Bank Fraud Case: CBI ને મળી મોટી સફળતા, નીરવ મોદીના નીકટના માણસને કાહિરાથી પકડી લાવી

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને બેંક ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ એક મોટા ઓપરેશનને પાર પાડતા ભાગેડુ વેપારી નીરવ મોદીના ખાસ સહયોગી સુભાષ શંકરને કાહિરાથી ભારત લાવવામાં સફળતા મેળવી છે.

Bank Fraud Case: CBI ને મળી મોટી સફળતા, નીરવ મોદીના નીકટના માણસને કાહિરાથી પકડી લાવી

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને બેંક ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ એક મોટા ઓપરેશનને પાર પાડતા ભાગેડુ વેપારી નીરવ મોદીના ખાસ સહયોગી સુભાષ શંકરને કાહિરાથી ભારત લાવવામાં સફળતા મેળવી છે. સીબીઆઈ તેને દેશભેગો કરવા માટે લાંબા સમયથી કામે લાગી હતી. અત્રે જણાવવાનું કે બેંક ફ્રોડ કેસના આરોપીઓમાંથી તે પણ એક છે. 

નીરવ મોદીના નજીકના લોકો પર સકંજો કસાયો
બેંક સાથે થયેલા ફ્રોડ અને કૌભાંડ દરમિયાન સુભાષ શંકર, નીરવ મોદીની કંપનીમાં ડીજીએમ (ફાઈનાન્સ) ના પદે તૈનાત હતો. 2018માં ઈન્ટરપોલે પીએમબી કૌભાંડીની તપાસ કરી રહેલી સીબીઆઈની ભલામણ પર નીરવ મોદી, તેના ભાઈ નિશાલ મોદી અને તેના કર્મચારી સુભાષ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. 

શું છે મામલો?
પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીના જે ખાસ માણસ સુભાષ શંકર પરબને સીબીઆઈ કાહિરાથી દેશ પરત લાવી છે તેને ખાસ વિમાનથી લાવવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંકના 13 હજાર કરોડથી વધુના કૌભાંડમાં સુભાષ શંકર પણ આરોપી છે. 

subhash shankar nirav modi

(તસવીર- આરોપી સુભાષ શંકર)

સીબીઆઈએ નીરવ મોદી પર પુરાવા સાથે છેડછાડ કરવાનો અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર પોતાના કેટલાક કર્મચારીઓને જબરદસ્તીથી અપહરણ કરીને કાહિરા લઈ જવાનો પણ આરોપ લાગ્યો હતો. અત્રે જણાવવાનું કે સીબીઆઈ અગાઉ નીરવ મોદી, નિશાલ મોદી સાથે સુભાષ શંકર વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news