MIG 21 Aircraft: વાયુસેનાનું 'ફ્લાઈંગ કોફિન', 6 દાયકામાં આટલા પાઈલટ્સ ગુમાવ્યા

ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન ગુરુવારે રાતે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુ વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં બે પાઈલટના મોત થયા. એરફોર્સે જણાવ્યું કે આ ફાઈટર જેટ  MIG-21 (Mig Fighter Jet) હતું. આ ફાઈટર જેટ ક્રેશ થવાની ઘટના કોઈ પહેલવહેલી નથી. વર્ષ 2021માં જ આ વિમાનથી 5 અકસ્માત થયા હતા. આમ છતાં તેને વાયુસેનામાંથી બહાર કાઢવામાં આવતું નથી. 

MIG 21 Aircraft: વાયુસેનાનું 'ફ્લાઈંગ કોફિન', 6 દાયકામાં આટલા પાઈલટ્સ ગુમાવ્યા

MIG 21 Aircraft: ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન ગુરુવારે રાતે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુ વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં બે પાઈલટના મોત થયા. એરફોર્સે જણાવ્યું કે આ ફાઈટર જેટ  MIG-21 (Mig Fighter Jet) હતું. આ ફાઈટર જેટ ક્રેશ થવાની ઘટના કોઈ પહેલવહેલી નથી. વર્ષ 2021માં જ આ વિમાનથી 5 અકસ્માત થયા હતા. આમ છતાં તેને વાયુસેનામાંથી બહાર કાઢવામાં આવતું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ મિગ-21થી અત્યાર સુધીમાં 400થી વધુ અકસ્માત સર્જાયા છે. જેમાં 200થી વધુ પાઈલટ્સે જીવ ગુમાવ્યા છે. 

1960ના દાયકામાં એરફોર્સમાં સામેલ થયા હતા
અમારી સહયોગી વેબસાઈટ ડીએનએના રિપોર્ટ મુજબ ભારતીય વાયુસેનાના કાફલામાં આ વિમાન 1960ના દાયકાની શરૂઆતમાં સામેલ થયા હતા. આ વિમાનને મિકોયાન ગુરેવિચ પણ કહે છે. આ વિમાનનું નિર્માણ રશિયન કંપની મિકોયાન કરતી હતી. જે પહેલા સોવિયેત યુનિયનમાં આવતું હતું. એટલે કે આ વિમાન સોવિયેત કાળના તે દમદાર ફાઈટર વિમાનોમાંથી એક છે. 1971ના યુદ્ધમાં મિગ-21 એ પૂર્વ અને પશ્ચિમના મોરચા પર ખુબ કહેર વરસાવ્યો હતો. તેણે પાકિસ્તાન વાયુસેનાના 13 ફાઈટર વિમાનો તોડી પાડ્યા હતા. આ ઉપરાંત બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન પણ પાકિસ્તાનના અત્યાધુનિક એફ-16 ફાઈટર વિમાનને પણ મિગ-21એ ખદેડ્યું હતું જેને કમાન્ડર અભિનંદન ઉડાવી રહ્યા હતા. 

'ફ્લાઈંગ કોફિન' કહેવાય છે
મિગ-21 ફાઈટર જેટ ભલે વાયુસેનાની સૌથી મોટી તાકાત હતું પરંતુ હવે તે ન તો જંગ માટે ફીટ છે કે ન તો ઉડાણ માટે. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે વર્ષ 2021માં જ આ વિમાનથી 5 અકસ્માત સર્જાયા હતા. અત્યાર સુધીમાં 200થી વધુ જાંબાઝ પાઈલટ્સના જીવ આ વિમાનના કારણે ગયા છે. આ કારણે વાયુસેનાના પાઈલટ્સથી લઈને ડિફેન્સ એક્સપર્ટ્સ વચ્ચે આ વિમાન ફ્લાઈંગ કોફિન તરીકે ઓળખાય છે. 

જાન્યુઆરી 2021થી અત્યાર સુધીમાં 6 અકસ્માત
- 5 જાન્યુઆરી 2021ના રોજ રાજસ્થાનના સુરતગઢમાં એક મિગ-21 વિમાન ક્રેશ થયું. જો કે રાહતની વાત એ રહી કે પાઈલટનો જીવ બચી ગયો. 
- 17 માર્ચ 2021ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પણ મિગ-21 બાયસન ક્રેશ થયું. 
- 20 મે 2021ના રોજ પંજાબના મોગામાં મિગ-21 ક્રેશ થવાથી પાઈલટ અભિનવ ચૌધરી શહીદ થઈ ગયા. 
- 23 ઓગસ્ટ 2021ના રોજ બાડમેરમાં એક મિગ-21 બાયસન વિમાન તૂટી પડ્યું. પાઈલટ સુરક્ષિત બચી ગયા. 
- 24 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં જ ક્રેશ થયેલા મિગ-21 બાયસન વિમાનમાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હા શહીદ થઈ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news