Amit Shah Video: ઓય અમિત કાકા...ભીડમાંથી બૂમ સાંભળી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે..

Oye Amit Kaka: ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો તમારા ચહેરા પર સ્માઇલ લાવી દેશે. આ વોટિંગના દિવસનો છે. ગુજરાતી યુવાને એવું કહ્યું કે અમિત શાહ પોતે હસવા લાગ્યા... 

Amit Shah Video: ઓય અમિત કાકા...ભીડમાંથી બૂમ સાંભળી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે..

Kaka Amit Shah Reaction: ગૃહમંત્રી અમિત શાહનો એક રસપ્રદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 7 મેના રોજ મતદાનના સમયે અમદાવાદનો છે. જી હાં સવારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા પોલિંગ બૂથ પર આવવાના હત, ગૃહમંત્રી અમિત શાહ પહેલાં જ પહોંચી ગયા હતા. તે પીએમની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે એક સહયોગીએ તેમને બીજી તરફથી ઇશારો કર્યો. અમિત શાહ જઇ રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક અવાજ આવ્યો અને અમિત શાહ ઉભા રહી ગયા...

ગુજરાતી યુવાને બૂમ પાડી... 'ઓય અમિત કાકા... કાકા શબ્દ સાંભળીને લોકો હસવા લાગ્યા. અમિત શાહ ઉભા રહ્યા અને હસતાં હસતાં હાથ વડે અભિવાદનનો સ્વિકાર કર્યો. હાથ ઉપર ઉઠાવ્યો તો તે યુવાને જોરથી નારો લગાવ્યો- જય શ્રી રામ.

રામ નામ સાંભળતાં જ ગૃહમંત્રીએ હાથ જોડી લીધા અને આસપાસના લોકોને પણ જય શ્રી રામના નારા લગાવ્યા. સોશિયલ મીડિયા પર અમિત શાહનું રીએક્શન ચર્ચામાં છે. લોકો કહી રહ્યા છે કે પીએમ હોય કે શાહ બંને નેતા જનતાના રીએક્શન પર તાત્કાલિક જવાબ આપે છે. વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. લાખો લોકો તેને જોઇ ચૂક્યા છે. અમિત શાહની સ્માઇલ પર લોકો કહી રહ્યા છે કે- કાકાએ દિલ જીતી લીધું..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

વીડિયોમાં દેખાઇ અને સાંભળી શકાય છે કે જયશ્રી રામનો નારો ઘણા લોકો પુનરાવર્તિત કર્યો. લોકો થોડીવાર હસતાં રહ્યા. અમિત શાહ આગળ નિકળી ગયા અને હાથ હલાવીને દૂર ઉભેલા લોકોના અભિવાદનનો સ્વિકાર કર્યો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news