Param Bir Singh Case: પરમબીર સિંહ કેસમાં મહારાષ્ટ્ર સરકારને ઝટકો, સુપ્રીમે તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યા

Param Bir Singh Case: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની ઉપર મહારાષ્ટ્ર પોલીસ તરફથી દાખલ તમામ કેસને સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધા છે. 

Param Bir Singh Case: પરમબીર સિંહ કેસમાં મહારાષ્ટ્ર સરકારને ઝટકો, સુપ્રીમે તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યા

નવી દિલ્હીઃ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની ઉપર મહારાષ્ટ્ર પોલીસ તરફથી નોંધાયેલા તમામ કેસને સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધા છે. પોલીસને એક સપ્તાહમાં રેકોર્ડ સીબીઆઈને સોંપવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે પૂર્વ પોલીસ કમિશનર અને પૂર્વ ગૃહમંત્રીએ એકબીજા પર જે રીતે આરોપ લગાવ્યા છે, તેનાથી વ્યવસ્થામાં કોરોના વિશ્વાસને ઠેસ પહોંચી છે. સત્ય સામે આવવું જરૂરી છે. 

જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમ એમ સુંદરેશની બેંચે પરમબીર સિંહની અરજી પર આદેશ આપતા તે પણ કહ્યુ છે કે હાલ પરમબીરનું સસ્પેન્શન યથાવત રહેશે. તેમની વિરુદ્ધ જો ભવિષ્યમાં કોઈ એફઆઈઆર દાખલ થાય છે તો તે પણ સીબીઆઈને ટ્રાન્સફર થશે. 

શું છે મામલો?
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે પાછલા વર્ષે રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ગૃહમંત્રી રહેતા પોલીસને ડાન્સ બાર અને હોટલ માલિકો પાસે 100 કરોડ રૂપિયા દર મહિને વસૂલવાનું કહ્યું હતું. 5 એપ્રિલ 2021ના બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈન મામલાની પ્રાથમિક તપાસનો આદેશ આપ્યો હતો. આ આદેશને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો હતો. મામલામાં દેશમુખે પડ ગુમાવવુ પડ્યુ અને તેની ધરપકડ થઈ હતી. 

આ વચ્ચે પરમહીર સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યુ કે, તેમની વિરુદ્ધ બદલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે પદ પર રહેતા જે પોલીસ અધિકારીઓને ખોટા અને ભ્રષ્ટ આચરણ માટે દંડિત કર્યા, તેને ફરિયાદી બનાવી તેમની વિરુદ્ધ એક બાદ એક છ કેસ દાખલ કર્યા હતા. પરમબીરે આ મામલાને રદ્દ કરવા કે સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. 

આજે શું થયું?
મહારાષ્ટ્ર સરકાર તરફથી રજૂ વરિષ્ઠ વકીલ ડારિયસ ખંબાટાએ પરમબીરની અરજીનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યુ કે, તપાસ સીબીઆઈને સોંપવાથી પોલીસના મનોબળ પર અસર પડશે. પરમબીર ખુદને વ્હિસલબ્લોઅર (ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર) બનાવીને રજૂ કરી રહ્યાં છે, પરંતુ આ યોગ્ય નથી. તેમના પર ખુદ ગંભીર આરોપ છે. 

જજોએ આ દલીલોને નકારતા કહ્યુ કે જો તપાસ સીબીઆઈને સોંપવાથી પોલીસના મનોબળ પર અસર પડે છે તો કોઈપણ તપાસ સીબીઆઈને આપી શકાય નહીં. કોર્ટ પરમબીરને વ્હિસલબ્લોઅર તરીકે જોઈ રહી નથી. તેને માત્ર વ્યવસ્થામાં લોકોના વિશ્વાસની ચિંતા છે, જેને આ આરોપ-પ્રત્યારોપથી ઠેસ પહોંચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news