કરતારપુર કોરીડોરના ઉદઘાટન પહેલાં કાવતરુ, PAK વીડિયોમાં જોવા મળ્યા ખાલિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર

નવ નવેમ્બર કરતારપુર કોરીડોર (Kartarpur Corridor) ના ઉદઘાટન પહેલાં પાકિસ્તાનનું મોટું કાવતરું ઉજાગર થયું છે. જોકે પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલયે કરતારપુર સાહિબ જોડાયેલો પ્રમોશન વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો જોકે ગુરૂ નાનક દેવના 550મા પ્રકાશ પર્વના ઉપલક્ષ્યમાં સિખ શ્રદ્ધાળુઓ માટે સ્વાગત ગીત છે.

કરતારપુર કોરીડોરના ઉદઘાટન પહેલાં કાવતરુ, PAK વીડિયોમાં જોવા મળ્યા ખાલિસ્તાની આતંકવાદીઓના પોસ્ટર

નવી દિલ્હી: નવ નવેમ્બર કરતારપુર કોરીડોર (Kartarpur Corridor) ના ઉદઘાટન પહેલાં પાકિસ્તાનનું મોટું કાવતરું ઉજાગર થયું છે. જોકે પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલયે કરતારપુર સાહિબ જોડાયેલો પ્રમોશન વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો જોકે ગુરૂ નાનક દેવના 550મા પ્રકાશ પર્વના ઉપલક્ષ્યમાં સિખ શ્રદ્ધાળુઓ માટે સ્વાગત ગીત છે. પરંતુ આ વીડિયોમાં ખાલિસ્તાની આતંકવાદીઓ જનરલ સિંહ ભિંડરાવાલે, શબેગ સિંહ અને અમરીક સિંહના પોસ્ટર જોવા મળે છે. ઓપરેશન બ્લૂ સ્ટારમાં આ બધા મોતને ભેટ્યા હતા. તેમાં ખાલિસ્તાની આંદોલન સાથે જોડાયેલી માંગ રેફરેંડમ 20-20 ના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. 

આ દરમિયાન પાકિસ્તાનના સંઘીય મંત્રિમંડળની બેઠકમાં ભારતથી કતારપુર કોરીડોર (Kartarpur Corridor) જનાર શ્રદ્ધાળુઓને લઇને જરૂરી નિર્ણય લેવામાં આવ્યા. હવે તેમને પાસપોર્ટની જરૂર નહી પડે, પરંતુ ફક્ત એક માન્ય ઓળખપત્ર બતાવવાની જરૂર પડશે. પાસપોર્ટની છૂટ ફક્ત સિખ શ્રદ્ધાળુઓ માટે છે. તેમણે હવે 10 દિવસ પહેલાં જ રજિસ્ટ્રેશન પણ કરાવવું નહી પડે.

ઉદઘાટન સમારોહમાં આવનાર અને ગુરૂ જી (ફક્ત ધર્મ સંસ્થાપક ગુરૂ નાનક દેવ જી)ની 550મી જયંતિ પર આગામી તીર્થયાત્રીઓ સાથે કોઇ શુલ્ક લેવામાં નહી આવે. તમને જણાવી દઇએ કે પાકિસ્તાન વહિવટીતંત્રએ શ્રદ્ધાળુઓ પાસે વીસ ડોલર સેવા શુલ્ક વસુલવાનો નિર્ણૅય કર્યો છે. પાકિસ્તાનનું અનુમાન છે કે તેને કતારપુર યાત્રીઓ પાસે વાર્ષિક 3 કરોડ 65 લાખ ડોલરની કમાણી હશે. સમારોહમાં ભારતથી પાકિસ્તાનમાં લગભગ 2,000 ભારતીય તીર્થયાત્રી પહોંચશે. જોકે કોરીડોરના ઉદઘાટન બાદ ભારતથી દરરોજ 5,000 શ્રધ્ધાળુ આવી શકશે. 

વડાપ્રધાન નરેંદ્ર મોદી 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે અને 12 નવેમ્બરના રોજ થનાર ગુરૂ દેવના 550મી જયંતિ સમારોહના અવસર પર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનાર પહેલા સિખ શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને રવાના કરશે. આ સિખ સમુદાયના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક છે, જ્યાં શ્રદ્ધાળુ પહેલાં સિખ ગુરૂના 550મી જયંતિને ઉજવી રહ્યા છે. ગુરૂદ્વારા દરબાર સાહિબના નામથી પ્રસિદ્ધ કરતારપુર સાહિત ગુરૂદ્વારા સિખ ધર્મમાં વિશેષ માન્યતા રાખે છે જ્યાં ગુરૂ નાનક દેવ જીએ 18 વર્ષ પસાર કર્યા હતા અને તેમણે અહીં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. 

માનવમાં આવે છે કે ભારતને અડીને આવેલી સીમાથી લગભગ 4 કિલોમીટર દૂર સ્થિત કરતારપુર ગુરૂદ્વારા 16મી શતાબ્દીમાં ગુરૂ નાનકના નિર્વાણવાળી જગ્યા પર બનાવવામાં આવ્યું છે. તેને 4.2 કિલોમીટર લાંબા કરતારપુર સાહિબ કોરીડોર સાથે જોડવાનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news