PM મોદીના બર્થડે પર મોટી ભેટ, શરૂ થશે Ayushman Bhava કાર્યક્રમ, જાણો યોજનાના ફાયદા

Ayushman Bhava Programme: કેન્દ્ર સરકાર આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના જન્મદિવસે આયુષ્યમાન ભવ: કાર્યક્રમ શરૂ કરશે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વિશે શું કહ્યું તે ખાસ જાણો. 

PM મોદીના બર્થડે પર મોટી ભેટ, શરૂ થશે Ayushman Bhava કાર્યક્રમ, જાણો યોજનાના ફાયદા

કેન્દ્ર સરકાર આ વર્ષે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક નવો એવો આયુષ્યમાન ભવ: કાર્યક્રમ શરૂ કરશે. જેનાથી અંતિમ છેડા સુધીના લોકો અને દરેક લાભાર્થી સુધી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્વાસ્થ્ય યોજનાઓની ડિલિવરી સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આ કાર્યક્રમ દરમિયાન શિબિર લગાવવામાં આવશે અને 60,000 લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ આપવામાં આવશે. આવનારા દિવસોમાં અમે સ્વાસ્થ્ય સેવાઓ અને કાર્યક્રમોની વધુ સારી પહોંચ માટે આ કાર્યક્રમને વધુ વખત ચલાવીશું. આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે. જે દરેક લાભાર્થી પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું હેલ્થ કવરેજ આપે છે. 

નોંધનીય છે કે પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. જે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાનું નાનું શહેર છે. માંડવિયાએ વધુમાં કહ્યું કે ગત વર્ષે તમે બધાએ જોયું હતું કે પીએમ મોદીએ પોતાના જન્મદિવસ પર ટુયબરકુલોસિસ (ટીબી)ના મુદ્દે ભાર મૂક્યો હતો. આ અગાઉ તેમણે કહ્યું હતું કે દુનિયામાં ટીબીને ખતમ કરવાનું લક્ષ્યાંક 2030 છે. પરંતુ ભારતનું લક્ષ્ય 2025 ના અંત સુધીમાં ટીબીને ખતમ કરવાનું છે. ગત વર્ષ લગભગ 70,000 લોકો નિ-ક્ષય મિત્ર બન્યા અને ટીબી રોગીઓને અપનાવ્યા, જે હવે વધીને એક લાખ થઈ ગયા છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આ ટીબી રોગીઓને બિન સરકારી સંગઠનો, અંગત રીતે લોકો, રાજકીય પક્ષો અને કોર્પોરેટે અપનાવ્યા છે. તેમને દર મહિને પોષક તત્વ કીટ આપવામાં આવી રહી છે અને ટીબી દર્દીઓને દરેક શક્ય મદદ કરવામાં આવી રહી છે. અમને ભરોસો છે કે લોકભાગીદારીની મદદથી દેશમાંથી ટીબીને ખતમ કરવામાં આવશે. આ અગાઉ 2022માં ભાજપે દેશને ટીબી મુક્ત કરવા માટે એક વર્ષનો કાર્યક્રમ ચલાવ્યો હતો. જે હેઠળ દરેક વ્યક્તિ ટીબી દર્દીને દત્તક લેશે અને એક વર્ષ સુધી તેની દેખભાળ કરશે. 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના પીએમ મોદીના સંકલ્પને પૂરો કરવા માટે એક ટીબી દર્દીને એક વર્ષ માટે દત્તક લેવાની યોજના બનાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news