પાકિસ્તાને આપ્યો નવા આતંકવાદી સંગઠનને જન્મ, કાશ્મીરના માર્ગે ઘૂસણખોરી કરી કરવા માંગે તબાહી

જમ્મૂકાશ્મીર (Jammu Kashmir)ની સીમાઓ પર બરફ પીગળી રહ્યો છે જેથી ઘૂસણખોરીનો રસ્તો ખુલી ગયો છે. એવામાં પાકિસ્તાને પોતની નાપાક હરકતો શરૂ કરી દીધી છે. દુનિયાભરમાં જ્યારે લોકો અને દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે તો પાકિસ્તાન તેનો ભરપુર ફાયદો ઉઠાવવા માંગે છે. 

પાકિસ્તાને આપ્યો નવા આતંકવાદી સંગઠનને જન્મ, કાશ્મીરના માર્ગે ઘૂસણખોરી કરી કરવા માંગે તબાહી

કાશ્મીર: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ની સીમાઓ પર બરફ પીગળી રહ્યો છે જેથી ઘૂસણખોરીનો રસ્તો ખુલી ગયો છે. એવામાં પાકિસ્તાને પોતની નાપાક હરકતો શરૂ કરી દીધી છે. દુનિયાભરમાં જ્યારે લોકો અને દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે તો પાકિસ્તાન તેનો ભરપુર ફાયદો ઉઠાવવા માંગે છે. 

પાકિસ્તાનને લાગે છે કે ભારતીય સેના સીમાઓ પર વસ્તીને કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરવામાં વ્યસ્ત છે. એટલા માટે તેનું ધ્યાન ત્યાં હશે. તેથી અચાનક ગત કેટલાક અઠવાડિયાથી પાકિસ્તાને કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન શરૂ કરી દીધું છે. પાકિસ્તાન આ રીતે આતંકવાદીઓને બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહી છે. 

સૂત્રોના અનુસાર લશ્કર અને જૈશ જેવા આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યા બાદ પાકિસ્તાન સમજી ગયું છે કે જો આ આતંકવાદી સંગઠનોના નામ પર આતંકવાદી ધૂસણખોરી કરશે અથવા તો લોકોનો જીવ લેશે તો પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધશે. એટલા માટે પાકિસ્તાને નવા આતંકવાદી સંગઠનને જન્મ આપ્યો છે જેનું નામ "The Resistance Front/ JK Fighters" આપવામાં આવ્યું છે. 

આ વાત એવા સમયે સામે આવી છે કે જ્યારે તાજેતરમાં જ કરણ સેક્ટરની એલઓસી પર આ મહિનાની 5 અને 6 તારીખના રોજ થયેલી મુઠભેડમાં ઘૂસણખોરી કરી રહેલા પાંચ આતંકવાદીને સેના ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા. આ સાથે જ એક દિવસ બાદ 7 એપ્રિલના રોજ The Resistance Front નામના આ સંગઠનનો એક ઓડિયો રિલીઝ થયો હતો, જેમાં આ મુઠભેડની જવાબદારી લીધી હતી. 

આ ઓપરેશન બાદ સેનાનું નિવેદન પણ સામે આવ્યું જેમાં પાંચ દિવસ સુધી ઓપરેશન વિશે જાણકારી આપી. સેનાએ જણાવ્યું કે આ ઓપરેશનથી સ્પષ્ટ જાણવા મળે છે કે કેવી રીતે પાકિસ્તાન આતંકવાદ અને ઘુસણખોરીને પ્રોત્સાહન અને સમર્થન આપે છે. પાકિસ્તાનની આ શરમજનક હરકત છે જ્યારે આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. 

પોલીસે નિયંત્રણ રેખાને અડીને આવેલા કુપવાડા અને હંદવાડાથી મોટી માત્રામાં હથિયાર અને ગોળા બાએરૂદ સાથે ચાર આતંકવાદીઓ અને 6 આતંકવાદી સમર્થકોની ધરપકડ કરી છે. આઇપીજી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે ''પૂછપરછમાં 5-6 લોકોની ધરપકડ કરવામાં આવી. જેમાં ખબર પડી કે આ લોકો પાસેથી હથિયાર મળી આવ્યા છે. 

આંકડાના અનુસાર કાશ્મીરી ઘાટીમાં હજુ પણ 225 આતંકવાદી હાજર છે, જેના વિરૂદ્ધ અભિયાન ચાલુ છે. તો બીજી તરફ સૂત્રોના અનુસાર સીમાપાર લગભગ 6 લોન્ચ પેડ એક્ટિવ છે અને લગભગ 350 ટ્રેન્ડ કરવામાં આવેલા આતંકવાદી ઘૂસણખોરી માટે તૈયાર છે. આ આતંકવાદી તકની ફિરાકમાં છે. ગુપ્ત સૂચના અનુસાર આગામી એક મહિના સુધી જમ્મુ કાશ્મીર ખાસકરીને કુપવાડા, નૌગામ, ગુરેજ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન થઇ શકે છે એટલા માટે આ વિસ્તારોમાં રેડ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news