સંસદ પર હુમલાની વરસીના દિવસે લોકસભામાં કોહરામ મચાવનારા લોકો કોણ? થયો ચોંકાવનારો ખુલાસો

સંસદ પર આતંકી હુમલાની 22મી વરસીના દિવસે લોકસભામાં એ વખતે અફરાતફરી મચી ગઈ જ્યારે વિઝિટર ગેલેરીમાંથી 2 વ્યક્તિ અચાનક નીચે કૂદ્યા. તે સમયે લોકસભામાં ભાજપના સાંસદ સ્વગેન મુર્મૂ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. યુવકોએ જૂતામાં કઈક સ્પ્રે જેવું છૂપાડીને રાખ્યું હતું. તેઓ સદનની બેંચ પર ઉછળકૂદ કરવા લાગ્યા અને આ દરમિયાન સદનમાં પીળો ગેસ ફેલાવવા લાગ્યો

સંસદ પર હુમલાની વરસીના દિવસે લોકસભામાં કોહરામ મચાવનારા લોકો કોણ? થયો ચોંકાવનારો ખુલાસો

સંસદ પર આતંકી હુમલાની 22મી વરસીના દિવસે લોકસભામાં એ વખતે અફરાતફરી મચી ગઈ જ્યારે વિઝિટર ગેલેરીમાંથી 2 વ્યક્તિ અચાનક નીચે કૂદ્યા. તે સમયે લોકસભામાં ભાજપના સાંસદ સ્વગેન મુર્મૂ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. યુવકોએ જૂતામાં કઈક સ્પ્રે જેવું છૂપાડીને રાખ્યું હતું. તેઓ સદનની બેંચ પર ઉછળકૂદ કરવા લાગ્યા અને આ દરમિયાન સદનમાં પીળો ગેસ ફેલાવવા લાગ્યો. સમગ્ર સદનમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો અને પીઠાસીન અધિકારીએ સદનની કાર્યવાહીને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી. ઘટના એ સમયે ઘટી જ્યારે લોકસભામાં ઝીરો અવર ચાલી રહ્યો હતો. એક સાંસદે આ અંગે જણાવતા કહ્યું કે અમે બધા સદનમાં બેઠા હતા. લોબીમાંથી એક છોકરો અચાનક કૂદ્યો. આ દરમિયાન તેણે જૂતામાથી કઈક પાઉચ જેવું કાઢ્યું. તેણે પીળા જેવો ગેસ છોડ્યો. ત્યારબાદ સાંસદોએ તેને પકડી લીધો. કેટલાકે તેને માર્યો. ત્યારબાદ સુરક્ષાકર્મીઓને સોંપી દીધો. 

જ્યારે યુવકને સદનમાંથી બહાર લઈ જવામાં આવ્યો તો તેણે જૂતામાંથી પીળા રંગનો ધુમાડો નીકળતો રહ્યો. તેનાથી આજુબાજુ પીળો ગેસ ફેલાઈ ગયો. આ પીળો ગેસ કયા પ્રકારનો હતો અને કેટલો  ખતરનાક હતો, સુરક્ષામાં ગાબડું પાડવાનો હેતુ શું હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. વિઝિટર ગેલેરીમાથી કૂદનારા યુવકનું નામ સાગર શર્મા હોવાનું કહેવાય છે. 

યુવકોના હાથમાં હતું સ્મોક ક્રેકર
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે અચાનક લગભગ 20 વર્ષના બે યુવકો વિઝિટર ગેલેરીમાંથી સદનમાં કૂદ્યા અને તેમના હાથમાં સ્મોક ક્રેકર હતા. આ સ્મોક ક્રેકરથી પીળો ધુમાડો નીકળતો હતો. તેમાંથી એક અધ્યક્ષની ખુરશી તરફ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. કેટલાક નારા લગાવી રહ્યા હતા. ધૂમાડો ઝેરી હોઈ શકતો હતો. આ સુરક્ષાની ગંભીર ચૂક છે. ખાસ કરીને 13 ડિસેમ્બર કે જ્યારે 2001માં આ જ દિવસે સંસદ પર હુમલો થયો હતો. 

— ANI (@ANI) December 13, 2023

કૂદનારા યુવકને સૌથી પહેલા બીએસપી સાંસદ મલૂક નાગરે પકડ્યો હોવાનું કહેવાય છે. તેમણે જણાવ્યું કે લોકસભામાં એટલો ધુમાડો થઈ ગયો હતો કે જાણે તેણે ધુમાડાનો પટારો ખોલ્યો હોય. બધા સાંસદો આ ઘટના બાદ દહેશતમાં આવી ગયા હતા. ત્યારબાદ સાંસદોએ તેને દબોચી લીધો. કેટલાક સાંસદોએ તેની પીટાઈ કરવાની શરૂ કરી દીધી. તેની પીટાઈ ચાલુ હતી ત્યારે ધુમાડો નીકળતો હતો. 

મલૂક નાગરે કહ્યું કે  પહેલા ખ્યાલ આવ્યો કે તેની દાનત ખરાબ છે. અમે જીવતા બચીશું કે નહીં. ક્યાંક તેની પાસે હથિયાર ન હોય. આ પહેલા તે કઈ કરે તમામ સાંસદો તેના પર તૂટી પડ્યા. અમને ડર તો હતો પરંતુ તે કશું કરે નહીં તે શંકાથી અમે બધા તેના પર તૂટી પડ્યા હતા. કેટલાક સાંસદોએ તેને માર્યો. પછી સુરક્ષાકર્મીઓના હવાલે કરી દેવાયા. સુરક્ષાકર્મીઓએ બંનેને અટકાયતમાં લીધા

આ રીતે ઘૂસ્યા લોકસભામાં
અટકાયતમાં લેવાયેલા આરોપીઓને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. દિલ્હી પોલીસની એન્ટી ટેરર યુનિટ સ્પેશિયલ સેલ પાર્લિયામેન્ટની અંદર હંગામો કરનારા લોકોને પૂછપરછ કરવા પહોંચી છે. એવું કહેવાય છે કે જે બે લોકો કાર્યવાહી દરમિયાન ઘૂસ્યા તેમાંથી એક સાગર છે અને બંને સાંસદના નામ પર લોકસભા  વિઝિટર પાસ પર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસૂરથી સાંસદ પ્રતાપ સિમ્હાના નામ પર લોકસભા વિઝિટર પાસથી આવ્યા હતા. પ્રતાપ સિમ્હા મૈસુરથી ભાજપના સાંસદ છે. 

દાનિશ અલીનું નિવેદન..જુઓ વીડિયો

ખાલિસ્તાની સમર્થકો?
અત્રે જણાવવાનું કે આતંકી ગુરુપતવંત સિંહ પન્નુએ સંસદની વરસીના દિવસે હુમલાની ધમકી આપી હતી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ પકડાયેલા લોકો શું ખાલિસ્તાની સમર્થકો હતા?

સંસદ બહારથી પણ બે લોકોની અટકાયત
બીજી બાજુ સંસદ ભવન બહાર સ્મોક ક્રેકર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે પરિવરન ભવન સામેથી અટકાયતમાં લીધા છે. પોલીસે એક પુરુષ અને એક મહિલાની અટકાયત કરી છે. જે રંગીન ધુમાડા સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ હિસારની રેડ સ્ક્વેર માર્કેટમાં રહેતી 42 વર્ષની કૌર સિંહની પુત્રી નીલમ તરીકે  થઈ છે. જ્યારે બીજી વ્યક્તિની ઓળખ લાતૂરના ધનરાજ શિંદના પુત્ર અમોલ શિંદે તરીકે થઈ છે. આ લોકોએ નારેબાજી કરતા સ્મોગ ગનનો ઉપયોગ કર્યો. તેનાથી પણ પીળો ગેસ છોડ્યો. આનાથી સ્પષ્ટ છે કે સદનની અંદર વિઝિટર ગેલેરીથી કૂદનારા અને સંસદની બહાર પ્રદર્શન કરનારા કદાચ એકબીજાના સંપર્કમાં હોઈ શકે અને સુનિયોજિત રીતે કામ કરી રહ્યા હોઈ શકે. 

— ANI (@ANI) December 13, 2023

નવી સંસદમાં સુરક્ષામાં ચૂકનો આ પહેલો મામલે એવા દિવસે જોવા મળ્યો કે જ્યારે આજથી બરાબર 22 વર્ષ પહેલા 2001માં 13 ડિસેમ્બરના રોજ સંસદ પર આતંકી હુમલો થયો હતો. સંસદમાં બુધવારે સવારે એ આતંકી હુમલામાં શહીદ થયેલા સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ખાસ વાત એ છે કે ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુએ 13 ડિસેમ્બરે સંસદ પર આતંકી હુમલાની વરસીના દિવસે હુમલાની ધમકી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news