સુપ્રીમ કોર્ટે આધાર મામલે આપ્યો મહત્વનો ચુકાદો, લંબાવી ડેડલાઇન

હાલમાં માત્ર સબસિડી, બેનિફીટ તેમજ સામાજિક કલ્યાણકારી યોજનાઓ માટે આધાર જરૂરી છે

Punita Vaidya Punita Vaidya | Updated: Mar 13, 2018, 05:26 PM IST
સુપ્રીમ કોર્ટે આધાર મામલે આપ્યો મહત્વનો ચુકાદો, લંબાવી ડેડલાઇન

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આધારકાર્ડની અનિવાર્યતા માટેની ડેડલાઇન લંબાવી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી ડેડલાઇન આગળ વધારી દેવામાં આવી છે. હાલમાં માત્ર સબસિડી, બેનિફીટ તેમજ સામાજિક કલ્યાણકારી યોજનાઓ માટે આધાર જરૂરી છે. 

સુપ્રીમ કોર્ટે મોબાઇલ, પાસપોર્ટ અને બીજી સુવિધાઓ માટે આધારની અનિવાર્યતાની ડેડલાઇન લંબાવી દીધી હતી. તત્કાલમાં પાસપોર્ટ માટે આધારની  જરૂરિયાતત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. વકીલ વૃંદા ગ્રોવરે આ અરજી દાખલ કરી છે. 

આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 2018ના જાન્યુઆરીમાં બદલાયેલા પાસપોર્ટના નિયમ પ્રમાણે તત્કાલમાં નવો પાસપોર્ટ બનાવવા માટે તેમજ પાસપોર્ટને રિન્યુ કરવા માટે આધારને અનિવાર્ય કરી દીધં છે. તેમણે તત્કાલમાં પાસપોર્ટ રિન્યૂ કરવાની અરજી આપી તો તેમનો જુનો પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યો અને નવા પાસપોર્ટ માટે આધાર નંબર માગવામાં આવી આવ્યો છે અને એના વગર પાસપોર્ટ રિન્યૂ કરવાની ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે માત્ર કલ્યાણકારી યોજનાઓ માટે જ આધાર અનિવાર્ય છે અને આ કારણે માત્ર ત્રણ દિવસ જ તેને પાસપોર્ટ જોઈએ છે કારણ કે તેને એક સેમિનારમાં હિસ્સો લેવા માટે ઢાકા જવાનું છે.