UPI Payment: હવે આ દેશોના મુસાફરો પણ UPI દ્વારા કરી શકશે ચૂકવણી, RBI એ બનાવ્યો નિયમ

RBI UPI Payment Guidelines: G20 દેશોના મુસાફરો જો યુપીઆઈનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોય તો હવે તેઓ યાત્રી યુપીઆઈ દ્વારા સરળતાથી ચૂકવણી કરી શકશે. કારણ કે ભારતીય રિઝર્વ બેંકે મંગળવારે કહ્યું કે G20 દેશોથી આવતા મુસાફરો બેંગલુરુ, મુંબઈ અને નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર યુપીઆઈ સાથે જોડાયેલા પ્રીપેઈન ચૂકવણી ઈન્સ્ટ્રુમેન્ટ વોલેટ પ્રાપ્ત કરી શકે છે. 

UPI Payment: હવે આ દેશોના મુસાફરો પણ UPI દ્વારા કરી શકશે ચૂકવણી, RBI એ બનાવ્યો નિયમ

RBI UPI Payment Guidelines: G20 દેશોના મુસાફરો જો યુપીઆઈનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરવા માંગતા હોય તો હવે તેઓ યાત્રી યુપીઆઈ દ્વારા સરળતાથી ચૂકવણી કરી શકશે. કારણ કે ભારતીય રિઝર્વ બેંકે મંગળવારે કહ્યું કે G20 દેશોથી આવતા મુસાફરો બેંગલુરુ, મુંબઈ અને નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર યુપીઆઈ સાથે જોડાયેલા પ્રીપેઈન ચૂકવણી ઈન્સ્ટ્રુમેન્ટ વોલેટ પ્રાપ્ત કરી શકે છે અને તેના દ્વારા ભારતમાં પાંચ કરોડથી વધુ દુકાનો પર ચૂકવણીમાં યુપીઆઈનો ઉપયોગ કરી શકે છે. અત્રે જણાવવાનું કે યુપીઆઈ દ્વારા લેવડ દેવડમાં માસિક આધાર પર 1.3 ટકા વધીને 13 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. 

આરબીઆઈએ આ મહિનાની શરૂઆતમાં ભારત આવતા વિદેશી નાગરિકો અને પ્રવાસી ભારતીયોને ભારત આવવા પર યુપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) નો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે તેની શરૂઆત પસંદગીના એરપોર્ટ (બેંગલુરુ, મુંબઈ અને નવી દિલ્હી) પર આવતા જી-20 દેશોના મુસાફરોથી કરવામાં આવશે. યોગ્યતાવાળા મુસાફરોને દુકાનો પર ચૂકવણી માટે યુપીઆઈ સાથે જોડાયેલા પ્રીપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઈ) વોલેટ ફાળવવામાં આવશે. 

આરબીઆઈનું કહેવું છે કે જી-20 દેશોના પ્રતિનિધિઓ પણ વિભિન્ન  બેઠક સ્થળો પર આ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. શરૂઆતમાં આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, અને બે બિન બેંક પીપીઆઈ જારીકર્તા, પાઈન લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ટ્રાન્સકોર્પ ઈન્ટરનેશનલ લિમિટેડ યુપીઆઈ સાથે જોડાયેલા વોલેટ જારી કરવામાં આવશે. 

ક્યુઆર કોડ સ્કેન કરીને થઈ શકશે પેમેન્ટ
આ સાથે જ આરબીઆઈએ કહ્યું કે ભારત આવતા મુસાફરો હવે સમગ્ર દેશમાં પાંચ કરોડથી વધુ એ દુકાનો પર યુપીઆઈ દ્વારા ચૂકવણી કરી શકે છે જે ક્યુઆર કોડ આધારિત યુપીઆઈ ચૂકવણી સ્વીકાર કરે છે. જી2- દુનિયાની પ્રમુખ વિક્સિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનો એક આંતર-સરકારી મંચ છે. જેમાં આર્જેન્ટીના, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટલી, ભારત, જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રીકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપીય યુનિયન સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news