જેમણે મોદીજીને વારણાસીમાં જીતાડ્યા, તેઓ ગુજરાતમાં બન્યા ટાર્ગેટ: માયાવતી

ઉત્તર ભારતના લોકોને ટાર્ગેટ બનાવવામાં અને તેમના પર હુમલો કરવાના મામલે બસપા પ્રમુખ માયાવતીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપીનો ઘેરાવ કર્યો હતો.

જેમણે મોદીજીને વારણાસીમાં જીતાડ્યા, તેઓ ગુજરાતમાં બન્યા ટાર્ગેટ: માયાવતી

લખનઉ/ અમદાવાદ: ગુજરાતમાં ઉત્તર ભારતના લોકોને ટાર્ગેટ બનાવવામાં અને તેમના પર હુમલો કરવાના મામલે બસપા પ્રમુખ માયાવતીએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપીનો ઘેરાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘જે લોકોએ વારાણસીમાં મોદીને જીતાડ્યા હતા, તેમને વોટ આપ્યા હતા, આજે તે લોકોને ગુજરાતમાં ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે. આ દુ:ખની વાત છે.’ માયાવતીએ કહ્યું હતું કે ગુજરાતમાં બીજેપી સરકારને ઉત્તર ભારતીય લોકો પર હુમલો કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં હિન્દીભાષી પ્રવાસીઓ પર હુમલા બાદ તેમનું સ્થાળાતંર ઝડપી બન્યું છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશસિંહ કુશવાહએ દાવો કર્યો છે કે હાલની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારના લગભગ 20 હજાર લોકો ગુજરાતમાંથી બહાર નીકળી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને હિંસામાં શામેલ ના થવાની અપીલ કરી છે. રાજ્ય સરકારે પ્રવાસીઓની સુરક્ષાનું આશ્વાસન આપતા કહ્યું છે કે હુમલાના સંબંધમાં 431 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 56 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

સીએમ રૂપાણીએ દાવો કર્યો છે કે ગત 48 કલાકમાં કોઇ અપ્રિય ઘટના બની નથી. તેમણે કહ્યું કે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસના સઘન પ્રયાસોના કારણે સ્થિતિ નિયંત્રણમાં છે અને ગત 48 કલાકમાં કોઇ અપ્રિય ઘટના બની નથી. તેમણે રાજકોટમાં કહ્યું, ‘‘અમે કાયદા વ્યવસ્થા જાળવી રાખવા માટે સમર્પિત છે અને મુશ્કેલીની સ્થિતિમાં લોકો પોલીસને બોલાવી શકે છે. અમે તેમને સુરક્ષા આપીશું. ’’

ત્યારે ઉત્તરપ્રદેશ અને બિહારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નીતીશ કુમાર ઉપરાંત કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને રૂપાણી સાથે વાત કરી અને હુમલાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. સીએમ યોગીએ કહ્યું કે ગુજરાત એક શાન્તિપ્રિય રાજ્ય છે તેમજ દેશના વિકાસનું મોડલ પણ છે. જે લોકો વિકાસ નથી માંગતા, તેઓ અફવાઓ ફેલાવીને સમાજને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. યોગીએ જણાવ્યું હતું કે તેમણે ગુજરાતમાં રહેતા કેટલાત ઉત્તર ભારતીઓને ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મેં તેમને કહ્યું કે તમે અફવાઓ પર ધ્યાન ના આપતા.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news