WEF: PM મોદી રવાના, પહેલીવાર કોઇ ભારતીય વડાપ્રધાન કરશે સમિટનું ઉદ્ઘાટન
સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં 23 જાન્યુઆરીથી 27 સુધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) સમિટ યોજાવવા જઇ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી દાવો માટે રવાના થઇ ગયા છે.
- સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી WEF સમિટ
- પીએમ નરેંદ્ર મોદીના યોગ મંત્રની સાથે મંગળવારે દાવોસ સમિટ શરૂ થશે
- બે યોગ ટીચર સવાર અને સાંજ દુનિયાના નેતાઓને યોગ કરાવશે
Trending Photos
નવી દિલ્હી: સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં 23 જાન્યુઆરીથી 27 સુધી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) સમિટ યોજાવવા જઇ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી દાવો માટે રવાના થઇ ગયા છે. એવું પહેલી થશે કે જ્યારે કોઇ ભારતીય વડાપ્રધાન આ સમિટનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન નરેંદ્ર મોદીના યોગ મંત્ર અને ભારતીય વ્યંજનોની સાથે મંગળવારથી દાવોસ સમિટની શરૂઆત થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ ડેલીગેશનમાં સામેલ બે યોગ ટીચર દાવોસ સમિટમાં સવારે અને સાંજના સમયે દેશના નેતાઓનો યોગનો ક્લાસ લેશે.
પહેલીવાર WEFમાં યોગ
આવું પહેલું વાર થશે જ્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) પર યોગાભ્યાસ કરવામાં આવશે. પતંજલિના બે આચાર્ય પણ દાવોસ માટે રવાના થઇ રહ્યાં છે. બંને આચાર્ય ત્યાં સવાર-સાંજ યોગ કરાવશે. પાંચ દિવસ સુધી ચાલનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 48મી બેઠકમાં વેપાર, રાજકીય, કલા, શિક્ષા અને નાગરિક સમાજ સાથે જોડાયેલા લગભગ 3,000થી વધુ હસ્તીઓ ભાગ લઇ રહી છે. ભારત તરફથી 130થી વધુ સહભાગીઓ જોડાશે.
20 વર્ષ બાદ દાવોમાં ભારતીય PM
છેલ્લે 1997ના દાવોસ સંમેલનમાં તત્કાલીન પીએમ એચડી. દેવગૌડાએ ભાગ લીધો હતો. ત્યારબાદ કોઇ ભારતીય વડાપ્રધાને આ સંમેલનમાં ભાગ લીધો નથી. 20 વર્ષ બાદ નરેંદ્ર મોદી એવા પહેલા ભારતીય વડાપ્રધાન હશે, જે સંમેલનમાં ભાગ લેશે. તમને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેંદ્ર મોદી આ સમિટમાં ફક્ત એક સેશનને જ સંબોધિત કરશે.
શું છે દાવોસ સમિટનો વિષય?
દાવોસ સમિટમાં આ વખતનો વિષય 'વિભાજિત દુનિયામાં સંગઠિત ભવિષ્યનું નિર્માણ' રાખવામાં આવ્યો છે. દાવોસ સમિટની ચેરમેનશિપ આ વખતે સાત મહિલાઓને સોંપવામાં આવી છે. તેમાં ભારતની એંટરપ્રેન્યોર અને એક્ટિવિસ્ટ ચેતના સિંહા પણ સામેલ છે. વર્લ્ડ બેંક અને આઇએમએફના તમામ ઓફિસર પણ આ સંમેલનમાં હાજર રહેશે.
દાવોસ સમિટની ખાસ વાતો
- પીએમ મોદી સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી દાવોસ પહોંચશે. રાત્રે પીએમ દુનિયાભરની કંપનીઓના સીઈઓ સાથે ડિનરની મેજબાની કરશે. તેમાં 20 ભારતીય કંપનીઓ અને 40 અલગ-અલગ દેશોની કંપનીઓ સામેલ છે.
- મંગળવારથી આ સમિટનું સેશન શરૂ થઇ રહ્યું છે. તેનું ઉદઘાટન પીએમ મોદી કરશે. ભારત પોતાના સ્વાદિષ્ટ પકવાનો, યોગ મંત્ર અને ઇનોવેટિવ ન્યૂ ઇન્ડીયાની સાથે સમિટના શરૂઆતી સેશનની મેજબાની કરશે.
- સમિટના ઉદઘાટન બાદ પીએમ મોદીનું ભાષણ થશે. તેમાં પીએમ ભારતની ખુલ્લી અર્થવ્યવસ્થા, ઇનોવેશન અને વિકાસ પર ચર્ચા કરી શકે છે. પીએમ સંદેશ આપશે કે ગ્લોબલ ઇકોનોમીને આગળ વધારવામાં ભારત એક એન્જીનની ભૂમિકા ભજવી શકે છે.
6 કેંદ્રીય મંત્રી દાવોસ સમિટમાં ભાગ લેશે
પીએમ મોદીની સાથે 6 કેંદ્રીય મંત્રી પણ દાવોસ સમિટમાં જઇ રહ્યા છે. તેમાં નાણા મંત્રી અરૂણ જેટલી, વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ, રેલવે મંત્રી પીષૂષ ગોયલ, પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેંદ્ર પ્રધાન, વિદેશ રાજ્ય મંત્રી એમ જે અકબર અને રાજ્યમંત્રી જિતેંદ્ર સિંહ સામેલ છે. આ ઉપરાંત સીઇઓ ડેલીગેશનમાં રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અજીમ પ્રેમજી, રાહુલ બજાજ, એન ચંદ્રશેખરન, ચંદા કોચર, ઉદય કોટક અને અજય સિંહ સહિત અન્ય દિગ્ગજ હસ્તિઓ સામેલ છે.
ટ્રંપના ભાષણથી થશે સમિટનું સમાપન
દાવોસ સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ ખાકાન અબ્બાસી, જર્મનીની ચાંસલર એજેંલા મર્કેલ, ઇટલીના વડાપ્રધાન પાઉલો ગેટિલોઅલી, ફ્રાંસના રાષ્ટ્રપતિ એમાનુએલ મૈક્રોન, બ્રિટનની વડાપ્રધાન થેરેસા મે અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડેવ પણ ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિટનું સમાપન ડોનાલ્ડ ટ્રંપના ભાષણ સાથે થશે.
અમેરિકા સાથે આર્થિક સંબંધો પર ચર્ચા સંભવ
દાવોસ સમિટમાં પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાત થશે. મોદી અને ટ્રંપ ગત વર્ષે બે વખત મળી ચૂક્યા છે. બંનેની પહેલી મુલાકાત વોશિંગટન ડીસીમાં અને બીજી મુલાકાત આસિયાન બેઠક દરમિયાન થઇ હતી. દાવોસ સમિટમાં થનારી મુલાકાતમાં બંને દેશના નેતા પરસ્પર આર્થિક સંબંધોને મજબૂતી આપવા પર ચર્ચા કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે