સુપરકોપ હિમાંશુ રોયનાં સુસાઇડની તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

મહારાષ્ટ્ર પોલીસનાં એડીજી હિમાંશુ રોયે શુક્રવારે ગોળી મારીને આત્મહત્યા કરી હતી

સુપરકોપ હિમાંશુ રોયનાં સુસાઇડની તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

નવી દિલ્હી : મહારાષ્ટ્ર પોલીસમાં એડીજી હિમાંશુ રોયે શુક્રવારે પોતાનાં નિવાસ પર પોતાની જાતને ગોળી મારીને હત્યા કરી લીધી હતી. તેમની પાસેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. સુપરકોપ તરીકે ઓળખાતા હિમાંશુ રોયને સુપરકોપ ઉપરાંત એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ સ્વરૂપે ઓળખવામાં આવતા હતા. આ ચોંકાવનારા કિસ્સામાં કોંગ્રેસે તપાસની માંગ કરી છે. 

હિંમાંશુ રોયની સુસાઇડ કરવાનો મુદ્દો સામે આવ્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. પુર્વ સાંસદ તથા મુંબઇ ક્ષેત્રીય કોંગ્રેસ સમિતીનાં અધ્યક્ષ સંજય નિરુપમે પ્રતિક્રિયા આપતા આ ઘટનાને ખુબ જ દુખદ ગણાવી છે. તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલા જ તેઓ હિમાંશુ રોયને મળવા અંગે વિચારી રહ્યા હતા, જો કે હવે તેવું નહી થઇ શકે. તેમણે એક ટફ કોપ તરીકે ઓળખાતા હિમાંશુ રોયની આત્મહત્યા અંગે તપાસ કરવાની પણ માંગ કરી હતી. 

બોનમૈરો કેન્સરથી પીડિત હતા હિમાંશુ
મળતી માહિતી અનુસાર હિમાંશુ રોય બોન મેરો કેન્સરથી પીડિત હતા. તેમની કીમોથેરેપિ ચાલી રહી હતી. ઉપરાંત તેમના પર ઘણા ઓપરેશન્સ પણ થઇ ચુક્યા હતા. બિમારીનાં કારણે તેઓ ઘણા નબળા પડ્યા હતા. તેઓ આ કારણથી 2016થી ઓફીસ નહોતા જઇ શકતા હતા. આ યાતાઓનાં કારણે તેઓ માનસિક રીતે તુટી ચુક્યા હતા અને તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. માનવામાંઆવે છે કે બિમારી અને ડિપ્રેશનનાં કારણે જ હિમાંશુ રોયે આ ખોફનાક પગલું ઉઠાવ્યું હતું. 

હિમાંશું રોય ઘણા મહત્વનાં પદ પર કામ કરતા મોટા ક્રિમિનલ કેસોને ઉકેલ્યા હતા. તેઓ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસ, પત્રકાર જેડે હત્યા કેસ અને અંડરવ્ર્લ્ડ સાથે જોડાયેલા ઘણા હાઇપ્રોફાઇલ કેસ ઉપરાંત ઘણા મહત્વનાં કેસ હેન્ડલ કરી ચુક્યા હતા. તેમણે વર્ષ 2013માં આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં વિંદુ દારા સિંહને બુકિઝ સાથે કથિત લિંક હોવાનાં કારણે ધરપકડ રી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news