હવે આખો દેશ ભીંજાશે! હવામાન વિભાગે કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

IMD Heavy Rainfall Warning: હવામાન વિભાગ અનુસાર આવનારા બે-ત્રણ દિવસમાં ઉત્તરાખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ જગ્યા પર ભારે વરસાદની સંભાવના છે. 21 ઓગસ્ટે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. તેવામાં લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
 

હવે આખો દેશ ભીંજાશે! હવામાન વિભાગે કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ભીષણ ભૂસ્ખલન વચ્ચે હવામાન વિભાગે આજે પોતાના લેટેસ્ટ અપડેટમાં દેશભરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ કહ્યું કે ગુરૂવાર અને શનિવારે પૂર્વી અને આસપાસના મધ્ય ભારતમાં, સાથે ગુરૂવાર અને 21 ઓગસ્ટે પૂર્વોત્તરમાં ભારે વરસાદની સંભાવના છે. આઈએમડીએ પોતાના અપડેટમાં કહ્યું કે પૂર્વી ભારતમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતા છે. આઈએમડીએ આગળ ભવિષ્યવાણી કરી કે ગુરૂવારે પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની વિસ્તાર, ઓડિશામાં શનિવાર સુધી, ગુરૂવાર અને શુક્રવારે ઝારખંડમાં, ગુરૂવાર અને 21 ઓગસ્ટે બિહારમાં અને 21 ઓગસ્ટે ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. 

આ સિવાય ગુરૂવારે ઓડિશામાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદ અને શુક્રવારે અતિ ભારે વરસાદની સંભાવના છે. પૂર્વાનુમાનમાં મધ્યમાં ભારતમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. આઈએમડીએ કહ્યું કે ગુરૂવારથી શનિવાર સુધી છત્તીસગઢમાં, શુક્રવારે તથા શનિવારે પૂર્વી મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં અને શનિવારે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદની આશા છે. શુક્રવારે છત્તીસગઢમાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદની શક્યતા છે. 

— ANI_HindiNews (@AHindinews) August 17, 2023

ગાજવીજ સાથે થશે વરસાદ
પૂર્વોત્તરમાં અપેક્ષિત હવામાન પેટર્નમાં ગાજવીજ અને વીજળીની ગતિવિધિ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું કે 21 ઓગસ્ટ સુધી અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાની સાથે-સાથે શનિવારથી 21 ઓગસ્ટ સુધી અરૂણાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની આશા છે. ઉત્તર પશ્ચિમ ભારત માટે પૂર્વાનુમાનમાં હળવાથી મધ્યમ છુટાછવાયો વરસાદ, ગાજવીજ અને વીજળીની ગતિવિધિ સાથે વરસાદનો સંકેત છે.

ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના
આઈએમડીએ કહ્યું કે ગુરૂવાર, શુક્રવાર અને 21 ઓગસ્ટે ઉત્તરાખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ જગ્યા પર ભારે વરસાદની સંભાવના છે. 21 ઓગસ્ટે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતમાં હવામાનના પૂર્વાનુમાનમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ગુરુવાર અને શુક્રવારે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ તેમજ શુક્રવાર અને શનિવારે તેલંગાણામાં ભારે વરસાદની શક્યતા છે. વધુમાં, તામિલનાડુમાં ગુરુવાર અને શુક્રવારે ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની અપેક્ષા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news