Numerology: ઘણા ભાગ્યશાળી હોય છે આ તારીખ પર જન્મેલા લોકો, દરેક લોકો ઈચ્છે છે તેમનો સાથ

અંક જ્યોતિષ અનુસાર સૌથી લકી નંબર 7 માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય. તો તે લોકોનો મૂળાંક 7 છે. મૂળાંક 7 ની સંખ્યાને સ્વામી નેપ્ચ્યુન એટલે કે વરુણ દેવ માનવામાં આવે છે.

Numerology: ઘણા ભાગ્યશાળી હોય છે આ તારીખ પર જન્મેલા લોકો, દરેક લોકો ઈચ્છે છે તેમનો સાથ

Numerology: અંકોના સંયોગ પર અંક જ્યોતિષની ગણતરી થાય છે. અંક જ્યોતિષ પણ જ્યોતિષ શાસ્ત્રની જેમ મનુષ્યનું વ્યક્તિત્વ જાણવાનું એક માધ્યમ છે. આમાં વ્યક્તિની જન્મતારીખના આધારે જે અંક પ્રાપ્ત થાય છે તે અંકોને તે વ્યક્તિના મૂળાંક કહેવામાં આવે છે. અંક જ્યોતિષમાં મૂળાંક શાસ્ત્રમાં 1 થી 9 સુધીની સંખ્યા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. 

અંક જ્યોતિષ અનુસાર સૌથી લકી નંબર 7 માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય. તો તે લોકોનો મૂળાંક 7 છે. મૂળાંક 7 ની સંખ્યાને સ્વામી નેપ્ચ્યુન એટલે કે વરુણ દેવ માનવામાં આવે છે. જે લોકો પર વરુણનું વર્ચસ્વ હોય છે, તેઓ બહુ ભાગ્યશાળી હોય છે.

જાણી જાય છે બીજાના મનની વાત
અંક શાસ્ત્ર અનુસાર મૂળાંક 7 વાળા લોકોની અંદર એક એવી ક્ષમતા હોય છે કે તેઓ પોતાની અતીન્દ્રિય જ્ઞાન દ્વારા સામેવાળાની મનની વાત જાણી જાય છે. 

યાત્રા પર જવાનું હોય છે પસંદ
મૂળાંક 7 વાળા લોકોને પ્રવાસ કરવો ખુબ જ પસંદ હોય છે. આ લોકોની પાસે જો સાધન હોય તો આ લોકો દેશ-વિદેશની યાત્રા પર જરૂર જાય છે. આ લોકોનું વ્યક્તિત્વ બીજા લોકોથી ખુબ જ અલગ હોય છે. આ લોકો હંમેશાં કંઈને કંઈ વિચારતા રહે છે. આ લોકો ખુબ બેચેન સ્વભાવના હોય છે.

આકર્ષણ વ્યક્તિત્વના હોય છે ધની
મૂળાંક 7 વાળા લોકોનું વ્યક્તિત્વ ખુબ જ આકર્ષક હોય છે. આ લોકોને જે પણ એકવાર મળે છે, તેઓ આખી જિંદગી ક્યારેય ભૂલી શકતા નથી. આ લોકોને જે પણ ચીજમાં રસ હોય છે તેઓ એવી ચીજમાં જરૂર સફળ થાય છે. મૂળાંક 7 વાળા લોકો એક સફળ ચિત્રકાર, લેખક અને કવિ બને છે.

મિત્રોનો મળે છે ભરપૂર સહયોગ
મૂળાંક 7 વાળા લોકોને પોતાના મિત્રોનો પુરેપુરો સહયોગ મળે છે. સાથે તેમનું સમર્થન પણ પ્રાપ્ત થાય છે. આ લોકો દોસ્તીના મામલે એટલા ધની હોય છે કે તેમના બચપનથી લઈને છેલ્લે સુધી એક સાચા અને વફાદાર મિત્ર બનેલા રહે છે. અંક શાસ્ત્ર અનુસાર મૂળાંક 7 વાળા લોકો જે પણ કોઈની સાથે જોડાય છે તેનો પણ ભાગ્યોદય કરી નાંખે છે. જો આ લોકો તેમનો સાથ છોડી દે તો તેમના વિકાસમાં ફર્ક પડવા માંડે છે. આ લોકો મોટામાં મોટું જોખમ ઉઠાવવામાં પાછળ રહેતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news