સર્જિકલ સ્ટ્રાઇકને એનકેશ કરશે સરકાર, શાળાઓમાં પણ થશે ઉજવણી

મોદી સરકાર હંમેશા રાષ્ટ્રવાદના મુદ્દાને વળગેલી રહી છે, તેવામાં સર્જીકલ સ્ટ્રાઇકની વર્ષગાંઠ થકી 2019માં ભાજપ તરફી માહોલ બનાવવામાં આવશે

સર્જિકલ સ્ટ્રાઇકને એનકેશ કરશે સરકાર, શાળાઓમાં પણ થશે ઉજવણી

નવી દિલ્હી : મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠ ધામધુમથી ઉજવશે.આ વખતે ન માત્ર સરકારી સ્તર પર મોટુ આયોજન થશે પરંતુ દેશની તમામ શાળાઓ અને કોલેજોમાં તે અંગેના સમારોહનું આયોજન થશે. 29 સપ્ટેમ્બરે પાકિસ્તાનની વિરુદ્ધ થયેલી સર્જીકલ સ્ટ્રાઇક અને આતંકવાદ વિરુદ્ધ જીતની ઉજવણી કરવામાં આવશે. સુત્રો અનુસાર સામાન્ય ચૂંટણી 2019 પહેલા દેશમાં રાષ્ટ્રવાદની ભાવનાને મજબુત કરવા માટે મોદી સરકાર અને ભાજપે સર્જીકલ સ્ટ્રાઇકનું બીજી વર્ષગાંઠ ઉજવવાનાં બહાને પોતાનાં પરાક્રમની ચર્ચા કરશે. 

સુત્રો અનુસાર વડાપ્રધાન પોતે આ મુદ્દે રસ લઇ રહ્યા છે. વડાપ્રધાને સંરક્ષણ, માનવ સંસાધન, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કાર્મિક મંત્રાલયને આ સમારંભ દેશનાં દરેક હિસ્સા સુધી પહોંચે તેવું કહ્યું છે. સુત્રો અનુસાર દેશનાં લગભગ એક હજાર શિક્ષણ સંસ્થાઓમાં 29 સપ્ટેમ્બરે કાર્યક્રમ યોજાશે અને વિત્યાર્થીઓને આ પરાક્રમ અંગે ગણાવવામાં આવશે. આ કાર્યક્રમોમાં દેશના સંરક્ષણ માટે સેનામાં સમાવિષ્ઠ થવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવશે. 

પીએમઓએ કહ્યું કે એવા મોકાથી પેઢીમાં દેશનાં પ્રત્યે કંઇક કરવા માટેનો ઉત્સાહ પેદા કરવામાં આવી શકે છે, ત્યાર બાદથી તેઓ સેનામાં જવા માટે પ્રેરિત થઇ શકે છે. સુત્રો અનુસાર શિક્ષણ સંસ્થાઓમાં તેનું આયોજન કરવા ઉપરાંત ભાજપ પણ પોતાનાં સ્તર પર સમગ્ર દેશમાં તેનું આયોજન કરશે. સર્જિકલ સ્ટ્રાઇક પર થઇ રહેલી ઉજવણીમાં તે વાત જણાવવામાં આવશે કે હાલની મોદી સરકારે કઇ રીતે સેનાને પરાક્રમ કરવા માટે તેમની અનુસાર છુટ આપી. ત્યાર બાદ મનમાફક પરિણામો આવ્યા. 

જેમાં જણાવવામાં આવશે કે વડાપ્રધાન મોદીનું મજબુત નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર કેટલું કારગત સાબિત થયું છે. સુત્રો અનુસાર જો કે સમગ્ર આયોજનને બિનમરાજનીતિક બનાવવામાં આવ્યું છે, પરંતુ તેના કારણે જે સંદેશ નિકળશે તેનું સ્વાભાવિક લાભ સરકાર અને પાર્ટીને થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષનાં શાસમ દરમિયાન રાષ્ટ્રવાદને મોદી સરકારે મજબુતીથી પકડી રાખ્યો છે અને સરકાર અને પાર્ટીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે તેઓ આ મુદ્દા પર જ લોકસભા લડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news