Maharashtra Updates: અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં બની શકે છે Dy CM

Maharashtra News: મહારાષ્ટ્રમાં ભાજપને ટક્કર આપી એનસીપી શિવસેના અને કોંગ્રેસે ગઠબંધનની સરકાર બનાવી છે. આ સંજોગોમાં ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર ચર્ચામાં આવી છે. એનસીપી સાથે પકડ દાવ રમનાર નેતા અજિત પવાર રાજ્યના ડેપ્યૂટી સીએમ બની શકે છે. 

Maharashtra Updates: અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં બની શકે છે Dy CM

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની સરકારના મંત્રી મંડળનું પહેલું વિસ્તરણ 30 ડિસેમ્બરે થઇ શકે એમ છે. સુત્રોના અનુસાર એક એનસીપી નેતાએ જણાવ્યું કે, એનસીપી નેતા અજિત પવાર રાજ્યના ઉપ મુખ્યમંત્રીના રૂપમાં શપથ લઇ શકે છે. 29 નવેમ્બરે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાથે શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બે બે મંત્રીઓએ શપથ લીધા હતા. અંદાજે 15 દિવસ બાદ મંત્રીઓના વિભાગ અપાયા હતા. હવે લાગી રહ્યું છે કે એક મહિના બાદ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થઇ શકે છે. 

શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર (Maharashtra) ગઠબંધન સરકારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારની ભૂમિકાને લઇને અસમંજસ જેવી સ્થિતિ હતી. ખુદ અજિત પવારનું કહેવું હતું કે, એમના ઉપ મુખ્યમંત્રી પદને લઇને શરદ પવાર નિર્ણય કરશે. મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના (Shiv Sena) એનસીપી કોંગ્રેસ ગઠબંધનની સરકારના પહેલા મંત્રી મંડળના વિસ્તરણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.

uddhav thackeray ajit pawar zee માટે છબી પરિણામ

ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીની લોન માફ
મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ શનિવારે રાજ્યના ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. મહાત્મા જ્યોતિબા ફૂલે શેતકારી લોનમુક્તિ સ્કીમ હેઠળ લોન માફ કરવામાં આવશે.

Maharashtra: શિવસેના-NCP અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર વધુ દિવસ નહીં ચાલે- નીતિન ગડકરી
મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજકીય ઉથલપાથલ  બાદ આખરે શિવસેના-કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi) ની સરકાર બની ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ મુખ્યમંત્રી પદનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. આવામાં હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gandkari) નું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર સિદ્ધાંતો વિરુદ્ધની છે. આવામાં આ સરકાર વધુ દિવસ ચાલશે નહીં. આ ઉપરાંત ગડકરીએ ઝારખંડ ચૂંટણીને લઈને દેશના જીડીપી અંગે પણ પોતાના મંતવ્ય શેર કર્યાં. અત્રે રજુ કર્યા છે વાતચીતના મુખ્ય અંશ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news