આઘાતજનક! પબજી માટે સગીરે માતાને ગોળી ધરબી દીધી, 3 દિવસ લાશ ઘરમાં છૂપાવી, મિત્રો સાથે પાર્ટી પણ કરી

ઉત્તર પ્રદેશથી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. જેમાં પબજી માટે ગાંડા થયેલા સગીરે તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી.

આઘાતજનક! પબજી માટે સગીરે માતાને ગોળી ધરબી દીધી, 3 દિવસ લાશ ઘરમાં છૂપાવી, મિત્રો સાથે પાર્ટી પણ કરી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશથી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. જેમાં પબજી માટે ગાંડા થયેલા સગીરે તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધી. લખનઉમાં 17 વર્ષના એક સગીરને તેની માતાએ પબજી રમવાની ના પાડતા રાતોચોળ થઈ ગયો અને માતાની નિર્મમ રીતે ગોળી મારી હત્યા કરી નાખી. 

મળતી માહિતી મુજબ સગીરે તેના પિતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી માતાને ગોળી મારી દીધી અને આટલેથી જ તે અટક્યો નહીં અને માતાના મૃતદેહને એક ઓરડામાં છૂપાવી દીધો. દુર્ગંધથી બચવા માટે રૂમમાં પાછું રૂમ ફ્રેશનર પણ છાંટ્યે રાખ્યું. છોકરાએ તેની 10 વર્ષની બહેનને પણ ધમકાવી અને ત્રણ દિવસ સુધી ઓરડામાં પૂરી રાખી. તેની નિર્લજ્જતા તો જુઓ આવા માહોલમાં તેણે તેના મિત્રોને પાર્ટી માટે બોલાવ્યા અને પછી માતા વિશે  પૂછ્યું તો કહ્યું કે તેની માતા એક સંબધીને મળવા માટે ગઈ છે. 

ઘરમાં માથું ફાટી જાય  તેવી દુર્ગંધ આવતા પાડોશીઓમાંથી એક જણે છોકરાના પિતાને તેની જાણ કરી. પિતા સેના અધિકારી છે અને પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવે છે. પિતાએ પોલીસને જાણ કરી અને ત્યારબાદ પોલીસને મંગળવારે રાતે ઘરમાંથી 40 વર્ષની સાધનાનો ત્રણ દિવસ જૂનો મૃતદેહ મળી આવ્યો. એસીપી અર્ચના સિંહે જણાવ્યું કે મહિલાને માથામાં ખુબ નજીકથી ગોળી મારવામાં આવી હતી. તેમના મૃતદેહને એર કન્ડીશનર રૂમમાં રાખવામાં આવ્યો હતો. જેથી કરીને દુર્ગંધ આવે નહીં. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે જ્યારે આ આરોપી સગીરની પૂછપરછ કરી તો તેણે કબૂલ કર્યું કે તે પબજી રમતો હતો. આથી તેની ખુબ પીટાઈ પણ થતી હતી. ગત શનિવારે ઘરમાંથી 10 હજાર રૂપિયા ગાયબ થયા હતા. માતાએ તેના પર ચોરીનો આરોપ લગાવીને ખુબ માર્યો. જે પણ ખોટું કામ થતું તેનો આરોપ તેના પર જ લાગતો હતો. આથી નારાજ થઈને તેણે માતાની હત્યા કરી નાખી. આ ખરેખર એક ચોંકાવનારો કિસ્સો છે અને સાથે સાથે દરેક માતા પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news