NCRB રિપોર્ટ 2017: અપરાધની બાબતે UP દેશમાં પ્રથમ નંબરે, જાણો કયું રાજ્ય છે ઈમાનદાર!

NCRBના આંકડા અનુસાર વર્ષ 2017માં ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં 2017માં કુલ 4062 ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે. દેશમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સમગ્ર વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો નથી. NCRBના આંકડા અનુસાર વર્ષ 2017માં રૂ.117 કરોડથી પણ વધુના 1 લાખ કરતાં પણ વધુ મોબાઈલની ચોરી થઈ છે. 

NCRB રિપોર્ટ 2017: અપરાધની બાબતે UP દેશમાં પ્રથમ નંબરે, જાણો કયું રાજ્ય છે ઈમાનદાર!

નવી દિલ્હીઃ દેશભરમાં થતા અપરાધ(Crime) પર નજર રાખતા રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (National Crime Records Bureau) દ્વારા વર્ષ 2017ના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. NCRBના આંકડા અનુસાર દેશમાં 2016ની સરખામણીએ 2017માં હત્યાના(Murder) કેસમાં ઘટાડો થયો છે, જ્યારે 2017માં અપહરણની ઘટનાઓમાં વધારો થયો છે. 

નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા અનુસાર વર્ષ 2016માં દેશભરમાં હત્યાના 30,450 કેસ નોંધાયા હતા, જ્યારે 2017માં તેમાં 5.9 ટકાના ઘટાડા સાથે 28,653 હત્યાના કેસ નોંધાયા છે. દેશભરમાં 2016માં અપહરણના 88,008 કેસ નોંધાયા હતા, જ્યારે 2017માં આ આંકડો 9 ટકા વધીને 95,893 સુધી પહોંચી ગયો છે. 

સાઈબર ક્રાઈમમાં(Cyber Crime) પણ સૌથી વધુ અપરાધ ઉત્તરપ્રદેશમાં જ નોંધાયા છે. ઉત્તરપ્રદેશમાં 2017માં સાઈબર ક્રાઈમના 4917 કેસ નોંધાયા હતા, જે 2016ની સરખામણીએ લગભગ બમણા છે. મહારાષ્ટ્ર સાઈબર ક્રાઈમ બાબતે દેશમાં બીજા નંબરે છે. અહીં 2016માં સાઈબર ક્રાઈમના 2639 કેસ નોંધાયા હતા, જે 2017માં વધીને 3,604 થયા છે. કર્ણાટક દેશમાં ત્રીજા નંબરે છે. 

સિક્કિમને દેશનું ઈમાનદાર રાજ્ય!
NCRBના આંકડા અનુસાર વર્ષ 2017માં ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં 2017માં કુલ 4062 ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે. દેશમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સમગ્ર વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો નથી. આર્થિક અપરાધની બાબતે રાજસ્થાન તેલંગાણાને પછાડીને દેશમાં પ્રથમ નંબરે પહોંચ્યું છે. અહીં વર્ષ 2017માં 1,48,972 કેસ નોંધાયા છે. 

NRCB

નેશનલ ક્રાઈમ બ્યૂરો રેકોર્ડ દ્વારા આ વર્ષે સોશિયલ મીડિયા પર ફેલાવાતા ફેક ન્યૂઝને પણ અપરાધ માનીને 2017માં 257 કેસ નોંધ્યા છે. જેમાં મધ્યપ્રદેશ 138 કેસ સાથે પ્રથમ નંબરે છે. 32 કેસ સાથે યુપી બીજા અને 18 કેસ સાથે કરળ ત્રીજા નંબરે છે. આશ્ચર્ય એ વાતનું છે કે, ફેક ન્યૂઝ ફેલાવીને સૌથી વધુ વાતાવરણ જમ્મુ-કાશ્મીરમાં ખરાબ કરવામાં આવે છે, તેમ છતાં અહીં ફેક ન્યૂઝના માત્ર 4 જ કેસ નોંધાયા છે. 

મોબાઈલ ચોરી
NCRBના આંકડા અનુસાર વર્ષ 2017માં રૂ.117 કરોડથી પણ વધુના 1 લાખ કરતાં પણ વધુ મોબાઈલની ચોરી થઈ છે. 

દેશભરમાં વધ્યો અપરાધ 
દેશભરમાં વર્ષ 2917માં IPC અંતર્ગત કુલ 30,63,579 કેસ નોંધાયા છે. 2016માં આ આંકડો 29,75,711 હતો. એટલે કે વર્ષ 2016ની સરખામણીમાં 2017માં 86,868 કેસ વધુ નોંધાયા છે. NCRBના રિપોર્ટ અનુસાર દેશમાં હત્યા, બળાત્કાર, અપહરણ, રમખાણો ભડકાવા વગેરે કેસોની સજા ફટકારવાનો દર 45 ટકા કરતાં પણ ઓછો છે. 

ભારતમાં 2017માં હત્યાના કેસમાં 43.1 ટકા આરોપીઓને જ સજા થઈ શકી છે. બળાત્કારના કેસમાં તો સજાનો દર 32.2 ટકા રહ્યો છે. અપહરણના વધતા કેસોન પાછળનું કારણ આ કેસમાં સજાનો દર ઘણો ઓછો હોવો છે. 2017માં અપહરણના કુલ કેસમાંથી માત્ર 26.6 ટકા આરોપીઓને જ સજા થઈ શકે છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news