મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામઃ વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટનો વિજય, કોંગ્રેસનો સફાયો

મિઝોરમમાં પરાજયની સાથે જ ઉત્તરપૂર્વના રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે, હાવે ઉત્તરપૂર્વના એક પણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર રહી નથી 

મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામઃ વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટનો વિજય, કોંગ્રેસનો સફાયો

નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મિઝોરમમાં સ્થાનિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) સૌથી મોટો પક્ષ બનીને બહાર આવ્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટે 26 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે, જ્યારે સત્તામાં રહેલી કોંગ્રેસને માત્ર 5 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. MNFની બેઠકમાં ઝોરામથંગાને પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો છે. ઝોરામથંગા આ અગાઉ 1998 અને 2003માં રાજ્યમાં મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. 

કોંગ્રેસના 3 વખત મુખ્યમંત્રી બનેલા લાલ થનહવલા પોતે પણ બે બેઠકો પરથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસને અહીં એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરવા પડ્યો હતો.

મિઝોરમમાં ભાજપનું ખાતું ખુલ્યું છે અને તેને 1 બેઠક મળી છે. મિઝોરમમાં 8 અપક્ષો વિજયી બન્યા છે. 

મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટને આ ચૂંટણીમાં 37.8% વોટ મળ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 30.2% મત મળ્યા હતા. ભાજપને 8.0% જ્યારે અપક્ષોને 22.9% વોટ પ્રાપ્ત થયા હતા.

Mizoram-1

ઝોરમથંગાને MNFના નેતા તરીકે ચૂંટાયા 
મિઝો નેશનલ ફ્રન્ટના વિજેતા ધારાસભ્યોની મંગળવારે એક બેઠક મળી હતી. જેમાં ઝોરામથંગાને મિઝો નેશનલ ફ્રન્ટના પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ઝોરામથંગા હવે સાંજે ગવર્નર કે. રાજશેખરનને મળીને રાજ્યમાં સરકાર દાવો રચવાનો દાવો કરવાના હતા.

લાલ થનહવલાએ આપ્યું રાજીનામું 
મિઝોરમમાં 5 વખત મુખ્યમંત્રી બનેલા કોંગ્રેસના લાલ થનહવલાએ ચૂંટણીમાં મળેલા પરાજય બાદ મુખ્યમંત્રી પદેથી રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. તેઓ સેરચિપ અને ચામ્પાઈ દક્ષિણ એમ બંને બેઠક પર હારી ગયા હતા. 

મિઝો નેશનલ ફ્રન્ટ(MNF) 
મિઝોરમમાં કોંગ્રેસની સામે મુખ્ય વિરોધ પક્ષ અને બીજો સૌથી મોટો પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ છે. તેના નેતા ઝોરામથંગા 1998-2003, 2003-2013 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી પદે પણ રહી ચૂક્યા છે. 

મિઝોરમમાં છેલ્લા 5 મુખ્યમંત્રી 
 

1993 લાલ થનહવલા (કોંગ્રેસ)
1998 ઝોરામથંગા (MNF)
2003 ઝોરામથંગા (MNF)
2008 લાલ થનહવલા (કોંગ્રેસ)
2013 લાલ થનહવલા (કોંગ્રેસ)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news