સચિન વાઝેની આંખો સામે થઇ મનસુખ હિરેનની હત્યા? જાણો મોતના દિવસે શું-શું થયું

સચિન વાઝે (Sachin Vaze) એ ડોંગરી વિસ્તારમાં ટિપ્સી બારમાં રેડનું નાટક કર્યું, જેથી જો મનસુખ હિરેનની હત્યા કેસની કોઇ તપાસ પણ થાય તો તે તપાસને દિશાને એમ કહીને ગેરમાર્ગે દોરે કે તે રાત્રે મુંબઇના ડોંગરી વિસ્તારમાં જ હતો. ટિપ્સી બારના CCTV ફૂટેજ પણ આ વાતનો ખુલાસો થયો છે. 

સચિન વાઝેની આંખો સામે થઇ મનસુખ હિરેનની હત્યા? જાણો મોતના દિવસે શું-શું થયું

મુંબઇ: મનસુખ હિરેનની હત્યા (Mansukh Hiren Murder Case) અને સચિન વાઝે (Sachin Vaze) કેસને લઇને સતત નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે જ્યારે મનસુખ હિરેનને મારવામાં આવ્યો ત્યારે સચિન વાઝે (Sachin Vaze) તે જગ્યા પર હાજર હતા. ત્યારબાદ મુંબઇ પરત આવ્યો અને રાત્રે લગભગ 11:48 વાગે ડોંગરી વિસ્તારમાં ટિપ્સી બારમાં રેડનું નાટક રચ્યું. આ વાતનો ખુલાસો મહારાષ્ટ્ર ATS ના દસ્તાવેજ અને પુરાવાથી થયો છે. જે NIA ને સોંપવામાં આવ્યા છે. 

તપાસને ગેરમાર્ગે દોરવા માટે રેડનું નાટક
સચિન વાઝે (Sachin Vaze) એ ડોંગરી વિસ્તારમાં ટિપ્સી બારમાં રેડનું નાટક કર્યું, જેથી જો મનસુખ હિરેનની હત્યા કેસની કોઇ તપાસ પણ થાય તો તે તપાસને દિશાને એમ કહીને ગેરમાર્ગે દોરે કે તે રાત્રે મુંબઇના ડોંગરી વિસ્તારમાં જ હતો. ટિપ્સી બારના CCTV ફૂટેજ પણ આ વાતનો ખુલાસો થયો છે. 

મોબાઇલ લોકેશનથી થયો આ ખુલાસો
થાણેના ઘોડબંદરથી આવ્યા પછી સચિન વાઝે (Sachin Vaze) ચાલાકી પહેલાં મુંબઇ પોલીસ હેડક્વાર્ટર ગયો. ત્યારબાદ CIU ના પોતાના ઓફિસમાં ગયો અને પછી પોતાના મોબાઇલને ચાર્જિંગમાં લગાવી દીધો. જેથી તેનું લોકેશન કમિશ્નર ઓફિસર જ બતાવે. જોકે સચિન વાઝે (Sachin Vaze) એ ATS સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું કે 4 માર્ચના રોજ આખો દિવસ મુંબઇ પોલીસ હેડક્વાર્ટરના CIU ઓફિસમાં હતો, પરંતુ મોબાઇલના લોકેશન અનુસાર તે બપોરે 12.48 મિનિટ પર ચેંબૂરના MMRDA કોલોનીમાં હતો. 

મનસુખ હિરેનના ફોનથી થયો આ મોટો ખુલાસો
મહારાષ્ટ્ર ATS દ્રારા NIA સોંપવામાં આવેલા દસ્તાવેજો અનુસાર રાત્રે 8.32 મિનિટ પર મનસુખ હિરેન (Mansukh Hiren) ને કાંદિવલી પોલીસ સ્ટેશનથી તાવડે નામના વ્યક્તિને કોલ આવે છે, જે મળવા માટે બોલાવે છે. ત્યારબાદ મનસુખ હિરેન પોતાની કાર અને બાઇક્સને છોડીને ઓટો લીધી અને થાણે ખોપટ વિસ્તારના વિકાસ પાલ્મ્સ આંબેડકર રોડથી થઇને ગયા. 

મનસુખની પત્નીએ તેમને રાત્રે 11 વાગે કોલ કર્યો તો તેમનો મોબાઇલ નંબર આવી રહ્યો હતો. મનસુખના મોબાઇલમાં બે સિમકાર્ડ હતા અને બંને નંબરોના CDR અનુસાર એક નંબર પર રાત્રે 8.32 મિનિટ પર કોલ આવ્યો, જ્યારે બીજા નંબર પર રાત્રે 10.10 મિનિટ પર ચાર મેસેજ આવ્યા હતા. એટીએસના અનુસાર આ ચાર મેસેજ જ્યારે આવ્યા, ત્યારે મોબાઇલનું લોકેશન વસઇના માલજીપડા બતાવતું હતું. NIA ને આપેલા દસ્તાવેજો અનુસાર રાત્રે 9 વાગે મનસુખ હિરેનનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના મોબાઇલને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news