VIDEO મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, મીની બસ ખાઈમાં ખાબકતા 33 લોકોના દર્દનાક મોત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત નિપજ્યાં. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી.

VIDEO મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, મીની બસ ખાઈમાં ખાબકતા 33 લોકોના દર્દનાક મોત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત નિપજ્યાં. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી. બચાવ અભિયાન હાલ ચાલુ છે. બસ લગભગ 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. 

(બસમાં સવાર મ ુસાફરોની અકસ્માત પહેલાની તસવીર)

પોલીસની સાથે બચાવકર્મીઓની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘાટમાં ખુબ ધુમ્મસ હોવાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. આ બસમાં કુલ 34 લોકો સવાર હતાં. જેમાંથી મોટા ભાગના કોંકણ કૃષિ વિદ્યાપીઠના કર્મચારી હતાં. 

એવું કહેવાય છે કે પોલાદપુરથી લગભગ 22 કિમી દૂર દાભિવ હાવ પાસે આ દુર્ઘટના ઘટી છે. દુર્ઘટનામાં મોટા પાયે જાનહાનિ થતા હાહાકાર મચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news