બાલાકોટ હુમલાના 4 મહિના થવા છતાં પણ થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન, બચાવમાં કર્યું આ કામ
Trending Photos
નવી દિલ્હી: પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ બાલાકોટમાં જૈશના કેમ્પ ઉપર ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન હજુ પણ ખુબ ડરેલુ છે. હુમલા બાદથી જ જ્યાં એકબાજુ પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી હવાઈ સીમામાં એર સ્પેસ સંપૂર્ણ રીતે બંદ કરેલો છે ત્યાં પાકિસ્તાનની સેનાએ ભારત સાથે જોડાયેલી પોતાની સરહદ પાસે બચાવમાં આર્મ્ડ બ્રિગેડ તહેનાત કરેલી છે. આ સાથે જ અનેક લોકેશન્સ પર નવી ડિફેન્સિવ રણનીતિ હેઠળ હાઈ મોબિલિટી આર્મ્ડ વ્હીકલ (HMV) પણ તહેનાત કરવાની યોજનામાં તે લાગેલુ છે.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન સરકારે એમ કહીને પોતાનો બંધ પડેલો એરસ્પેસ ખોલવાની ના પાડી દીધી કે જ્યાં સુધી ભારત પોતાની ફોરવર્ડ પોસ્ટથી ફાઈટર જેટ નહીં હટાવે ત્યાં સુધી તે પોતાનો એર સ્પેસ બંધ રાખશે. ઝી ન્યૂઝને મળેલી ગુપ્ત માહિતી મુજબ પાકિસ્તાની સેના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઈક બાદથી હાઈ એલર્ટ પર છે.
રિપોર્ટ મુજબ બાલાકોટ હુમલા બાદથી જ પાકિસ્તાને અનેક મહત્વના લોકેશન્સ પર મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ (MANPADS) પણ લગાવેલા છે.
મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમમાં લેસ મિસાઈલ દ્વારા જમીનથી હવામાં કોઈ પણ ટારગેટને નિશાન બનાવી શકાય છે. તેમાં લેસ મિસાઈલ્સ દ્વારા લો ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સ અને હેલિકોપ્ટરને ટારગેટ કરી શકાય છે.
કેન્દ્રીય સુરક્ષા સંલગ્ન એક અધિકારીના જણાવ્યાં મુજબ બાલાકોટમાં ભારતની એર સ્ટ્રાઈક બાદથી પાકિસ્તાન પોતાના રક્ષણમાં રડારથી લઈને ડ્રોન્સની તહેનાતીમાં વધારો કરી રહ્યું છે. ઈનપુટ મુજબ પાકિસ્તાની સેના પોતાના યુનિટ્સના ફોર્મેશનમાં બદલાવ કરી રહી છે. જેનાથી તે ભવિષ્યમાં પોતાનો સારી રીતે બચાવ કરી શકે.
જુઓ LIVE TV
ઝી ન્યૂઝને મળેલી માહિતી મુજબ પાકિસ્તાની સરકારને તેની એરફોર્સે કહ્યું છે કે તે લાંબા સમયથી પેન્ડિંગ પડેલા હથિયારો અને રડારની જલદીથી ખરીદ કરે. પાકિસ્તાન લાઈન ઓફ કંટ્રોલ અને ભારત સાથે જોડાયેલી સીમાની આસપાસ રડાર સિસ્ટમને મજબુત કરવામાં લાગ્યું છે, જેનાથી બાલાકોટ જેવો કોઈ હુમલો ટાળી શકાય.
પાકિસ્તાની સેનાએ પીઓકેમાં હાજર તમામ ટેરર કેમ્પમાં હાજર આતંકીઓને કહ્યું છે કે તેઓ ખુલ્લેઆમ હથિયાર લઈને પીઓકે કે લાઈન ઓફ કંટ્રોલની આજુબાજુ ન જાય. આ સાથે જ પાકિસ્તાની સેનાનો યુનિફોર્મ પહેર્યા વગર પણ આતંકીઓને કેમ્પની બહાર નીકળવા પર રોક લગાવી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ તેની પાછળનું મોટું કારણ એ છે કે પાકિસ્તાન આ આતંકીઓને ભારતના સેટેલાઈટ્સ અને ડ્રોન્સથી બચાવવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે