કોંગ્રેસ માટે ખેડૂતો માત્ર વોટબેંક, અમારા માટે અન્નદાતા: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી પોતાનાં એક દિવસીય કાર્યક્રમ અનુસંધાને આજે પલામુ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને અનેક યોજનઓનાં શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતુ

કોંગ્રેસ માટે ખેડૂતો માત્ર વોટબેંક, અમારા માટે અન્નદાતા: વડાપ્રધાન મોદી

પલામુ : વડાપ્રધાન મોદી પોતાની એક દિવસીય મેચ પર આજે શનિવારે પલામુ પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન મોદી દિવસનાં 11 વાગ્યે ચિયાંકી હવાઇ મથક પર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ દ્રોપદી મુર્મુ અને મુખ્યમંત્રી રઘુવરદાસે તેમને સ્વાગત કર્યું. વડાપ્રધાને 6 યોજનાઓનો શિલાન્યાસ કર્યો. તેમણે બહુપ્રતિક્ષિત મંડળ ડેમ યોજના મુખ્ય છે. વડાપ્રધાન મોદીએ ઝારકંડનાં 25 હજાર લાભ લેનારાઓને વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ગૃહપ્રવેશ પણ કરાવ્યો. પાંચ લોકોને ચાવી સોંપવામાં આવી. 

સભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ઝારખંડના લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપી, તેમણે વડાપ્રધાન આવાસ યોજનાનાં 25 હજાર લાભ લેનારાઓને શુભકામના આપી. તેમણે કહ્યું કે, ઘર પાકુ હોય તો સપના પણ સારા આવે છે. વડાપ્રધાને કહ્યું કે, ખેડૂતોનું જીવન બદલનારી 3500 કરોડની યોજનાનો શિલાન્યાસ થયો છે. દેશનાં ખેડૂતો સુધી નવી ટેક્નોલોજી પહોંચાડવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, આ યોજનાથી સિંચાઇની સાથે સાથે પાણી પણ મળશે. 

વડાપ્રધાને કહ્યું કે, આઝાદી બાદ એટલા દિવસો સુધી દેશ કઇ રીતે ચાલી રહ્યો છે તેનાં માટે આ યોજના કેસ સ્ટડી છે. તેમણે કોંગ્રેસ પર ખેડૂતને માત્ર વોટબેંક બનાવીને રાખવાનો આરોપ લગાવ્યો સાથે જ તેમણે કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોને અન્નદાતા માને છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે ગત્ત સરકાર પર પણ હૂમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, મંડળ ડેમ ગત્ત સરકારોની નિષ્ફળતાની ગવાહી આપે છે. તેમણે કહ્યું કે, 47 વર્ષોથી આ યોજના લંબાયેલી પડી છે. ગત્ત 25 વર્ષોથી તો તે ઠપ્પ ડી હતી. 

જ્યારે બિહાર ઝારખંડ એક હતું, ત્યારે અહીંની સરકારોને ખેડૂતોની જરા પણ ફિકર હોત તો આજે આવું ન હોત. તેમણે કહ્યું કે, એક તરફ જ્યાં બે રાજ્યો વચ્ચે પાણી મુદ્દે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, બીજી તરફ બિહાર અને ઝારખંડના સંયુક્ત પ્રયાસથી આજે આ યોજના સફળતાની કગાર પર છે. તેમણે કહ્યું કે, તેના માટે હું બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસને તેના માટે શુભકામનાઓ આપી છે, અન્ય રાજ્યો માટે આ શીખ છે. 

નામ લીધા વગર જ વડાપ્રધાને રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, કેટલાક લોકો તો તેમ પણ નથી કહી શકતા કે ઉત્તર કોયલ યોજના કયા પક્ષીનું નામ છે કે કોઇ યોજનાનું નામ. તેમણે કહ્યું કે, અમે સિંચાઇની યોજના પર લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ. સાથે જ તેમણે કહ્યું કે, અમે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું, એટલા માટે અમારી સરકારે સિંચાઇ યોજના પર આટલો ખર્ચ કર્યો. તેમણે કહ્યું કે, ગત્ત સરકારોએ ચૂંટણી જીતવાનાં ખેલ માટે ખેડૂતોને દેવાદાર બનાવીને રાખ્યા છે. 
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોને ઘર આપતા માટેની યોજના અગાઉ પણ બની હતી, જો કે નામની ચિંતા વધારે હતી. અમે નરેન્દ્ર મોદી આવાસ યોજના કે નમો યોજના નામ નથી રાખ્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસની યોજનામાં પહેલા નામ નિશ્ચિત થતું હતું. કોંગ્રેસનાં લોકોને પૈસા આપવા પડતા હતા ત્યારે યોજનાનો લાભ મળતો હતો. અમારી સરકારે આ દલાલોને દુર કર્યા અને ટેક્નોલોજીનો પ્રયોગ કર્યો. અમારો પ્રયાસ રહ્યો કે ગરીબને ઘર મળે, પરંતુ ગત્ત સરકારમાં માત્ર દલાલોની જ ચિંતા થતી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news