કલેક્ટર દ્વારા સસ્પેન્ડ કરાવવા ઉપરાંત પોલીસ સુપ્રીટેન્ડેન્ટે અંજડ પોલીસ સ્ટેશન પદસ્થ સુમિત અને વિનોદને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ દ્વારા કહેવાઈ રહ્યું છે કે રાજસ્વ માઈનિંગ અને પોલીસ દ્વારા ખનીજ માફિયાઓ અને ગેરકાયદે સંગ્રહ વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે. 

જુઓ LIVE TV

અંજડના નંદગામ અને બ્રાહ્મણ ગામમાં રેતનું ગેરકાયદેસર પરિવહન કરતા 10 ટ્રેક્ટરોને જપ્ત કરાયા હતાં. જ્યારે ગઈ કાલે નર્મદા કિનારે 3 ગામ નંદ ગામ, પેન્ડ્રા, અને કલ્યાણપુરામાં રેતીના ગેરકાયદે સંગ્રહને જપ્ત કરાયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ બંને કાર્યવાહીમાં પોલીસના હાથે હજુ સુધી કોઈ આરોપી આવ્યો નથી. છોટા બડદાની ઘટનામાં 6 આરોપીઓમાંથી પોલીસ માત્ર 2ને જ પકડી શકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news