Corona: મહારાષ્ટ્રમાં એક દિવસમાં 27 હજારથી વધુ કેસ, આદિત્ય ઠાકરે પણ થયા સંક્રમિત

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. રાજ્યમાં ફરી નવા કેસ ઝડપથી વધી રહ્યાં છે. પ્રદેશના અનેક જિલ્લામાં આકરા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. 

Corona: મહારાષ્ટ્રમાં એક દિવસમાં 27 હજારથી વધુ કેસ, આદિત્ય ઠાકરે પણ થયા સંક્રમિત

મુંબઈઃ શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray) કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, જે લોકો તેના સંપર્કમાં આવ્યા છે. તે પોતાનો ટેસ્ટ કરાવે. 

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્યએ ટ્વીટ કરી કહ્યુ, 'કોરોના વાયરસના લક્ષણો દેખાવા પર મેં ટેસ્ટ કરાવ્યો અને મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવનાર બધા લોકોને હું ટેસ્ટ કરાવવાનો આગ્રહ કરુ છું.'

I urge everyone to realise that it is extremely important to not let your guard down. Please follow COVID protocols & stay safe

— Aaditya Thackeray (@AUThackeray) March 20, 2021

 

આ સાથે તેમણે કોરોનાના ખતરાની ચેતવણી આપતા લખ્યુ, 'હું બધાને અપીલ કરુ છું કે તે વાતને અનુભવ કરો કે તે ખુબ જરૂરી છે કે પોતાની સુરક્ષાને નજરઅંદાજ ન કરો. મહેરબાની કરી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરો. આદિત્ય ઠાકરે ઉદ્ધવ સરકારમાં મહારાષ્ટ્રના પર્યટન અને પર્યાવરણ મંત્રી પણ છે.'

Total cases 24,49,147
Total recoveries 22,03,553
Death toll 53,300

Active cases 1,91,006 pic.twitter.com/RkwOd7VmWZ

— ANI (@ANI) March 20, 2021

મહારાષ્ટ્રમાં રેકોર્ડ કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે ફરી દેશની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 27 હજાર 126 કેસ સામે આવ્યા છે. તો 13 હજાર 588 લોકો સાજા થયા છે અને 92 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કેસને કારણે ઘણા જિલ્લામાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લામાં પણ આકરા પ્રતિબંધો લાગૂ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news