કેદારનાથથી કર્ણાટક ચૂંટણીનો શંખનાદ કરશે PM મોદી: તમામ BJP મુખ્યમંત્રીઓ હાજર રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ધામમાં આશીર્વાદ લઇને 29 એપ્રીલથી કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ કરશે. સુત્રોનાં અનુસાર આ વખતે વડાપ્રધાન મોદી સાથે ભાજપ શાસીત તમામ રાજ્યનાં મુખ્યમંત્રી પણ કેદારનાથ જઇ શકે છે. માત્ર ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પર્રિકર અસ્વસ્થય હોવાનાં કારણે કેદારનાથ નહી જાય. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી પોતાની કેદારનાથ યાત્રા દરમિયાન ધામનાં પુનનિર્માણ કાર્યોની મુલાકાત પણ કરી શકશે. 
કેદારનાથથી કર્ણાટક ચૂંટણીનો શંખનાદ કરશે PM મોદી: તમામ BJP મુખ્યમંત્રીઓ હાજર રહેશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ધામમાં આશીર્વાદ લઇને 29 એપ્રીલથી કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ કરશે. સુત્રોનાં અનુસાર આ વખતે વડાપ્રધાન મોદી સાથે ભાજપ શાસીત તમામ રાજ્યનાં મુખ્યમંત્રી પણ કેદારનાથ જઇ શકે છે. માત્ર ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પર્રિકર અસ્વસ્થય હોવાનાં કારણે કેદારનાથ નહી જાય. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી પોતાની કેદારનાથ યાત્રા દરમિયાન ધામનાં પુનનિર્માણ કાર્યોની મુલાકાત પણ કરી શકશે. 

માર્ચની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ ડ્રોન દ્વારા નવી ટેક્નોલોજી દ્વારા કેદારનાથમાં ચાલી રહેલ પુનનિર્માણ કાર્યનું અવલોકન કર્યું હતું અને પુનનિર્માણ અંગેનાં તમામ અધિકારીઓને કામમાં ઝડપ લાવવા માટેનાં નિર્દેશો આપવામાં આવ્યા હતા. 2013માં આપદામાં સંપુર્ણ રીતે તબાહ થઇ ચુકેલ કેદારનાથને ફરી વસાવવાનુ કામ લગભગ આખરી તબક્કામાં છે. આ વખતની યાત્રામાં આવનારા યાત્રીઓને ન માત્ર સુખદ યાત્રાનો અનુભવ થશે, પરંતુ તે હાઇટેક કેદારનાથ એટલે કે કેદારનાથનાં દર્શન કરશે. 

કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સંપુર્ણ ફોકસ આ વખતે ચાર ધામ યાત્રામાં સૌથી વધારે કેદારનાથ પર જ છે, કદાચ આ જ કારણ છે કે મુખ્ય સચિવ ઉત્પલ કુમારથી માંડીને મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કેદારનાથમાં ચાલી રહેલા કાર્યોનું અવલોકન લેતા રહે છે. ભક્ત ગૌરીકુંડથી બાબા કેદારનાથ તરફ જઇ રહ્યા હશો તો જોશો કે માર્ગનાં કિનારે રહેલા થાંભલાઓ નહી જોવા મળે. કારણ કે વિજળીનાં તારને અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news