શક્તિ સિંહ ગોહિલ સાથે પપ્પૂ યાદવની મુલાકાત, મહા ગઠબંધનમાં થઇ શકે છે શામેલ
મેઘપુર સંસદ અને જન અધિકારી પાર્ટી (જાપ)ના સંયોજક રંજન ઉર્ફ પપ્પૂ યાદવે ગત રાત્રે પટનામાં બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલની સાથે મુલાકાત કરી હતી.
Trending Photos
પટના: મેઘપુર સંસદ અને જન અધિકારી પાર્ટી (જાપ)ના સંયોજક રંજન ઉર્ફ પપ્પૂ યાદવે ગત રાત્રે પટનામાં બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ઘણા તથ્યો સામે આવી રહ્યાં છે. જી મીડિયા સાથે વાત કરતા પપ્પૂ યાદવે કહ્યું હતું કે બિહારને એક વિકલ્પની આવશ્યક્તા છે. તેના માટે તેમનાથી બનતું કાર્ય કરશે. તે દરમિયાન તેમણે મહાગઠબંધનને દેશની જરૂરિયાત જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે પપ્પૂ યાદવ સતત પોતાને લાલુ યાદવની રાજકીય વંશજ હોવાનું જણાવી રહ્યા છે. તેઓ ખુલ્લેઆમ લાલુ યાદવના બે દીકરા તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવની સામે બોલી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આ મુલાકાત દરમિયાન તેજસ્વી યાદવ તેમની નારાજગી દૂર કરવા પર વાત થઇ હતી.
પટનાના સદાકત આશ્રમમાં બન્ને નેતાઓ વચ્ચે લાંબી મુલાકાત થઇ હતી. મુલાકાતના ફોટો પપ્પૂ યાદવે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. બેગલુરૂથી પટાના પરત ફરતા તેઓ સીધા સદાકત આશ્રમ પહોંચ્યા હતા. બન્ને વચ્ચે લાંબી મુલાકાત થઇ હતી. તે દરમિયાન બિહાર કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝા હાજર ન હતા.
સતત પોતાને આરજેડી સુપ્રીમો લાલુ યાદવના રાજકીય વંશજ જણાવતા પપ્પૂ યાદવ આ મુલાકાત બાદ તેજસ્વી યાદવ પર પણ નરમ જોવા મળ્યા હતા. તેમણે નામ લીધા વગર મુખ્યમંત્રી નીતીશ કુમાર અને હાજર સરકાર પર ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, 15 વર્ષ પછી પણ લોકોને કહી રહ્યાં છે કે હજુ સમય આપો. તેમણે કહ્યું કે બિહાર અને બિહારના લોકોને બચાવવાની સાથે મળિને કામ કરવાની જરૂરિયાની વાત છે. સાથે તેમણે એ પણ કહ્યું કે આવા સમયમાં આપણે ઇગો સાથે જીવવું જોઇએ નહીં.
પપ્પૂ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશમાં હાલ તણાવનો માહોલ છે. જાતી અને ધર્મના નામ પર લોકોને વહેંચી રહ્યા છે. દેશને સ્થિર કરવાની જરૂરિયાત છે. સાથે તેમણે કહ્યું હતું કે 2019ના લોકસભા ચૂટણીમાં મઘેપુરથી પોતાની પાર્ટી (જાપ)ના પ્રતીક પર ચૂંટણી લડશે.
પપ્પૂ યાદવની પત્ની રંજીત રંનજ સુપૌલ કોંગ્રેસ પાર્ટીના સંસદ છે. એવામાં કોંગ્રેસનો પણ પર્યત્ન રહેશે કે પપ્પૂ યાદવને કોંગ્રેસમાં શામેલ કરવામાં આવે. પપ્પૂ યાદવને મહાગઠબંધનમાં શામેલ કરવા પર કોંગ્રેસ પ્રવક્તા પ્રેમચંદ્ર મિશ્રાએ કહ્યું કે આ મામલે પર પાર્ટીનું નેતૃત્વ કરતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી નિર્ણય કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે