જમ્મૂ-કાશ્મીર: PDP ને મોટો આંચકો, સંસ્થાપક સભ્ય મુજફ્ફર હુસૈન બેગએ છોડી પાર્ટી

પીડીપીના સંસ્થાપક સભ્ય મુજફ્ફર હુસૈન બેગએ શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મુજફ્ફર હુસૈન બેગએ જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (DDC)ચૂંટણીમાં સીટની વહેંચણી પર અસહમતિને લઇને રાજીનામું આપી દીધું છે.

જમ્મૂ-કાશ્મીર: PDP ને મોટો આંચકો, સંસ્થાપક સભ્ય મુજફ્ફર હુસૈન બેગએ છોડી પાર્ટી

શ્રીનગર: પીડીપીના સંસ્થાપક સભ્ય મુજફ્ફર હુસૈન બેગએ શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મુજફ્ફર હુસૈન બેગએ જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (DDC)ચૂંટણીમાં સીટની વહેંચણી પર અસહમતિને લઇને રાજીનામું આપી દીધું છે. પીડીપી પાર્ટીના સૂત્રોએ કહ્યું કે મુજફ્ફર હુસૈન બેગએ પીડીપી સંરક્ષક મહબૂબા મુફ્તીને પાર્ટીએ પાર્ટી છોડવાના નિર્ણય વિશે જણાવ્યું છે. મુફજ્જર હુસૈન બેગ 1998માં પીડીપી (PDP)ની સ્થાપના સમયે પાર્ટી સાથે જોડાયેલા છે.  

પીડીપી પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુજફ્ફર હુસૈન બેગ પીપુલ્સ એલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (PAGD) દ્રારા સીટ વહેંચણી, ખાસકરીને ઉત્તર કાશ્મીરમાં સીટ વહેંચણીને લઇને નારાજ છે. પીએજીડીમાં નેશનલ કોન્ફ્રસ, પીડીપી, પીપુલ્સ કોન્ફ્રંસ અને માકપા સામેલ છે. 

— Mehbooba Mufti (@MehboobaMufti) November 14, 2020

આ દરમિયાન મહબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ ટ્વીટ કર્યું 'પીએજીડીને જમ્મૂ કાશ્મીર (Jammu and Kashmir)ના લોકોની ઓળખ રક્ષા કરવા માટે બનાવી છે જેના પર ઓગસ્ટ 2019થી સતત હુમલો કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેની રચના ચૂંટણીમાં બઢત પ્રાપ્ત કરવા અથવા પાર્ટીના હિતોને આગળ વધારવા માટેક અરવામાં આવી છે આ ખોટું છે. 

તમને જણાવી દઇએ કે કોંગ્રેસે પણ પીએજીડીને પોતાનું સમર્થન આપ્યું છે. જમ્મૂ કાશ્મીરમાં 28 નવેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે આઠ તબક્કામાં ડીડીસી ચૂંટણી કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news