નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત

નિર્ભયા કેસ(Nirbhaya Case) ના દોષિતોને ફાંસીની સજા મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નિર્ભયાને ન્યાય મળવામાં સાત વર્ષ લાગી ગયા. આજે આપણે લોકોએ નિશ્ચય કરી લેવું જોઈએ કે, આ પ્રકારની ઘટના ફરીથી બનવી ન જોઈએ. આપણે જોયું કે, દોષિતોને અંતિમ સમય સુધી કેવી રીતે કાયદા સાથે રમત રમાઈ રહી છે. આપણી સિસ્ટમમાં અનેક ખામીઓ છે. આપણે તેને સારી કરવાની જરૂર છે.
નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત

ઝી મીડિયા/બ્યૂરો :નિર્ભયા કેસ(Nirbhaya Case) ના દોષિતોને ફાંસીની સજા મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નિર્ભયાને ન્યાય મળવામાં સાત વર્ષ લાગી ગયા. આજે આપણે લોકોએ નિશ્ચય કરી લેવું જોઈએ કે, આ પ્રકારની ઘટના ફરીથી બનવી ન જોઈએ. આપણે જોયું કે, દોષિતોને અંતિમ સમય સુધી કેવી રીતે કાયદા સાથે રમત રમાઈ રહી છે. આપણી સિસ્ટમમાં અનેક ખામીઓ છે. આપણે તેને સારી કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ રાજધાનીમાં એક ફિઝીયોથેરાપી વિદ્યાર્થી સાથે ક્રુરતાપૂર્વક દુષ્કર્મ તેમજ હત્યા કરનારા દોષિતોને આખરે સાત વર્ષના લાંબા સમય બાદ શુક્રવારે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ગુનામાં સામેલ દોષિતો વિનય શર્મા, અક્ષય ઠાકુર, મુકેશ સિંહ અને પવન ગુપ્તાએ 16 ડિસેમ્બર, 2012ની રાતે કરવામાં આવેલ જઘન્ય અપરાધની કિંમત ચૂકવી છે. 

દોષિતોને મોતની સજા આપવાની સાથે અનેક વર્ષોથી અલગ અલગ અદાલતોમાં ફરતો રહ્યો. આખરે આ મામલો પૂરો થયો છે. આ વર્ષોમાં દોષિતોએ ફાંસી રોકવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ તેમના હાથમાં નિરાશા સાપડી હતી. તે ન્યાયપાલિકાના ચુંગલથી બચી ન શક્યા અને તેઓને ફાંસીના માંચડે લટકાવી દેવાયા.

રાષ્ટ્રીય રાજધાનીના રસ્તા પર 16 ડિસેમ્બર, 2012ની રાતે અંધારામાં ચાલતી બસમાં નિર્ભયાની સાથે કેટલાક હેવાનોએ તમામ હદ પાર કરી નાંખી હતી. આ ઘટનાએ સમગ્ર દેશની અંતરાત્માને હચમચાવી દીધી હતી અને નિર્ભયાના તમામ ગુનેગારોને મોતની સજા આપવાની માંગ ઉઠી હતી. 

આજે તિહાર જેલમાં પહેલીવાર એકસાથે ચાર લોકોને ફાંસી આપવામાં આવી હતી. નિર્ભયાના દોષિતોને અદાલત દ્વારા આપવામાં આવેલ મૃત્યુદંડના નિર્ણયને પવન જલ્લાદે પાર પાડ્યું હતું. પવનનો પરિવાર અનેક પીઢિઓથી જલ્લાદનું કામ કરતો આવ્યો છે. પવનના પરદાદા લક્ષ્મણ, દાદા કાળુ જલ્લાદ અને પિતા મમ્મૂ જલ્લાદ પણ ફાંસીની સજા આપવાનું કામ કરતો હતો.

પવનના ચાર દોષિતોને એકસાથે ફાંસી પર લટાકાવીને આઝાદ ભારતના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. એક જ અપરાધ માટે ચાર દોષિતોને એકસાથે ફાંસી આપવાનો રેકોર્ડ હવે પવનના નામે છે. 

તો બીજી તરફ, ડીજી જેલ દોષિતોની ફાંસી પહેલા 24 કલાક સુધી જાગતા રહ્યા હતા અને જેલની અંદર જ હાજર રહ્યા હતા. જેલ નંબર ત્રણના સુપરિટેન્ડન્ટ સુની, એડિશનલ આઈજી (જેલ), રાજકુમાર શર્મા અને જેલના લિગલ ઓફિસર પૂરી રાત જાગ્યા રહ્યા હતા. બીજી તરફ, ફાંસી બાદ પવન જલ્લાદને કડક સુરક્ષા વચ્ચે તિહાર જેલથી મેરઠ જવા માટે રવાના કરવામાં આવ્યા હતા. 

જોકે, ભારતમાં આવુ પહેલીવાર નથી કે ચાર દોષિતોને એકસાથે ફાંસી આપવામાં આવી હોય. આ પહેલા પણ દેશમાં ચાર લોકોને પૂણેની યરવડા જેલમાં એકસાથે ફાંસી અપાઈ હતી.27 નવેમ્બર, 1983ના રોજ જોશી અભયંકર મામલામાં દસ લોકોનુ ખૂન કરનાર ચાર લોકોને એકસાથે ફાંસી આપી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 1976 અને માર્ચ 1977 સુધી પૂણેમાં રાજેન્દ્ર જક્કલ, દિલીપ સુતાર, શાંતારમ કાન્હોજી જગતાપ અને મુન્નવર હારુન શાહે જોશી-અભ્યંકર કેસમાં દસ લોકોની હત્યાઓ કરી હતી. આ તમામના હત્યારા અભિનવ કલા મહાવિદ્યાલય, તિલર રોડમાં વ્યવસાયિક કલાના વિદ્યાર્થી હતી અને તમામને 27 નવેમ્બર 1983ના રોજ યરવડા જેલમાં ફાંસી અપાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news