લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં થશે ઉથલપાથલ: CM અને પ્રદેશ પ્રમુખ બદલવા હિલચાલ

2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેની તૈયારી મોદી સરકારે અત્યારથી જ આરંભી દીધી છે.જેનાં પગલે ભાજપનાં ગઢ તેવા ગુજરાતમાં જ મોટુ પરિવર્તન આવી શકે છે. ગુજરાતનાં મુખ્યમંત્રી જ બદલી નાખવાની કવાયત આરંભી દેવાઇ છે. પાટીદારોને રિઝવવા માટે ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ અથવા મનસુખ માંડવીયાને લોન્ચ કરવામાં આવી શકે છે. 

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં થશે ઉથલપાથલ: CM અને પ્રદેશ પ્રમુખ બદલવા હિલચાલ

અમદાવાદ : 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેની તૈયારી મોદી સરકારે અત્યારથી જ આરંભી દીધી છે.જેનાં પગલે ભાજપનાં ગઢ તેવા ગુજરાતમાં જ મોટુ પરિવર્તન આવી શકે છે. ગુજરાતનાં મુખ્યમંત્રી જ બદલી નાખવાની કવાયત આરંભી દેવાઇ છે. પાટીદારોને રિઝવવા માટે ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ અથવા મનસુખ માંડવીયાને લોન્ચ કરવામાં આવી શકે છે. 

કમલમ 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જો કે આ બેઠકમાં એક અલગ જ પ્રકારનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત ભાજપમાં ધરમુળથી પરિવર્તન આણવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ પ્રમુખથી માંડીને મુખ્યમંત્રી સુધીનાં નેતાઓેને બદલવા અંગેનો વ્યુહ ઘડી કાઢવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. 

લોકસભા ચૂંટણી સમિતીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નામ નહી હોવાથી તેઓનાં પત્તા કપાઇ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. મોટે ભાગે લોકસભા ચૂંટણી સમિતીમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી હોય છે. પરંતુ પ્રદેશ ભાજપે જાહેર કરેલી સમિતીમાં નીતિન પટેલ અને મનસુખ માંડવીયાનું નામ ચર્ચાઇ રહ્યું છે. જેને પગલે ગુજરાતનાં મુખ્યમંત્રી પદમાં બે પાટીદાર કદ્દાવર નેતાઓ છે. જેમાં નીતિન પટેલ અને મનસુખ માંડવીયાનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news