કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે પાકિસ્તાને નવજોત સિંહ સિદ્ધુને મોકલ્યું આમંત્રણ

પાકિસ્તાનના કરતારપુર કોરિડોર માટે પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ મોકલ્યું છે. પરંતુ હજુ સુધી સિદ્ધુ તરફથી આ સંબંધમાં કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.

કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે પાકિસ્તાને નવજોત સિંહ સિદ્ધુને મોકલ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના કરતારપુર કોરિડોર (Kartarpur corridor) માટે પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને (Navjot Singh Sidhu) આમંત્રણ મોકલ્યું છે. પરંતુ હજુ સુધી સિદ્ધુ તરફથી આ સંબંધમાં કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પાકિસ્તાને પૂર્વ પીએમ મનમોહન સિંહને પણ આમંત્રણ આપ્યું હતું, તેને તેમણે નકારી દીધું હતું. પૂર્વ પીએમે કહ્યું હતું કે, તે વિશેષ અતિથિની જેમ નહીં, પરંતુ એક સામાન્ય શ્રદ્ધાળુની જેમ સામેલ થશે. 

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફે સિદ્ધુને કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનમાં સામેલ થવાનું આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના સાંસદ ફૈસલ જાવેદે પીએમ ઇમરાનના આદેશ બાદ સિદ્ધુ સાથે ટેલિફોન પર વાત કરી અને તેને 9 નવેમ્બરે યોજાનારા કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. 

— ANI (@ANI) October 30, 2019

મહત્વનું છે કે ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ ગુરદાસપુરમાં ડેરા બાબા નામકમાં એક જાહેર સભાને સંબોધિત કરી શકે છે. વડાપ્રધાન કોરિડોર અને યાત્રી ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરશે. પરંતુ વડાપ્રધાન મોદી કરતારપુર સાહિબનો પ્રવાસ કરનારા પ્રથમ 'જથ્થા'ને લીલી ઝંડી દેખાડીને રવાના કરશે કે નહીં, તેની ખાતરી હજુ થઈ શકી નથી. 

શ્રદ્ધાળુઓની આ પ્રથમ ટુકડીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હશે. સરકારી સૂત્રોનું તે પણ કહેવું છે કે, આ સંબોધન કોરિડોરથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આયોજીત કરવામાં આવશે. પરંતુ કાર્યક્રમ ડેરા બાબા નાનકમાં થશે. 

ઉલ્લેખનીય છે કે પાક વડાપ્રધાને સિદ્ધુને પોતાના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેણે સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવા અને સિદ્ધુની એકબીજાને ગળે મળવાની તસવીર વાયરલ થઈ હતી. દેશભરમાં તેને લઈને ખુબ વિરોધ થયો હતો. ત્યાં સુધી કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પણ તેને લઈને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news