#metoo: વિદેશ પ્રવાસેથી પાછા ફર્યા એમ જે અકબર, જાતીય સતામણીના આરોપો પર જાણો શું કહ્યું?

જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર આજે વિદેશ પ્રવાસેથી પાછા દિલ્હી આવી ગયા છે.

#metoo: વિદેશ પ્રવાસેથી પાછા ફર્યા એમ જે અકબર, જાતીય સતામણીના આરોપો પર જાણો શું કહ્યું?

નવી દિલ્હી: શારીરિક શોષણના આરોપોનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર આજે વિદેશ પ્રવાસેથી પાછા દિલ્હી આવી ગયા છે. દિલ્હી એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે પત્રકારો તેમને ઘેરી વળ્યા હતાં. પત્રકારોએ તેમના પર લાગેલા આરોપો પર સવાલ કર્યો તો તેમણે કહ્યું કે હું મારું નિવેદન પછી આપીશ. અત્રે જણાવવાનું કે એમ જે અકબર જ્યારે સંપાદક હતાં ત્યારે તેમણે મહિલાઓનું શારીરિક શોષણ કર્યું તેવા આરોપો લાગ્યા છે. જો કે તેમણે હજુ સુધી આ આરોપો ઉપર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

એક બાજુ ભાજપે આ મામલે અત્યાર સુધી ચૂપકીદી સેવી છે ત્યાં પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તેમના વિરુદ્ધ  ગંભીર આરોપો છે અને એવું લાગતું નથી કે તેઓ મંત્રી તરીકે હવે લાંબો સમય સુધી આ પદ પર રહે. તેમણે કહ્યું કે છેલ્લો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ લેવાનો છે. 

મહિલા મંત્રીઓએ પણ કર્યું મીટુનું સમર્થન
પાર્ટીની અંદર પર એવા મત પ્રવર્તી રહ્યો છે કે તેમના વિરુદ્ધ કોઈ કાયદાકીય મામલો નથી અને જે પણ આરોપો અકબર પર લાગ્યા છે તે મંત્રી બન્યા તે પહેલાના છે. સોશિયલ મીડિયા પર મીટુ અભિયાને જોર પકડ્યો તે વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક મહિલાઓએ તેમના પર શારીરિક શોષણના આરોપ લગાવ્યાં છે. ભાજપે આ મામલે ચૂપકીદી સેવી છે. પરંતુ અકબર વિરુદ્ધ લાગેલા આરોપો પર કોઈ વલણ દર્શાવ્યા વગર કેટલીક મહિલા મંત્રીઓએ મીટુ અભિયાનનું સમર્થન કર્યુ છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે સૌથી પહેલા અકબરે જ આ આરોપો પર  જવાબ આપવાનો છે. 

પત્રકાર પ્રિયા રમાનીએ લગાવ્યો હતો સૌથી પહેલો આરોપ
આ અંગે અનેક મહિલા પત્રકારોએ સોશિયલ મીડિયાનો સહારો લઈને અકબર પર જાહેરમાં આરોપ લગાવ્યાં છે. જેમાં પ્રિયા રમાનીએ તેમના પર સૌથી પહેલો આરોપ લગાવ્યો. તેણે પોતાની સ્ટોરી શેર કરી હતી. ગત ઓક્ટોબરમાં વોગ ઈન્ડિયામાં લખેલા પોતાના આર્ટિકલમાં ડિયર મેલ બોસને સંબોધિત કરતા એક આર્ટિકલ લખ્યો હતો. 

તે સમયે દુનિયાભરમાં શરૂ થયેલા મીટુ અભિયાનના બેકગ્રાઉન્ડમાં તેમણે પોતાની સ્ટોરીને લખી હતી. જો કે તે વખતે તેમણે આરોપીનું નામ જાહેર કર્યુ નહતું. પરંતુ 8 ઓક્ટોબરના રોજ પોતાની સ્ટોરીની લિંક શેર કરતા તેમણે લખ્યું કે હકીકતમાં તેમની આ જૂની સ્ટોરી એમજે અકબર સંલગ્ન હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news